Get The App

કોણ છે મેદવેદેવ? જેમના નિવેદનથી ભડકેલા ટ્રમ્પે રશિયાની આસપાસ ન્યુક્લિયર સબમરીન ઉતારી દીધી

Updated: Aug 2nd, 2025

GS TEAM

Google News
Google News
Russia Ex President Dmitry Medvedev


Russia Ex President Dmitry Medvedev: રશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવની 'ડેડ હેન્ડ' ચેતવણી બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેને સીધી પરમાણુ ધમકી માની લીધી છે અને રશિયા નજીક બે પરમાણુ સબમરીન તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. જેના કારણે અમેરિકા અને રશિયા વચ્ચે તણાવ વધી ગયો છે. 

શું છે આખો મામલો?

ગયા અઠવાડિયે, યુએસ પ્રમુખ ટ્રમ્પે ભારત અને રશિયાને 'ડેડ ઈકોનોમી' કહીને મોટો વિવાદ ઊભો કર્યો હતો. આ સાથે રશિયાને ચેતવણી આપી હતી કે જો વ્લાદિમીર પુતિન યુક્રેનમાં યુદ્ધવિરામ માટે સંમત નહીં થાય, તો યુએસ રશિયા પર વધુ કડક પ્રતિબંધો લાદશે. જવાબમાં, મેદવેદેવે યુએસને રશિયાની ન્યુક્લિયર સિસ્ટમ 'ડેડ હેન્ડ'ની યાદ અપાવી હતી. જે એક એવી સિસ્ટમ છે કે જો રશિયા પર પહેલા હુમલો કરવામાં આવે છે તો આ સિસ્ટમ આપમેળે જ જવાબી પરમાણુ હુમલો કરી દે છે. 

ટ્રમ્પે આ નિવેદનને ગંભીર ખતરો ગણાવ્યો અને રશિયા નજીક પરમાણુ સબમરીન તૈનાત કરવાનો આદેશ આપ્યો. આ સાથે જ ટ્રમ્પે  મેદવેદેવને નિષ્ફળ રાષ્ટ્રપતિ ગણાવીને તેમને હદમાં રહેવાની ધમકી પાન આપી.  

કોણ છે દિમિત્રી મેદવેદેવ?

દિમિત્રી મેદવેદેવ એક અગ્રણી રશિયન રાજકારણી છે, જેમણે 2008 થી 2012 સુધી રશિયાના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. તે સમયે બંધારણને કારણે વ્લાદિમીર પુતિન રાષ્ટ્રપતિ બની શક્યા ન હતા, આથી મેદવેદેવે રશિયાના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. 

તેમનો જન્મ લેનિનગ્રાડ (હવે સેન્ટ પીટર્સબર્ગ)માં થયો છે. તેઓ વ્યવસાયે વકીલ છે. તેઓ 1990 ના દાયકાથી પુતિનના સહયોગી છે. રાષ્ટ્રપતિ બનતા પહેલા, તેમણે ગેઝપ્રોમના અધ્યક્ષ, નાયબ વડા પ્રધાન અને ચીફ ઓફ સ્ટાફ જેવા મહત્ત્વપૂર્ણ પદો સંભાળ્યા હતા. તેમજ રાષ્ટ્રપતિ તરીકે તેમણે ન્યૂ સ્ટાર્ટ પરમાણુ સંધિ અને પોલીસ સુધારણા જેવા શાંતિપૂર્ણ પગલાં પણ લીધાં હતા. તેઓ 2020 સુધી રશિયાના રાષ્ટ્રપતિ પદ પર હતા, હવે તેઓ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ છે. 

આ પણ વાંચો: SCO સમિટમાં બે દેશોનું નામ જોઈ ભડક્યું ભારત, કહ્યું - 'આ તો આતંકવાદના સમર્થકો છે...'

મેદવેદેવ રશિયાના આધુનિક ઇતિહાસમાં એક ઉદાર અને ટેક-સેવી નેતા તરીકે જાણીતા છે તેમણે રાષ્ટ્રપતિ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન રશિયાના ડિજિટલ અર્થતંત્ર અને નવીનતાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો હતો. જયારે મેદવેદેવ રાષ્ટ્પતિ પદ પર હતા ત્યારે તેમને 

ઉદાર અને પ્રગતિશીલ ચહેરો માનવામાં આવતા હતા, પરંતુ 2022માં યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી, તેમનું રૂપ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. હવે તેઓ સતત પશ્ચિમી દેશોને પરમાણુ હુમલાની ધમકીઓ આપે છે, અને સોશિયલ મીડિયા પર અમેરિકન અને યુરોપિયન નેતાઓને ટોણા મારે છે.

કોણ છે મેદવેદેવ? જેમના નિવેદનથી ભડકેલા ટ્રમ્પે રશિયાની આસપાસ ન્યુક્લિયર સબમરીન ઉતારી દીધી 2 - image

 

Tags :