World

7 મિનિટમાં 20 કિ.મી. સુધી વિનાશ, નેપાળમાં હાહાકાર મચાવનાર ગ્લેશિયર તૂટવાની ઘટનાનો VIDEO

By GS Team
29 Aug 20262 mins read
TukuTouch Logo
નેપાળ-ચીન સરહદે આવેલા શિજાંગ(તિબેટ)માં ગ્લેશિયર તૂટતાં ભયાનક આફત આવી છે. 26 ઑગસ્ટે 5140 મીટરની ઊંચાઈએથી બરફ, ખડકો અને કાટમાળનો પ્રવાહ 50 મીટર/સેકન્ડની ઝડપે 20 કિ.મી. સુધી ધસી આવ્યો. 7 મિનિટમાં આખેઆખા ગામડાં, પુલ અને રસ્તાઓ તબાહ થઈ ગયા. 600થી વધુના મોત અને 2500 ગુમ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

7 મિનિટમાં 20 કિ.મી. સુધી વિનાશ, નેપાળમાં હાહાકાર મચાવનાર ગ્લેશિયર તૂટવાની ઘટનાનો VIDEO

Nepal Glacier Broke Video : ગ્લેશિયર તૂટવાની ઘટના બાદ નેપાળમાં જે આફત સર્જાઈ છે તેનાથી દુનિયાભરમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. 600થી વધુ લોકો અત્યાર સુધીમાં મૃત્યુ પામી ચૂક્યા છે જ્યારે 2500થી વધુ હજુ ગુમ હોવાના અહેવાલ છે. ત્યારે ચીનના શિજાંગ(તિબેટ) સ્વાયત્ત ક્ષેત્રની ગ્યિરોંગ કાઉન્ટીમાં એક પ્રવાસીના કેમેરામાં કેદ થયેલા વીડિયોએ સૌને ચોંકાવી દીધા.

આ વીડિયોમાં નેપાળ-ચીન સરહદે આવેલા વિનાશકારી ફ્લેશ ફ્લડ(કાદવનું પૂર)ના ભયાનક દૃશ્યો સૌની સામે આવ્યા છે. ચીનની સાયન્સ એકેડમી(CAS)ના પર્વતીય જોખમો તથા પર્યાવરણ સંસ્થાના ડિરેક્ટર કાંગ શિચાંગે પુષ્ટિ કરી હતી કે વીડિયોમાં જે જગ્યા દેખાઈ રહી છે તેને જ રિમોટ સેન્સિંગ તસવીરોમાં આફતનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવ્યું હતું.

7 મિનિટમાં 20 કિ.મી. સુધી તબાહી

ચીનના નિષ્ણાતો અને અહેવાલો અનુસાર 26 ઑગસ્ટે નેપાળની સરહદ નજીક પર્વતીય ટોચ પર ગ્લેશિયર અને ખડકો એકસાથે ધસી પડતાં ભયાનક હોનારત સર્જાઈ હતી. ગ્લેશિયર તૂટવાની આ ઘટના લગભગ 5140 મીટરની ઊંચાઇ પર બની હતી જેનાથી 6,20,000 ચો.મી. વિસ્તાર પ્રભાવિત થયો હતો. બરફ, ખડકો અને કાટમાળનો ધસમસતો પ્રવાહ 50 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે લગભગ 20 કિ.મી. નીચે ધસી આવ્યો હતો. 3300 મીટરની ઊંચાઈથી ધસમસતા પ્રવાહને નીચે પહોંચવામાં ફક્ત 7 મિનિટનો સમય લાગ્યો હતો.

આખે આખા ગામ નષ્ટ થઇ ગયા…

આ ભયાનક પૂરને કારણે નેપાળ અને ચીન(તિબેટ) બંને તરફ સરહદે આવેલા મહત્ત્વના ઠેકાણાઓ, બ્રિજ, માર્ગો અને આખે આખા ગામડાઓ નષ્ટ થઇ ગયા હતા. સરહદે સ્થિત ગ્યિરોંગ પોર્ટનું કસ્ટમ ભવન અને ઈમિગ્રેશન કાર્યાલય સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ કાટમાળમાં ફેરવાઈ ગયા હતા.