39ના મોત, પૂર-ભૂસ્ખલનનું જોખમ, નદીઓ ગાંડીતૂર... વાવાઝોડાએ વિયેતનામ-ફિલિપાઈન્સમાં મચાવી તબાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vietnam Typhoon Bualoi : વિયેતનામમાં ‘બુઆલોઈ’ વાવાઝોડું ભારે તબાહી મચાવી રહ્યું છે. આ ચક્રવાતના કારણે ભારે વરસાદ પડતા પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ વધી ગઈ છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 19 લોકોનાં મોત થયા છે અને અનેક લોકો લાપતા છે. રાષ્ટ્રીય હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશના કેટલાક ભાગોમાં 30 સેન્ટિમીટર સુધીનો વરસાદ નોંધાયો છે, અને હજુ વધુ વરસાદ ચાલુ રહેવાની ચેતવણી અપાઈ છે.
નદીઓ ગાંડીતૂર બની
ભારે વરસાદ અને બંધોમાંથી પાણી છોડાતા નદીઓ ગાંડીતૂર બની છે, જેનાથી ઉત્તરના પહાડી વિસ્તારોમાં અનેક ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે. આ આફતના કારણે અનેક રસ્તાઓ પણ નુકસાનગ્રસ્ત થયા છે, જેના કારણે ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. યેન બાઈ પ્રાંતમાં થાઓ નદીનું જળસ્તર ભયજનક સપાટી વટાવી ચૂક્યું છે, જેના કારણે ઘરોમાં એક મીટર સુધી પાણી ભરાયા છે અને લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની ફરજ પડી છે.
આ પણ વાંચો : H1B વિઝામાં ફી વધારા બાદ હજુ પણ મોટા ફેરફારની શક્યતા! ટ્રમ્પના મંત્રીની જાહેરાત
ફિલિપાઈન્સમાં 20 લોકોના મોત
મીડિયાના રિપોર્ટ મુજબ, હજુ 13 લોકો લાપતા છે, જેમની શોધખોળ ચાલી રહી છે. આ ઉપરાંત ‘બુઆલોઈ’ વાવાઝોડાએ શુક્રવારથી અત્યાર સુધીમાં ફિલિપાઈન્સ (Philippines)માં પણ તબાહી મચાવી છે અને ઓછામાં ઓછા 20 લોકોનો ભોગ લીધો છે. વાવાઝોડું સોમવાર વહેલી સવારે વિયેતનામ સાથે ટકરાયું હતું, જેની લાંબા સમય સુધી અસર ચાલુ છે. ભારે વરસાદના પગલે રાજધાની હનોઈમાં પણ રસ્તાઓ જળમગ્ન થયા છે.
આ પણ વાંચો : નમાઝ દરમિયાન શાળા ધરાશાયી થતાં 65 વિદ્યાર્થીઓ દટાયા, ઇન્ડોનેશિયામાં મોટી દુર્ઘટના








