ભારતે પાકિસ્તાન સીમા પર યુધ્ધાભ્યાસ માટે બહાર પાડેલ નોટામ શું છે ?
નોટામ એટલે કે નોટિસ ટૂ એર મિશન સિસ્ટમ બહાર પાડવામાં આવ્યું છે.
૭ મે ના રોજ દેશના ૨૪૪ જિલ્લાઓમાં મોક ડ્રિલ યોજાઇ રહયું છે

નવી દિલ્હી,૬ મે,૨૦૨૫,મંગળવાર
ભારત અને પાકિસ્તાન વચ્ચે પહલગામ હુમલા પછી સરહદે તંગદિલી જોવા મળે છે. ભારત કોઇ સૈન્ય કાર્યવાહી કરશે એવો પાકિસ્તાનને ડર સતાવે છે. આવા સંજોગોમાં ભારતે પાકિસ્તાન સરહદે યુદ્ધાભ્યાસ માટે નોટામ એટલે કે નોટિસ ટૂ એર મિશન સિસ્ટમ બહાર પાડયું છે. ૭ મે ના રોજ દેશના ૨૪૪ જિલ્લાઓમાં મોક ડ્રિલ યોજાઇ રહયું છે જેને નોટમ સાથે જોડવામાં આવી રહયું છે. નોટમ એક એવી નોટિસ છે જેમાં કોઇ વિમાનિકી સુવિધા, સેવા, પ્રક્રિયા કે ખતરાની જાણકારી માટે હોય છે. પાકિસ્તાન સાથે સંકળાયેલા જિલ્લાઓમાં પણ મોક ડ્રિલ યોજાઇ શકે છે.
આથી જ તો ભારતે નોટમ બહાર પાડયો છે. નોટામનો વ્યાપ કરાચી અને ભોલારીની નજીર સામરિક હવાઇ ક્ષેત્રને કવર કરે છે. ભોલારીમાં પાકિસ્તાની વાયુસેના એફ-૧૬ જેટ વિમાન તૈનાત છે. ભોલારીમાં હાલમાં જ ચીન અને પાકિસ્તાનનું સંયુકત શાહિન અભ્યાસ કેેદ્ર રહયું હતું. ૨૦૧૯માં બાલાકોટ દરમિયાન પાકિસ્તાન એર ફોર્સનું ધ્યાન ભટકાવવા માટે આ પ્રકારના હવાઇ ક્ષેત્રનો ઉપયોગ કર્યો હતો. ભારતે પાકિસ્તાનના મહત્વપૂર્ણ એરબેસ પાસે પોતાની હિલચાલ વધારવાનો સંકેત આપ્યા છે.

