World Defense Show: ચીને નવી એર ડિફેન્સ સિસ્ટમનું કર્યું પ્રદર્શન, તોપ, મિસાઈલ અને લેજર એક સાથે કરશે હુમલો
- આ સિસ્ટમને અનેક પ્રકારના હવાઈ હુમલાને રોકવા માટે બનાવવામાં આવી છે
Image Source: Twitter
રિયાદ, તા. 12 ફેબ્રુઆરી 2024,
સાઉદી આરબના રિયાદમાં ચાલી રહેલા વર્લ્ડ ડિફેન્સ શો-2024માં ચીનની સરંક્ષણ કંપની Norincoએ પોતાની લેટેસ્ટ એર ડિફેન્સ સિસ્ટમનું પ્રદર્શન કર્યું છે. તેનું નામ LD35 છે. તેમાં 35 મિલિમીટરનું ઓટોમેટિક કેનન છે. એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ છે. આ ઉપરાંત લેજર વેપનથી સજ્જ છે. આ એક નવા પ્રકારની એર ડિફેન્સ સિસ્ટમ છે.
LD35 સૌથી નવી એર ડિફેન્સ સિસ્ટમ છે. તે કોઈ પણ સિઝનમાં કામ કરી શકે છે. કોઈ પણ પ્રકારના હવાઈ હુમલાને રોકી શકે છે. તેને નષ્ટ કરી શકે છે. 8x8 પૈંડા વાળા મોબાઈલ પ્લેટફોર્મના કારણે તેને ગમે ત્યાં લઈ જઈ શકાય છે. આ સિસ્ટમને અનેક પ્રકારના હવાઈ હુમલાને રોકવા માટે બનાવવામાં આવી છે.
કોઈ પણ પ્રકારના હવાઈ હુમલાનો દુશ્મન
આ ફાઈટર જેટ હમલાખોર હેલિકોપ્ટર, ક્રુઝ મિસાઈલ, ડ્રોન અને યુએવી દ્વારા થતા હુમલાને ઓછી ઉંચાઈ પર રોકી શકે છે. તેને નષ્ટ કરી શકે છે. આ સિસ્ટમનું સૌથી ખતરનાક કોમ્બિનેશન 35 મિલિમીટર ઓટોમેટિક કેનન અને મિસાઈલની ઈન્ટીગ્રેટેડ સિસ્ટમ છે. આ બંને સાથે મળીને અનેક પ્રકારના હુમલાનો નષ્ટ કરી શકે છે. ક્રુઝ મિસાઈલનો પણ ખાતમો બોલાવી શકે છે.
LOC પર તૈનાતી ભારતની મુશ્કેલી વધારશે
તેની ઓટોમેટિક કેનન એક વખતમાં ત્રણ રાઉન્ડ ગોળી ફાયર કરે છે. જે કોઈ પણ પ્રકારના હવાઈ ટાર્ગેટને બચવાની તક નથી આપતી. ભલે પછી તે ડ્રોન હોય કે, કોઈ પણ પ્રકારનું એરક્રાફ્ટ. આ હથિયાર ચીનને અલગ લેવલના ડિફેન્સ સિસ્ટમ તરફ લઈ જઈ રહ્યું છે. જો આ હથિયાર ભારતની સરહદ પાસે ઊંચાઈ વાળા વિસ્તારમાં તૈનાત કરવામાં આવશે તો ભારતની મુશ્કેલી વધશે.