World

VIDEO : બાંગ્લાદેશના કોક્સ બાજારમાં ત્રણ માળનાં રિસોર્ટમાં ભીષણ આગ, 10 લોકોના મોત, 9ને ઈજા

By GS Team
17 Oct 20261 min read
TukuTouch Logo
બાંગ્લાદેશના કોક્સ બાજારના ઈનાની સ્થિત 'TUPTUP Resto and Resort' માં શનિવારે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 10 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે 9 લોકો ઘાયલ થયા છે. સવારે 6:30 વાગ્યે લાગેલી આગમાં વાંસ અને લાકડાનું બનેલું 3 માળનું રિસોર્ટ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું. ઘાયલોને કોક્સ બાજાર સદર હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મૃતદેહોની ઓળખ માટે DNA ટેસ્ટ કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : બાંગ્લાદેશના કોક્સ બાજારમાં ત્રણ માળનાં રિસોર્ટમાં ભીષણ આગ, 10 લોકોના મોત, 9ને ઈજા

Bangladesh Resort Fire : બાંગ્લાદેશના પ્રખ્યાત પ્રવાસન સ્થળ કોક્સ બાજારમાં દરિયા કિનારે આવેલા એક રિસોર્ટમાં શનિવારે વહેલી સવારે ભયાનક આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 10 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે 9 લોકો ઘાયલ થયા છે. આગ સવારે 6:30 વાગ્યાની આસપાસ ઈનાની સ્થિત 'TUPTUP Resto and Resort' માં લાગી હતી. ઘાયલોને તાત્કાલિક કોક્સ બાજાર સદર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

વાંસ અને લાકડાનું બનેલું રિસોર્ટ બળીને રાખ

આ ત્રણ માળનું રિસોર્ટ મુખ્યત્વે વાંસ અને લાકડામાંથી બનાવવામાં આવ્યું હતું, જેના કારણે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને આખું માળખું બળીને ખાક થઈ ગયું હતું. દુર્ઘટના સમયે રિસોર્ટમાં આશરે 30 લોકો હાજર હતા, જેમાંથી માત્ર 4 થી 5 લોકો જ સુરક્ષિત બહાર નીકળી શક્યા હતા.

મૃતદેહોની ઓળખ માટે DNA ટેસ્ટ કરાશે

અધિકારીઓના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 6 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. મૃતદેહોને સ્વજનોને સોંપતા પહેલા તેમની યોગ્ય ઓળખ માટે DNA સેમ્પલ લેવામાં આવશે. હોસ્પિટલમાં દાખલ ઘાયલોમાંથી 5 લોકો દાઝી ગયા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

આગ લાગવાનું કારણ અસ્પષ્ટ

ફાયર સર્વિસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ ચલાવી રહી છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આગ રિસોર્ટના રસોડામાંથી શરૂ થઈ હોઈ શકે છે, પરંતુ તપાસ પૂર્ણ થયા બાદ જ સાચું કારણ જાણી શકાશે.