Get The App

બાળકો યુટ્યુબ નહીં વાપરી શકે, ભારતના 'મિત્ર' દેશનો પ્રતિબંધનો નિર્ણય, જાણો કઈ-કઈ એપ પહેલાથી બંધ છે

Updated: Jul 30th, 2025

GS TEAM

Google News
Google News
Youtube will be banned for Children in Australia


YouTube will be banned for Children in Australia: ઓસ્ટ્રેલિયા સરકાર બાળકો અને કિશોરો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને સખત પગલાં લઈ રહી છે. તાજેતરમાં, સરકારે YouTube ને પણ બૅન કરવાનો નિર્ણય લીધો છે. ખાસ વાત એ છે કે અગાઉ વીડિયો હોસ્ટિંગ પ્લેટફોર્મને છૂટ આપવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને પણ કિશોરો માટે બૅન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કંપનીનું કહેવું છે કે તેઓ આ અંગે સરકાર સાથે વધુ વાતચીત કરશે.

ઓસ્ટ્રેલિયામાં બાળકો માટે YouTube પર પ્રતિબંધ લગાવવાની તૈયારી

ઓસ્ટ્રેલિયાની ઇન્ટરનેટ કન્ટેન્ટ પર નજર રાખતી સંસ્થાએ સરકારને YouTube પર પણ પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. સંસ્થાએ પોતાના સંશોધનના આધારે જણાવ્યું હતું કે 10 થી 15 વર્ષના 37% બાળકો YouTube પર હાનિકારક કન્ટેન્ટ જોઈ રહ્યા છે. આ આંકડો અન્ય કોઈ સોશિયલ મીડિયા વેબસાઇટની સરખામણીમાં સૌથી વધુ જોવા મળ્યો હતો.

એવા પણ અહેવાલ છે કે મેટાની ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ટિકટોક જેવી સોશિયલ મીડિયા કંપનીઓએ પણ કહ્યું હતું કે YouTube ને છૂટ આપવી યોગ્ય નથી.

સોશિયલ મીડિયા આપણા બાળકોને નુકસાન પહોંચાડી રહ્યું છે: એન્થની આલ્બનીઝ

વડાપ્રધાન એન્થની અલ્બાનીઝ દ્વારા આપવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, 'સોશિયલ મીડિયાની એક સામાજિક જવાબદારી છે અને તેમાં કોઈ શંકા નથી કે ઓસ્ટ્રેલિયાના બાળકો ઓનલાઈન પ્લેટફોર્મ્સને કારણે નકારાત્મક રીતે પ્રભાવિત થઈ રહ્યા છે. આવા સંજોગોમાં, હું તેમને બંધ કરવાની તૈયારી કરી રહ્યો છું. સોશિયલ મીડિયા આપણા બાળકોને નુકસાન પહોંચાડી રહ્યું છે અને હું ઓસ્ટ્રેલિયાના વાલીઓને કહેવા માંગુ છું કે અમે તેમની સાથે છીએ.'

કંપની કાયદાનું ઉલ્લંઘન કરે તો 49.5 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરનો દંડ

ગયા વર્ષે નવેમ્બરમાં આ અંગે કાયદો પણ પસાર કરવામાં આવ્યો છે. જો સોશિયલ મીડિયા કંપનીઓ આ કાયદાનું ઉલ્લંઘન કરશે, તો તેમને 49.5 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરનો દંડ ફટકારવામાં આવશે. પ્રતિબંધના તાજેતરના નિર્ણય પર YouTube ના પ્રવક્તાએ જણાવ્યું છે કે કંપની આગામી પગલાં પર વિચાર કરશે અને સરકાર સાથે વાતચીત કરશે.

આ પણ વાંચો: 'જલદી ટ્રેડ ડીલ કરો નહીંતર 25% ટેરિફ ભરવા તૈયાર રહો...' ભારતને ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી!

જો ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધ વિષે વાત કારીએ તો બંને દેશ શિક્ષણ, સંરક્ષણ, વેપાર અને પ્રાદેશિક સુરક્ષા જેવા મહત્ત્વના મુદ્દાઓ પર સાથે મળીને કામ કરી રહ્યા છે. બંને દેશો વચ્ચેના આર્થિક અને વ્યૂહાત્મક સંબંધો પહેલાં કરતાં વધુ મજબૂત થયા છે. 

બાળકો યુટ્યુબ નહીં વાપરી શકે, ભારતના 'મિત્ર' દેશનો પ્રતિબંધનો નિર્ણય, જાણો કઈ-કઈ એપ પહેલાથી બંધ છે 2 - image

Tags :