2120 કરોડની લોટરી જીત્યો આ વ્યક્તિ, રાતોરાત પોપસ્ટાર દુઆ લિપા કરતા વધુ ધનિક બની ગયો

2100 Crore jackpot : આયર્લેન્ડના એક વ્યક્તિએ યુરોપમાં અત્યાર સુધીની સૌથી મોટી લોટરી જીતી છે. યુરોમિલિયન્સ જેકપોટમાં તેણે રૂ. 2120 કરોડનો જેકપોટ જીત્યો છે.
રિપોર્ટ મુજબ, આયર્લેન્ડના એક વ્યક્તિની સાચા અર્થમાં લોટરી નીકળી છે. તેણે નંબરો 13, 22, 23, 44,49 અને લકી સ્ટાર્સ 03, 05 સાથે યુરોમિલિયન્સ જેકપોટ જીત્યો છે. એક જ દિવસમાં તેની સંપત્તિ ફૂટબોલર હેરી કેન અને પોપ સ્ટાર દુઆ લિપા કરતા પણ વધી ગઈ છે. લોટરી કંપનીએ નંબર જાહેર કરતાની સાથે વિજેતાને શાંત રહેવાની અપીલ કરી હતી.
જેકપોટ તેના ટોપ લેવલ સુધી પહોચી ગયો હતો. તેના પર બે અઠવાડિયા સુધી કોઈએ દાવો કર્યો નહતો. યુરોમિલિયન્સ જેકપોટમાં આયર્લેન્ડની 18મી અને દેશના ઈતિહાસમાં સૌથી મોટી લોટરી જીત છે. જો આ ઈનામ યુકેના વ્યક્તિએ જીત્યું હોત તો યુરોમિલિયન્સના યુકેના તમામ રેકોર્ડ ધ્વસ્ત થઈ ગયા હોત.

