ઉત્તર-દક્ષિણ કોરીયા વચ્ચે યુદ્ધના એંધાણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- બંને દેશના લશ્કર સામસામે ગમે ત્યારે ભડકો થશે
- દક્ષિણ કોરીયા સાથેની સરહદને સીલ કરી દેવાઈ, શસ્ત્રો મ્યાનમાંથી બહાર કઢાયા, હવે ફક્ત આદેશની તૈયારી
સીઓલ : વિશ્વ વધુ એક જંગના આરે છે. ઉત્તર કોરીયા અને દક્ષિણ કોરીયા વચ્ચે ગમે ત્યારે યુદ્ધનો ભડકો થાય તેમ છે. બંને દેશના લશ્કર સરહદ પર સામસામે આવી ગયા છે. એકબીજાને હોકારા પડકારા કરી રહ્યા છે. કિમ જોંગ ઉનની બહેને સરહદ પર તૈયારીઓની સમીક્ષા કરી હતી. આગામી દિવસોમાં બંને દેશની સરહદ પર યુદ્ધના મોરચે મોટો ભડકો થાય તો આશ્ચર્ય નહી થાય. કિમ જોંગ ક્યારનાય યુદ્ધ કરવા ઉતાવળા થઈ રહ્યા છે. હવે બસ ગમે ત્યારે એક છમકલુ થાય અને પછી યુદ્ધ શરુ થઈ જાય તેમ મનાય છે.
યુક્રેન અને ઇરાન યુધ્ધે દુનિયાની કમર તોડી નાખી છે. તેવામાં ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે યુધ્ધની નોબતો ગગડી રહી છે. આ કોઇ સામાન્ય માનવીના કથન ઉપર તારણ નથી અપાયું. પરંતુ, ઉત્તર કોરિયામાં સર્વેસર્વા બની રેહલા કીમ-જોંગ-ઉનની બહેન કીમ-યો-જોંગ તરફથી જ અપાયું છે.
સૌંદર્ય સમ્રાજ્ઞી તેવી કિમ-યો-જોંગ બહારથી જેટલી સુંદર છે. તેટલી જ અંદરથી કઠોર છે. તેણે સોમવારે સાંજે ઉ. કોરિયાની કોરિયન સેન્ટ્રલ ન્યુઝ એજન્સી (કેસીએનએ) ને જણાવ્યું હતું કે તેનો દેશ દક્ષિણ-કોરિયા સાથેની સરહદે વધુ શસ્ત્રાસ્ત્રો ગોઠવશે તથા લાઉડ સ્પીકર દ્વારા ફરી પ્રસારણ શરૂ કરવા વિચારી રહ્યો છે.આ ખતરનાક સૌંદર્ય સમ્રાજ્ઞાીએ ખુલ્લો પડકાર આપતાં કહી દીધું છે કે, દક્ષિણ કોરિયાના યુધ્ધ પ્રેમી લોકો અમારા નિર્દોષ સૈનિકો સામે ઓટોમેટિક રાયફલો તથા મશીનગનો દ્વારા ગોળીઓ ચલાવી ચેતવણીઓ આપી રહ્યા છે અને ગંભીર ખતરો ઉભો કરી રહ્યા છે.
બીજી તરફ દક્ષિણ કોરિયાના પ્રમુખ લી-જે- મ્યુંગે સોમવારે સાંજે પત્રકારોને જણાવ્યું હતું કે અમેરિકા સાથે કામ કરી રહેલી સંયુક્ત સેનાઓનો યુધ્ધ-કાલીન ઓપરેશન કંટ્રોલ (યુધ્ધ સમયે સંચાલનનું નિયંત્રણ) જે અત્યારે અમેરિકાના હાથમાં છે, તે પાછું લેવા માટે દ. કોરિયા પુરેપુરું સક્ષમ છે. તે માટે વોશિંગ્ટન સાથે વાતચીત ચાલી રહી છે.
આ સાથે લીએ કહ્યું હતું કે દક્ષિણ કોરિયાએ એક શકિતશાળી સેના તૈયાર કરી છે. જે ઉત્તર કોરિયાનો મુકાબલો કરી શકે તેમ છે. ભલે પ્યોગ્યાંગે (ઉ.કોરિયાએ) પરમાણુ શસ્ત્રો વિકસાવ્યા હોય પરંતુ તે શસ્ત્રો તો અંતિમ બચાવ માટે છે. યુધ્ધ લડવા માટે નથી.
પ્રમુખનાં નિવાસસ્થાન બ્લ્યુ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતાં લીએ કહ્યું, સીધા શબ્દોમાં કહીએ તો અમારે વહેલામાં વહેલી તકે યુધ્ધ કાલીન ઓપરેશન કંટ્રોલ પાછો લઇ લેવો જોઈએ. અમે તે માટે પૂરા સક્ષમ પણ છીએ અને તે માટે અમેરિકા સાથે વાતચીત પણ ચાલી રહી છે. જો કે આ પ્રક્રિયા સરળ તો નથી જ કારણ કે ૭૦ વર્ષ પૂર્વે અમેરિકાને તે કંટ્રોલ આપવામાં આવ્યો હતો.
વિશ્લેષકો કહે છે કે તે જે હોય તે પરંતુ પૂર્વમાં પણ યુધ્ધવાદળો ઘેરાઈ રહ્યા છે. કોરિયન દ્વિપકલ્પ હોય કે તાઇવાન હોય બધે દારૂગોળો પથરાયેલો છે.




