Get The App

શું છે એપસ્ટિન ફાઈલ્સ? જેમાં ટ્રમ્પનું નામ હોવાનો મસ્કનો દાવો, હાઈ પ્રોફાઇલ લોકો કરતાં હતા સગીરાઓનું શોષણ

Updated: Jun 6th, 2025

GS TEAM


Google News
Google News
શું છે એપસ્ટિન ફાઈલ્સ? જેમાં ટ્રમ્પનું નામ હોવાનો મસ્કનો દાવો, હાઈ પ્રોફાઇલ લોકો કરતાં હતા સગીરાઓનું શોષણ 1 - image


Donald Epstein Files: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને બિઝનેસ ટાયકૂન ઈલોન મસ્કની મિત્રતા લગભગ ખતમ થઈ ગઈ છે. બંને વચ્ચે શરૂ થયેલો આ વિવાદ હવે રાજકીય તોફાન ઊભું કરી રહ્યો છે. 'વન બિગ બ્યુટીફૂલ બિલ'થી શરૂ થયેલા વિવાદ હવે વ્યક્તિગત પ્રહાર, સરકારી કરાર રદ કરવાની ધમકી અને સરકારી નિતિ પર અસર પહોંચાડવા સુધી પહોંચી ગયો છે. ટ્રમ્પ સાથે ઘર્ષણ બાદ મસ્કને આર્થિક સ્તરે પણ સંકટ ઊભું થતું દેખાઈ રહ્યું છે. 

ઈલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેક્સ બિલને લઈને પ્રહાર કર્યો તો તેની અસર ટેસ્લાના શેર્સ પર પણ જોવા મળી. કાર બનાવનારી કંપનીના શેરમાં 5 જૂને બજાર બંધ થતા સુધીમાં 14 ટકાનો ઘટાડો નોંધાયો. જેનાથી કંપનીના બજાર મૂલ્યમાં 150 બિલિયન ડૉલરનો ઘટાડો આવ્યો. 

આ પણ વાંચોઃ ‘ચાર દિન કી ચાંદની’ જેવી ટ્રમ્પની દોસ્તીઃ ભારત હોય કે ચીન, તરંગી સ્વભાવના ટ્રમ્પ કોઈના સગા નથી

ટ્રમ્પ અને મસ્ક વચ્ચે કેમ શરૂ થયો વિવાદ? 

હકીકતમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચે વિવાદનું કારણ 'વન બિગ બ્યૂટીફુલ બિલ' છે, આ ટેક્સ અને ખર્ચ સાથે જોડાયેલું બિલ છે. મસ્કે આ બિલની આકરી ટીકા કરતા કહ્યું હતું કે, આ જનતાના પૈસાનો વેડફાડ છે. તેમણે એક્સ પર લખ્યું, 'આ બિલ મને એકવાર પણ બતાવવામાં નથી આવ્યું. રાતો રાત તેને એટલી ઝડપથી પસાર કરવામાં આવ્યું કે, મોટાભાગના કોંગ્રેસના સભ્યો તેને વાંચી નથી શક્યા.'


સબસિડી ખતમ કરવાની આપી ધમકી

ઈલોન મસ્કની ટીકા પર ડોનાલ્ડ ટ્રમ્પે નારાજગી જાહેર કરી છે. જર્મન ફ્રેડરિક મર્ઝ સાથે એક પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે મસ્ક પર કટાક્ષ કરતા કહ્યું કે, 'હું ઈલોન મસ્કથી નારાજ છું. મેં તેની ઘણી મદદ કરી છે. મસ્ક ઇલેક્ટ્રિક વ્હીકલ સબસિડીમાં ઘટાડાના કારણે પરેશાન છે.'

અમેરિકન પ્રમુખે મસ્ક સરકારની સબસિડી અને કોન્ટ્રાક્ટ ખતમ કરવાની ધમકી આપી છે. આ સિવાય તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ પર લખ્યું કે, 'બજેટમાં બચતની સૌથી સરળ રીત છે મસ્કની સબસિડી અને કોન્ટ્રાક્ટને ખતમ કરવો. મને નવાઈ લાગે છે કે, જો બાઈડેને આ પગલું હજુ સુધી કેમ નહોતું લીધું?'

આ પણ વાંચોઃ 'ચીનને અવગણી ન શકાય', ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે અમેરિકામાં શશી થરૂરની ડ્રેગન અંગે પ્રતિક્રિયા

મસ્કનો વળતો જવાબ

ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ટેસ્લા અને સ્પેસ એક્સના સીઈઓ ઈલોન મસ્કે સ્પેસ એક્સના ડ્રેગન અંતરિક્ષ યાનને રિટાયર કરવાની જાહેરાત કરી. આ સિવાય મસ્કે ટ્રમ્પ પર એક ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યો અને કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પનું નામ જેફરી એપસ્ટિનની સીલબંધ ફાઇલમાં છે. આ જ કારણ છે કે, ફાઇલ્સ જાહેર કરવામાં નથી આવી.' મસ્કનું આ નિવેદનથી રાજકારણમાં વિવાદનો મુદ્દો બન્યો છે. 


ઈલોન મસ્કની એક્સ પોસ્ટ પર એક અન્ય પોસ્ટનું સમર્થન પણ કર્યું, જેમાં કહેવામાં આવ્યું હતું કે, પ્રમુખ ટ્રમ્પ સામે મહાભિયોગ લાવવું જોઈએ અને જેડી વેન્સને પ્રમુખ બનાવવા જોઈએ. મસ્કે સીધું 'YES' લખીને આ નિવેદનનું સમર્થન કર્યું. મસ્ક આટલેથી ન રોકાયા અને તેમણે પોતાના સમર્થકોનું મંતવ્ય માંગ્યું અને પૂછ્યું કે શું અમેરિકામાં એક નવી રાજકીય પાર્ટી બનાવવાનો સમય આવી ગયો છે? 

મસ્કે એવો પણ દાવો કર્યો કે, 'મારી વિના ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી પણ ન જીતી શકત. ડેમોક્રેટ હાઉસ ઉપર કબ્જો કરી લેત અને રિપબ્લિકન ફક્ત સામાન્ય બહુમત સાથે સિનેટમાં હોત.'

જેફરી એપસ્ટિન સાથે જોડાયેલો વિવાદ શું છે? 

જેફરી એપસ્ટિન એક અમેરિકન બિઝનેસમેન હતો. જેના પર વર્ષ 2019માં તસ્કરી અને સગીર યુવતીઓનું શોષણ કરવાનો ગંભીર આરોપ હતો. આ મામલો ત્યારે સામે આવ્યો, જ્યારે વર્જીનિયા ગ્રિફે નામની મહિલાએ સામે આવીને ખુલાસો કર્યો. ગ્રિફેએ જણાવ્યું કે, એપસ્ટિન અને તેમની સહયોગી ઘિસલીન મેક્સવેલે તેમને 1999થી 2002 વચ્ચે અનેક લોકો પાસે મોકલ્યા હતા, તેમાં બ્રિટનના પ્રિન્સ એન્ડ્ર્યુ અને ફ્રાન્સના મોડેલિંગ એજન્ટ જીન-લ્યૂક બ્રનેલ સામેલ હતા. 

એપસ્ટિને વર્ષ 2019માં ધરપકડ કરવા આવ્યા હતા. જેલમાં જ તેમનું મોત થઈ ગયું હતું. જેને સત્તાવાર રીતે આત્મહત્યા જણાવવામાં આવ્યા. એપસ્ટિન પર 2002થી 2005 વચ્ચે ન્યૂયોર્ક અને ફ્લોરિડા સ્થિત પોતાના ઘરમાં અનેક યુવતીઓના યૌન શોષણનો આરોપ હતો. 

આ વર્ષે એપસ્ટિન સાથે જોડાયેલી અમુક ફાઇલ્સ જાહેર કરવામાં આવી હતી. તેમાં અનેક મુખ્ય જાણકારી અને તેમના હાઇ-પ્રોફાઇલ સંપર્કોનો ઉલ્લેખ કર્યો હતો. ઝેફરી એપસ્ટિને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકનો મિત્ર માનવામાં આવતા હતા. જોકે, જેટલી ફાઇલ જાહેર કરવામાં આવી હતી, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પનું નામ નહતું. પરંતુ ટ્રમ્પ અને એપસ્ટિનના કથિત સંબંધોને લઈને લાંબા સમય સુધી તપાસની માંગ ઉઠી રહી છે. 

Tags :