Get The App

'હવે વાત ત્યારે કરીશું જ્યારે મુદ્દો ઉકેલાશે...' 50% ટેરિફ બાદ પણ ભારત સામે ટ્રમ્પની કડકાઈ

Updated: Aug 8th, 2025

GS TEAM

Google News
Google News
'હવે વાત ત્યારે કરીશું જ્યારે મુદ્દો ઉકેલાશે...' 50% ટેરિફ બાદ પણ ભારત સામે ટ્રમ્પની કડકાઈ 1 - image


Donald Trump News : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફ અંગે વધુ એક મોટું નિવેદન આપ્યું છે. એક પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે સ્પષ્ટતા કરી હતી કે જ્યાં સુધી આ મુદ્દો ઉકેલાશે નહીં ત્યાં સુધી ભારત સાથે વેપાર મંત્રણાનો સવાલ જ નથી. 

ટ્રમ્પની ચોખ્ખી વાત... 

એક સમાચાર એજન્સીએ ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે, "શું તમે ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફને કારણે વેપાર વાટાઘાટો ઝડપી થવાની અપેક્ષા રાખો છો?" આ અંગે ટૂંકો જવાબ આપતા ટ્રમ્પે કહ્યું, 'ના, જ્યાં સુધી અમે તેનો ઉકેલ ન લાવીએ ત્યાં સુધી નહીં.'

હાલ બંને દેશોના સંબંધોમાં તણાવ 

ટ્રમ્પનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટેરિફ અંગે ભારત-અમેરિકા વેપાર સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે. ભારત અમેરિકા દ્વારા 50 ટકા ટેરિફ એકપક્ષીય લાદવા અંગે ચિંતિત છે  અને આ મુદ્દાને લઈને બંને દેશો વચ્ચે રાજદ્વારી વાટાઘાટો ચાલી રહી છે.

Tags :