World

હવે ભારત-પાકિસ્તાન હળીમળીને રહેશે? ટ્રમ્પે મંચ પરથી જ શાહબાઝ શરીફને પૂછ્યો સવાલ

By GS TEAM
14 Oct 20252 mins read
TukuTouch Logo
ઇજિપ્તમાં આયોજિત ગાઝા પીસ સમિટ દરમિયાન, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની હાજરીમાં, ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત અને પાકિસ્તાન ખૂબ સારી રીતે સાથે રહી શકે છે. વડાપ્રધાન મોદીનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહ્યું કે, 'ભારત એક મહાન દેશ છે, જેની આગેવાની મારા ખૂબ સારો મિત્ર કરી રહ્યા છે અને તેમણે અદ્ભુત કામ કર્યું છે.'

Summarized by AI; it may make mistakes. Check important info

હવે ભારત-પાકિસ્તાન હળીમળીને રહેશે? ટ્રમ્પે મંચ પરથી જ શાહબાઝ શરીફને પૂછ્યો સવાલ

Donald Trump on India Pakistan Relation: ઇજિપ્તમાં આયોજિત ગાઝા પીસ સમિટ દરમિયાન, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની હાજરીમાં, ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત અને પાકિસ્તાન ખૂબ સારી રીતે સાથે રહી શકે છે. વડાપ્રધાન મોદીનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહ્યું કે, 'ભારત એક મહાન દેશ છે, જેની આગેવાની મારા ખૂબ સારો મિત્ર કરી રહ્યા છે અને તેમણે અદ્ભુત કામ કર્યું છે.'

અમેરિકન પ્રમુખે આગળ કહ્યું કે, 'મને લાગે છે કે પાકિસ્તાન અને ભારત સાથે મળીને ખૂબ સારી રીતે રહેશે.' આ કહેતા તેઓ મંચ પર તેમની પાછળ ઊભેલા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ તરફ ફર્યા અને ખાતરી માટે પૂછ્યું - 'ખરું ને?' પાકિસ્તાની પીએમ શરીફે માથું હલાવીને હા માં જવાબ આપતા, કાર્યક્રમમાં હાજર નેતાઓ અને મીડિયામાં હળવા હાસ્યનું મોજું ફરી વળ્યું.

મોદી-ટ્રમ્પની ફોન વાતચીત: ઐતિહાસિક શાંતિ યોજના અને ટ્રેડ ડીલ પર સમીક્ષા

ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન, તેમના અને પીએમ મોદી વચ્ચે થયેલી ફોન પરની વાતચીત બાદ આવ્યું છે. આ વાતચીત દરમિયાન પીએમ મોદીએ ટ્રમ્પને ગાઝા પીસ પ્લાનની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે, 'મેં મારા મિત્ર ટ્રમ્પ સાથે વાત કરી અને તેમને ઐતિહાસિક ગાઝા પીસ પ્લાનની સફળતા માટે અભિનંદન આપ્યા. અમે ટ્રેડ ડીલમાં થયેલા વિકાસની પણ સારી સમીક્ષા કરી. આગામી અઠવાડિયામાં નજીકનો સંપર્ક જાળવી રાખવા પર સહમતિ સધાઈ.' એક મહિનાના ગાળામાં આ બંને નેતાઓ વચ્ચેની બીજી વાતચીત હતી.

શાહબાઝ શરીફે ટ્રમ્પને 'મેન ઑફ પીસ' કહ્યા

શિખર સંમેલનમાં એક ક્ષણ એવી પણ આવી જ્યારે ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને સંબોધન માટે બોલાવ્યા. વડાપ્રધાન શરીફે શાંતિ પ્રક્રિયામાં ટ્રમ્પની ભૂમિકાની પ્રશંસા કરતાં તેમને 'મેન ઑફ પીસ' કહ્યા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, 'અથાગ પ્રયાસોથી શાંતિ મળી છે, તેથી આ સમકાલીન ઇતિહાસના સૌથી મહાન દિવસોમાંથી એક છે. પ્રમુખ ટ્રમ્પના નેતૃત્વ હેઠળના પ્રયાસો... તેમણે દુનિયાને શાંતિ અને સમૃદ્ધિ સાથે રહેવા યોગ્ય બનાવવા માટે દિવસ-રાત અથાગ પરિશ્રમ કર્યો છે.'

આ પણ વાંચો: 'સુંદર દેખાઓ છો પણ સ્મોકિંગ છોડો...', તૂર્કિયેના પ્રમુખે ઇટાલીના મેલોનીને કરી અપીલ; જુઓ શું જવાબ મળ્યો

ટ્રમ્પ અત્યાર સુધી ભારત-પાકિસ્તાન વિવાદ સહિત સાત વિવાદો ઉકેલવાનો દાવો કરતા હતા, પરંતુ હવે ઇઝરાયલ-ગાઝા યુદ્ધને જોડતા આ સંખ્યા આઠ થઈ ગઈ છે. ટ્રમ્પે 10 મેના રોજ સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે અમેરિકાની મધ્યસ્થીથી ભારત અને પાકિસ્તાન સીઝફાયર માટે સહમત થયા છે. અમેરિકન પ્રમુખએ ડઝનબંધ વખત ભારત-પાકિસ્તાન સંઘર્ષના સમાધાનમાં મદદ કરવાનો દાવો દોહરાવ્યો છે.

જોકે, ભારતે સતત સ્પષ્ટતા કરી છે કે પાકિસ્તાન સાથે સંઘર્ષ સમાપ્ત કરવા પર સહમતિ બંને સેનાઓના ડીજીએમઓ (DGMOs) વચ્ચેની સીધી વાતચીતથી થઈ હતી.