ડોનાલ્ડ ટ્રમ્પે હાર્વર્ડ યુનિવર્સિટીનું 2.2 અબજ ડૉલરનું અનુદાન કેમ અટકાવ્યું ?
ટ્રમ્પ શાસને હાર્વર્ડને યોગ્યતા આધારિત પ્રવેશ આપવા પર ભાર મુકયો
સરકારે ફેસ માસ્ક પહેરવા પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી
ન્યૂયોર્ક, ૧૫ એપ્રિલ, ૨૦૨૫, મંગળવાર
અમેરિકાએ એજ્યુકેશન મા વિખ્યાત ગણાતી હાર્વર્ડ યુનિવર્સિટીને આપવામાં આવતી 2.2 અબજ અમેરિકી ડૉલરથી વધુના અનુદાન અને સહાય પેકેજ પર પ્રતિબંધ મૂક્યો છે. આથી હાર્વર્ડ યુનિવર્સિટી સત્તાવાળાઓ અને સરકાર વચ્ચે વિવાદ વધે તેવી શકયતા છે. હાર્વર્ડનું અનુદાન અટકાવવા માટેનું કારણ વિધાર્થીઓ દ્વારા વધતાં જતાં વિરોધ પ્રદર્શન અને સક્રિયતાને માનવામાં આવે છે.
ટ્રમ્પ શાસને હાર્વર્ડને લખેલા પત્રમાં વ્યાપક નેતૃત્વ સુધારણા અંર્તગત યોગ્યતા આધારિત પ્રવેશ અને પદ ભરતીના નિયમો તૈયાર કરવા જણાવ્યું હતું. વિવિધતા સંબંધી વિચારો અને ઊભા થઈ રહેલા નેતૃત્વના પણ લેખા જોખા કરવા પર ભાર મૂક્યો હતો એટલું જ નહી ચહેરા પર પહેરવામાં આવતાં માસ્ક પર પણ પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. માસ્કનો નિયમ પેલેસ્ટાઇનીઓના સમર્થનમાં થતાં પ્રદર્શનને ધ્યાનમાં રાખીને સૂચવવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.
હાર્વર્ડના અધ્યક્ષ એલન ગાર્બરે સરકારની શરતો અંગે હાર્વર્ડ સમુદાયને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે આ શરતો યુનિવર્સિટીના પ્રથમ સંશોધન અધિકારોનું ઉલંઘન કરે છે. શીર્ષક 6 હેઠળ સરકાર પોતાના અધિકારની કાયદેસરની મર્યાદા પાર કરી રહી છે.
ગાર્બરે દલીલ કરી છે કે કોઈ પણ સરકાર, કોઈ પણ પાર્ટી ખાનગી યુનિવર્સિટી શું ભણાવી શકે અને કોને પ્રવેશ આપે કે નિયુકિત કરે તે અંગે દિશા નિર્દેશ કે આદેશ આપી શકે નહીં. હાર્વર્ડ યુનિવર્સિટીએ યહુદી વિરોધી લાગણીઓ ભડકાવે તે પ્રકારના વ્યાપક સુધારા કરવા પર ભાર મૂક્યો છે.