કોરોના રોગચાળોનો સૌથી ખરાબ તબક્કો આવવાનો બાકી છે: WHO
નવી દિલ્હી, 30 જુન 2020 મંગળવાર
દુનિયાભરમાં કોરોના વાયરસના વધતા ચેપને લઇને વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)એ ચેતવણી આપી છે કે રોગચાળોનો સૌથી ખરાબ તબક્કો આવવાનો બાકી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ચીફ, ટેડ્રોસ એડહનોમ ગિબ્રયેસોસએ કહ્યું છે કે જો વિશ્વભરની સરકારો યોગ્ય નીતિઓનું પાલન નહીં કરે તો તે વાયરસ વધુ લોકોને સંક્રમિત કરી શકે છે. થોડા દિવસો પહેલા જ WHO વડાએ વિશ્વભરના નેતાઓને રાજકારણ ન કરવા ચેતવણી આપી હતી.
સોમવારે એક વર્ચુઅલ મીટિંગ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આપણે બધા ઇચ્છીએ છીએ કે કોરોના વાયરસને વહેલી તકે નાબૂદ કરવામાં આવે. આપણે બધાં આપણા સામાન્ય દિવસની જિંદગી પર પાછા ફરવા માંગીએ છીએ, પરંતુ કડવી સત્ય એ છે કે આપણે આ રોગચાળાના અંતથી હજી ઘણા દૂર છે. તેમણે ચેતવણી આપી હતી કે વૈશ્વિક સ્તરે ફાટી નીકળેલા રોગચાળાની ગતિ ઝડપથી વધી રહી છે.
WHOએ અગાઉ જણાવ્યું હતું કે આપણે જે સૌથી મોટો ખતરાને સામને કરી રહ્યા છિએ, તે એ વાયરસનો જ નહીં પરંતુ વૈશ્વિક એકતા અને વૈશ્વિક નેતૃત્વનો અભાવનો છે. આપણે આ રોગચાળોને વિભાજીત વિશ્વ સાથે નહીં હરાવી શકીએ નહીં, ઉલ્લેખનિય છે કે ટ્રમ્પે આ રોગચાળાની શરૂઆતમાં યોગ્ય પગલાં ન લેવા બદલ ડબ્લ્યુએચઓની ટીકા કરી છે અને વિશ્વ આરોગ્ય સંગઠન ચીનની વધુ પ્રશંસા કરતું હોવાનું માને છે. જો કે, રોગચાળા સાથેનો સામનો કરવામાં તેમના વહીવટી તંત્ર પર પણ પ્રશ્નાર્થ થયા છે.
હાલ દુનિયામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 1.04 કરોડની નજીક પહોંચી છે, જ્યારે 5.08 લોકોના મોત થઈ ગયા છે. અમેરિકા, બ્રાઝીલ, રશિયા અને ભારત આ સમયે સૌથી વધારે પ્રભાવિત દેશ છે. અમેરિકામાં જ કોરોના વાયરસના કારણે 1.25 લાખ લોકોએ જીવ ગુમાવી દીધો છે.