World

'આગામી 10 વર્ષમાં જાપાનથી ભારતમાં 10,000 અરબ યેન રોકાણનો ટાર્ગેટ' ટોક્યોમાં બોલ્યા PM મોદી

By GS TEAM
29 Aug 20252 mins read
TukuTouch Logo
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન અને ચીનની મુલાકાતે છે. શુક્રવારે સવારે તે ટોક્યોના હાનેડા એરપોર્ટ પર પહોંચ્યા હતાં. જ્યાં તેમણે જાપાન સાથે મજબૂત ભાગીદારી કરવાનું આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે, જાપાન એક 'ટેક પાવર હાઉસ' છે, જ્યારે ભારત 'ટેલેન્ટ પાવર હાઉસ' છે. બંને દેશો સાથે મળી ટેક્નોલોજી અને ઈનોવેશન ક્ષેત્રે સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'આગામી 10 વર્ષમાં જાપાનથી ભારતમાં 10,000 અરબ યેન રોકાણનો ટાર્ગેટ' ટોક્યોમાં બોલ્યા PM મોદી

PM Modi Japan Visit:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન અને ચીનની મુલાકાતે છે. શુક્રવારે સવારે તે ટોક્યોના હાનેડા એરપોર્ટ પર પહોંચ્યા હતાં. જ્યાં તેમણે જાપાન સાથે મજબૂત ભાગીદારી કરવાનું આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે, 'જાપાન એક 'ટેક પાવર હાઉસ' છે, જ્યારે ભારત 'ટેલેન્ટ પાવર હાઉસ' છે. બંને દેશો સાથે મળી ટેક્નોલોજી અને ઈનોવેશન ક્ષેત્રે સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરી શકે છે.'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના વડાપ્રધાન શિગેરૂ ઇશિબાની સાથે શિખર વાર્તાલાપ બાદ કહ્યું કે, આજે આપણી ચર્ચાઓ ઉપયોગી અને ઉદ્દેશ્યપૂર્ણ રહી. આપણે આ વાત પર સહમત છીએ કે દુનિયાની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ અને જીવંત લોકશાહીના રૂપમાં આપણી ભાગીદારી ન માત્ર બંને દેશો માટે, પરંતુ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે પણ જરૂરી છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મજબૂત લોકશાહી એક શ્રેષ્ઠ દુનિયાના નિર્માણમાં સ્વાભાવિક ભાગીદાર હોય છે. આજે આપણે પોતાની વિશેષ રણનીતિક અને વૈશ્વિક ભાગીદારીને નવા અને સુવર્ણ અધ્યાયનો પાયો નખાયો છે. આપણે આગામી 10 વર્ષ માટે એક રોડમેપ તૈયાર કર્યો છે. આપણા વિઝનના કેન્દ્રમાં રોકાણ, નવીનતા, આર્થિક સુરક્ષા, પર્યાવરણ, ટેકનોલોજી, આરોગ્ય, ગતિશીલતા અને લોકોથીલોકોના આદાન-પ્રદાન.

વડાપ્રધાન મોદીએ જાપાનની મુલાકાત દરમિયાન જાપાનના મેન્યુફેક્ચરર્સને ભારતમાં યુનિટ સ્થાપવા આમંત્રણ આપતાં કહ્યું કે, 'મેક ઈન ઈન્ડિયા ફોર હૉલ વર્લ્ડ આજે ટેક્નોલોજી અને ટેલેન્ટ જ વિશ્વનું નેતૃત્વ કરી શકે છે. જાપાન મેક ઈન ઈન્ડિયા હેઠળ વિશ્વ માટે નિર્માણ કરે.'

80 ટકા કંપની વિસ્તરણ કરવા માગે છે

ટોક્યોમાં ભારત-જાપાન ઈકોનોમિક ફોરમને સંબોધિત કરતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ભારત રોકાણ માટે સૌથી વધુ પ્રોમિસિંગ ડેસ્ટિનેશન છે. 80 ટકા કંપનીઓ ભારતમાં વિસ્તરણ કરવા માગે છે. જેમાં 75 ટકા પહેલાંથી જ નફામાં છે. ભારતમાં મૂડી અનેકગણી વધી રહી છે. ભારતની વિકાસ યાત્રામાં જાપાન હંમેશાથી એક મહત્ત્વનો ભાગીદાર રહ્યો છે. મેટ્રોથી મેન્યુફેક્ચરિંગ સુધી, સેમીકંડક્ટરથી સ્ટાર્ટઅપ સુધી અમારી પાર્ટનરશીપ વિશ્વાસનું પ્રતીક છે. જાપાનની કંપનીઓએ ભારતમાં 40 અબજ ડોલરથી વધુ રોકાણ કર્યું છે.

આ પણ વાંચોઃ મરાઠા આંદોલનને કારણે મુંબઈ થંભી ગયું, હજારોની ભીડ રસ્તે ઉતરી, મનોજ જરાંગે ફરી ભૂખ હડતાળ પર

વધુમાં જણાવ્યું હતું કે, આજે ભારતમાં રાજકીય સ્થિરતા, આર્થિક સ્થિરતા, નીતિઓમાં પારદર્શકતા, અને પૂર્વાનુમાનશીલતા છે. આજે ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતુ અર્થતંત્ર છે. તેમજ ટૂંકસમયમાં વિશ્વની ત્રીજી ટોચની ઈકોનોમી બનવા જઈ રહ્યું છે. રિફોર્મ, પર્ફોર્મ, અને ટ્રાન્સફોર્મ અમારી વિચારસરણી છે.

જાપાની બિઝનેસ માટે ગ્લોબલ સાઉથનું સ્પ્રિંગબોર્ડ છે ભારત

ફોરમમાં સંબોધનમાં પીએમ મોદીએ આગળ કહ્યું કે, ભારત અને જાપાનની ભાગીદારી વ્યૂહનીતિનો એક ભાગ છે. ઈકોનોમિક લોજિકથી પ્રેરિત બંને દેશો સંયુક્ત હિતોને સંયુક્ત સમૃદ્ધિમાં તબદીલ કર્યા છે. ભારત જાપાનના બિઝનેસ માટે ગ્લોબલ સાઉથનું સ્પ્રિંગબોર્ડ છે. બંને દેશો સાથે મળી એશિયન સદીને સ્થિરતા, વિકાસની દિશા આપશે.