Get The App

'સુંદર દેખાઓ છો પણ સ્મોકિંગ છોડો...', તૂર્કિયેના પ્રમુખે ઇટાલીના મેલોનીને કરી અપીલ; જુઓ શું જવાબ મળ્યો

Updated: Oct 14th, 2025

GS TEAM

Google News
Google News
Tayyip Erdogan Giorgia Meloni Over Smoking

Tayyip Erdogan Giorgia Meloni Over Smoking: ઇજિપ્તના શર્મ અલ-શેખ રિસોર્ટમાં સોમવારે ગાઝા યુદ્ધને સમાપ્ત કરવા માટે આયોજિત આંતરરાષ્ટ્રીય શાંતિ સંમેલનમાં અનેક વૈશ્વિક નેતાઓ એકઠા થયા હતા. આ સંમેલનમાં તૂર્કિયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન, જર્મનીના ચાન્સલર, કતરના અમીર, ઇજિપ્તના રાષ્ટ્રપતિ, ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની, બ્રિટન, ફ્રાન્સ અને જોર્ડનના પ્રમુખોએ ભાગ લીધો હતો.

ગાઝા સંઘર્ષ પર શાંતિ મિશન: તુર્કીના રાષ્ટ્રપતિની સક્રિય ભૂમિકા

આ ઉચ્ચસ્તરીય મુલાકાતનો મુખ્ય હેતુ ગાઝામાં સંઘર્ષ સમાપ્ત કરી ક્ષેત્રમાં કાયમી શાંતિનો માર્ગ શોધવાનો હતો. સંમેલન દરમિયાન, એર્દોગન ખૂબ સક્રિય રહ્યા, તેમણે અનેક નેતાઓ સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ કર્યો અને મજાક દ્વારા વાતાવરણ હળવું કર્યું. આ ઉપરાંત એર્દોગને ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને પણ હસી-મજાકમાં સ્મોકિંગ છોડવાની સલાહ આપી.

સ્મોકિંગ છોડાવવાનો મજાક: શાંતિ સંમેલનમાં એર્દોગન અને મેલોનીનો હળવો ક્ષણ

સંમેલન દરમિયાન એક હળવી પળમાં, એર્દોગને મેલોનીને મજાકમાં કહ્યું, 'તમે ખૂબ સારા લાગી રહ્યા છો, પણ મારે તમારું સ્મોકિંગ છોડાવવું પડશે.'

આ વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. નજીક ઉભેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંએ હસતાં હસતાં કહ્યું, 'આ અશક્ય છે.'

જવાબમાં મેલોની હસીને બોલ્યાં, 'મને ખબર છે… પણ જો મેં સ્મોકિંગ છોડી દીધું તો હું કદાચ ઓછી સામાજિક થઈ જઈશ, હું કોઈને મારવા નથી માંગતી.'

રિપોર્ટ્સ મુજબ, એર્દોગને મજાકમાં એમ પણ કહ્યું કે, 'તૂર્કિયે 'સ્મોક-ફ્રી ફ્યુચર' એટલે કે ધૂમ્રપાન-મુક્ત ભવિષ્યની દિશામાં કામ કરી રહ્યું છે, તેથી હું જ્યાં પણ જઉં છું લોકોને સિગારેટ છોડવા માટે પ્રરિત કરુ છુ.' 

આ પણ વાંચો: શાહબાઝ શરીફ સામે જ ટ્રમ્પે કર્યા ભારતના વખાણ, કહ્યું- PM મોદી મારા ખૂબ સારા મિત્ર

નેતન્યાહૂની ગેરહાજરી પર ઉઠ્યા સવાલ

જો કે, સંમેલનમાંથી ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની ગેરહાજરી સૌથી વધુ ચર્ચામાં રહી, જે અંગે તેમની ઓફિસે અગાઉથી જ સ્પષ્ટતા કરી દીધી હતી.

સૂત્રો અને તૂર્કિયેના એક અધિકારી અનુસાર, તૂર્કિયેના રાષ્ટ્રપતિ એર્દોગન અને અન્ય કેટલાક નેતાઓએ રાજદ્વારી રીતે નેતન્યાહૂની સંભવિત ભાગીદારીનો વિરોધ કર્યો હતો. નેતન્યાહૂની ઓફિસે આ અંગે કોઈ તાત્કાલિક પ્રતિક્રિયા આપી નહોતી.

'સુંદર દેખાઓ છો પણ સ્મોકિંગ છોડો...', તૂર્કિયેના પ્રમુખે ઇટાલીના મેલોનીને કરી અપીલ; જુઓ શું જવાબ મળ્યો 2 - image