mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ભૂખમરાથી બેહાલ પાકિસ્તાનના લીધે ભારત બાસમતી ચોખાને લઈને પણ ટેન્શનમાં, જાણો શું છે કારણ

Updated: Apr 3rd, 2024

ભૂખમરાથી બેહાલ પાકિસ્તાનના લીધે ભારત બાસમતી ચોખાને લઈને પણ ટેન્શનમાં, જાણો શું છે કારણ 1 - image
Image Twitter 

Pakistan stole rice from India : દુનિયાભરમાં બદનામ એવા પાકિસ્તાને હવે ભારતમાંથી ચોખા ચોરવા પર ઉતરી આવ્યું છે. ભારતીય વિજ્ઞાનીઓ દ્વારા વિકસિત બાસમતીની સુધારેલી જાતના બિયારણની ચોરી કરીને ગેરકાયદે ખેતી કરે છે. ભારતીય એગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે IARI ના વિજ્ઞાનીઓને માહિતી મળી છે કે પાકિસ્તાને ભારત દ્વારા વિકસિત બાસમતીની 6 પ્રકારની જાતોની ચોરી કરીને ગેરકાયદે રીતે તેની ખેતી અને વેચાણ કરી રહ્યું છે. હાલમાં જ પાકિસ્તાનના મુલતાન, બહાવલનગર, હાફિઝાબાદ જેવા વિસ્તારોમાં કામ કરતી કેટલીક બિયારણ કંપનીઓએ આવા વીડિયો જાહેર કર્યા છે જેના કારણે ભારતના કૃષિ વિજ્ઞાનીઓ ટેન્શનમાં છે. આ ભારત માટે કેમ ચિંતાજનક છે?

ચાલો વિગતવાર સમજીએ...

વિજ્ઞાનીઓ કઈ વાતથી છે ચિંતિત ?

ભારતીય કૃષિ વિજ્ઞાનીઓ  IARI (ભારતીય કૃષિ સંશોધન સંસ્થા) દ્વારા વિકસિત બાસમતી ચોખાની સુધારેલી અને ઉચ્ચ ઉપજ આપતી જાતોની કથિત બિયારણની ચોરી કરી પાકિસ્તાનમાં ગેરકાયદે ખેતી કરે છે જેને લઈને વિજ્ઞાનીઓ તણાવમાં છે. વર્ષ 2023 માં આશરે 21 લાખ હેક્ટરમાં સુગંધિત બાસમતી ચોખાની ખેતી કરી હતી, જેમાંથી 89% ખેડૂતોએ IARI દ્વારા વિકસિત બાસમતી બીજનો ઉપયોગ કર્યો હતો. પુસા બાસમતી (PB) લેબલથી ઓળખાતી આ જાતો દેશના $5-5.5 બિલિયન ડોલરના વાર્ષિક બાસમતી નિકાસમાં 90%થી વધારે ભાગીદારી ધરાવે છે.

પાકિસ્તાન ક્યા બાસમતી ચોરી રહ્યું છે?

પરંપરાગત લાંબા બાસમતી ચોખાની જાતો જેવી કે, તરૌરી (HBC-19), દેહરાદૂન (ટાઈપ-3), CSR-30 અને બાસમતી-370 - ઓછી ઉપજ આપતી હતી. તેમાં પ્રતિ એકર માંડ 10 ક્વિન્ટલ ડાંગરનું ઉત્પાદન થતું હતું. તેમની નર્સરીથી વાવણી, લણણી સુધી 160 દિવસનો ટાઈમ લાગી જતો હતો, જ્યારે IARI દ્વારા વિકસાવેલી નવી જાતો ખૂબ જ ઓછા દિવસોમાં વધુ પાક આપે જ છે અને તેની સાથે સાથે તેના છોડની ઊંચાઈ પણ ઓછી હોય છે. IARIએ આ પ્રકારની પહેલી જાત PB-1 વર્ષ 1989માં વાણિજ્યિક ખેતી માટે જાહેર કરી હતી. તેની ઉપજ 25-26 ક્વિન્ટલ/એકર હતી અને તે 135-140 દિવસમાં પાકી જાય છે. હકીકતમાં પાકિસ્તાને ભારત દ્વારા વિકસિત બાસમતીની 6 પ્રકારની જાતોની ચોરી કરીને ગેરકાયદે રીતે તેની ખેતી અને વેચાણ કરી રહ્યું છે.

IARIએ સતત બાસમતીની નવી જાતો તૈયાર કરી 

IARIએ આ પછી સતત બાસમતીની નવી જાતો વિકસાવવાનું ચાલુ રાખ્યું. જેમાં 2003માં  PB-1121 બહાર પાડી હતી, જે 140-145 દિવસમાં પાકે છે અને 20-21 ક્વિન્ટલ/એકર ઉપજ આપે છે. આ પ્રકારની જાતના ચોખાની લંબાઈ પણ 8 મિ.મી. સુધીની હોય છે. વળી, તે રાંધવામાં આવે છે ત્યારે તે વધીને 21.5 મિ.મી. થઈ જાય છે. ત્યાર પછી PB-6 (PB-1 અને PB-1121નું મિશ્રણ, 2010માં બહાર પડ્યું) અને PB-1509 (2013) આવ્યા. IARIએ પાછળથી PB-1121 (PB-1718 અને PB-1885), PB-1509 (PB-1692 અને PB-1847) અને PB-6 (PB-1886) ની વધુ સુધારેલી જાતો તૈયાર કરી હતી.

ભારત માટે કેમ ચિંતાનો વિષય છે?

હાલનાં વર્ષોમાં પાકિસ્તાનની બાસમતી ચોખાના નિકાસમાં ઘટાડો થયો છે. આમ છતાં ભારતીય બાસમતીની નવી વેરાયટીની ચોરી ચિંતાનું કારણ છે. નિષ્ણાતોના મતે બાસમતી ચોખા મુખ્યત્વે ભારત અને પાકિસ્તાનમાં ઉગાડવામાં આવે છે. પાકિસ્તાન મુખ્યત્વે સુપર બાસમતીની નિકાસ કરે છે, જે લાહોર નજીકના કાલા શાહ કાકુમાં ઉગાડવામાં આવે છે. આ જાત IARI દ્વારા વિકસાવાયેલી PB-1 જેવી જ જાત છે. જે 1996માં બહાર પાડવામાં આવેલી. આ જાતે પાકિસ્તાને બ્રાઉન (અનપોલિશ્ડ/હસ્ક્ડ) બાસમતી ચોખા માટે EU-યુનાઇટેડ કિંગડમ માર્કેટમાં 66-70% હિસ્સો મેળવવામાં મદદ કરી છે. સપ્ટેમ્બર 2023 સુધીમાં આ ભાગીદારી વધીને 85% થઈ ગઈ છે. 

ભારત કેટલી નિકાસ કરે છે ?

આ સમગ્ર વિવાદને સમજતા પહેલા ભારતની ચોખાની નિકાસના તાજેતરના આંકડા પર એક નજર કરવી જરૂરી છે. ભારતે એપ્રિલ-જાન્યુઆરી 2022-23માં $371.1 બિલિયનના ચોખાની નિકાસ કરી હતી, જ્યારે એપ્રિલ-જાન્યુઆરી 2023-24માં તેણે $353.6 બિલિયનના ચોખાની નિકાસ કરી હતી. એટલે કે ભારતની કુલ વેપારી નિકાસમાં 5%નો ઘટાડો થયો છે. પરંતુ આ જ સમયગાળા દરમિયાન બાસમતી ચોખાની નિકાસમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. એપ્રિલ-જાન્યુઆરી 2022-23ની સરખામણીએ એપ્રિલ-જાન્યુઆરી 2023-24માં લગભગ 12.3% વધુ બાસમતી ચોખાની નિકાસ કરવામાં આવી હતી.


Gujarat