Get The App

૧૫૦૦૦ કિમી દૂર ગુયાનાની સંસદમાં કેમ ગુંજયો હિંદીનો નાદ ?

ગુયાના દક્ષિણ અમેરિકાના ઉત્તર પૂર્વી તટ પર આવેલો છે.

અહીંની સંસ્કૃતિ પર ભારતીય સંસ્કૃતિનો ઉંડો પ્રભાવ છે.

Updated: Feb 10th, 2026

GS TEAM

Google News
Google News
૧૫૦૦૦ કિમી દૂર ગુયાનાની  સંસદમાં કેમ ગુંજયો હિંદીનો નાદ ? 1 - image

નવી દિલ્હી,૧૦ ફેબુ્આરી,૨૦૨૬,મંગળવાર 

હિંદી દુનિયાની સૌથી બોલાતી ટોપ ૧૦ ભાષાઓમાં સ્થાન છે. હિંદીને ભારતની ગંગાનું બિરુદ આપવામાં આવે છે. ભારતની  સંસદના બંને ગૃહો (ઉપલા રાજસભા અને નિચલા લોકસભા)માં માનનીય અધ્યક્ષ મહોદય, આદરણીય સદસ્યનો ધ્વની સંભળાય છે પરંતુ ભારતની બહાર એક દેશની સંસદની ચર્ચામાં હિંદીના નાદ ગુંજયો જેની ભારતમાં ચર્ચા થવા લાગી છે. આ દેશ દક્ષિણ અમેરિકા ખંડનો ગુઆના છે. ગુયાના દક્ષિણ અમેરિકાના ઉત્તર પૂર્વી તટ પર આવેલો છે. ગુયાનાની ૪૦ ટકા વસ્તી ભારતીય મૂળની છે. અહીંની સંસ્કૃતિ પર ભારતીય સંસ્કૃતિનો ઉંડો પ્રભાવ જોવા મળે છે.

અહીંના જાહેર જીવનમાં જ નહી સંસદમાં પણ હિંદી ભાષાનો ઉપયોગ થાય છે. ભારતથી લગભગ ૨૧૦ વર્ષ પહેલા બિહાર અને ઉત્તરપ્રદેશના લોકો ગિરમિટિયા મજદૂર તરીકે ગુયાના લઇ જવાયા હતા. એક માહિતી મુજબ ૧૯૧૭માં ઉત્તરપ્રદેશ અને બિહારથી ૨.૪ લાખથી વધુ ભારતીયો શેરડીના ખેતરોમાં કરવા માટે ગુયાના ગયા હતા. અંગ્રેજી સરકાર ગિરમિટિયા પાસે ખેતી અને આનુંસાંગિક કામ કરાવતી હતી.સતત સંઘર્ષો અને મુશ્કેલીઓ વચ્ચે ભારતીય મૂળના લોકોની પેઢીઓએ પ્રગતિ કરી છે. વાત એમ હતી કે માનનીય અધ્યક્ષ મહોદય, આદરણીય સદસ્ય માનનીય વિષ્ણુ પાંડે, મૈ અભી ઇસી વકત ઉનકો ચુનૌતી દેતા હું કી કિસી ભી સ્તર પર, કિસી ભી જગહ પર આકર વિષય વો તય કરેંગે.

૧૫૦૦૦ કિમી દૂર ગુયાનાની  સંસદમાં કેમ ગુંજયો હિંદીનો નાદ ? 2 - image

ભારતીય સંસદની પ્રતિકૃતિ જેવા શબ્દો હજારો કિમી દૂર ગુયાનાની સંસદમાં બોલાયા હતા. ગુયાનાની સંસદમાં સત્તા પક્ષ અને પ્રતિ પક્ષના સદસ્ય વચ્ચે તીખી ચર્ચા ચાલતી હતી.  ગુયાનાના કૃષિ રાજયમંત્રી અને ભારતીય મૂળના સાંસદ વિકાસ રામકિસૂન પર વિપક્ષી સદસ્યોએ હિંદી બોલવાની ક્ષમતા પર સવાલ કર્યો હતો. વિપક્ષી સાંસદ વિષ્ણુ પાંડે સહિત બીજા સાંસદોએ દાવો કર્યો હતો કે રામકિસૂનને હિંદી આવડતી નથી અને સમજી પણ શકતા નહી.આ આરોપથી રામકિસૂન ગુસ્સે થયા હતા. સ્પીકરથી  સંમતિ માંગીને રામકિસૂને તરત જ શુધ્ધ હિંદીમાં સ્પીચ આપીને ઉત્તર વાળ્યો હતો.ગુયાનામાં ભારતમાં ઉચ્ચાયુકતે આનો વીડિયો એકસ પર પોસ્ટ કર્યો હતો.