World

વેનેઝુએલાના જહાજ પર અમેરિકન આર્મીનો હુમલો: 11ના મોત, ટ્રમ્પે કહ્યું, 'ડ્રગ તસ્કરી કરનારા સાવધાન...'

By GS TEAM
3 Sep 20252 mins read
TukuTouch Logo
અમેરિકાના વેનેઝુએલાના એક જહાજ પર લશ્કરી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં 11 લોકોના મોત નિપજ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વિશે માહિતી આપી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

વેનેઝુએલાના જહાજ પર અમેરિકન આર્મીનો હુમલો: 11ના મોત, ટ્રમ્પે કહ્યું, 'ડ્રગ તસ્કરી કરનારા સાવધાન...'

US Army Strikes on Venezuela: અમેરિકાના વેનેઝુએલાના એક જહાજ પર લશ્કરી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં 11 લોકોના મોત નિપજ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વિશે માહિતી આપી હતી.

આ પણ વાંચોઃ એપલની ડિવાઈસના 200 વોટ્સએપ યુઝર્સ 'ઝીરો ક્લિક' હેકિંગનો ભોગ બન્યા

ડોનાલ્ડ ટ્રમ્પે આપી માહિતી

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 'આજે સવારે મારા આદેશ પર, અમેરિકન સૈન્ય દળે સાઉથકોમ ક્ષેત્રમાં ટ્રેન ડી એરાગુઆ (Tren de Aragua) નાર્કો ગેંગ સામે લશ્કરી કાર્યવાહી હાથ ધરી હતી. ટીડીએ એક વિદેશી આતંકવાદી સંગઠન છે, જે નિકોલસ માદુરોના નિયંત્રણ હેઠળ કામ કરે છે અને અમેરિકા તેમજ સમગ્ર પશ્ચિમ ગોળાર્ધમાં સામૂહિક હત્યાઓ, ડ્રગ હેરફેર, માનવ તસ્કરી અને હિંસા તેમજ આતંકી કૃત્યોને અંજામ આપ્યા છે.'


ટ્રમ્પની ચેતવણી

ટ્રમ્પે કહ્યું કે, 'આ લશ્કરી કાર્યવાહી ત્યારે કરવામાં આવી જ્યારે આતંકવાદીઓ આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં ડ્રગ્સનો જથ્થો લઈને અમેરિકા તરફ જઈ રહ્યા હતા. આ હુમલામાં 11 આતંકવાદીઓના મોત થયા છે. આ કાર્યવાહીમાં અમેરિકન સેનાને કોઈ નુકસાન નથી થયું. આ સંદેશ એ દરેક વ્યક્તિ માટે ચેતવણી છે જે અમેરિકામાં ડ્રગ્સ લાવવાનું વિચારી પણ રહ્યો છે. સાવધાવન રહો! આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર.'

આ પણ વાંચોઃ હવે દવાઓ પર 200 ટકા ટેરિફ નાંખી ભારતને ફટકો આપવા ટ્રમ્પની યોજના

નોંધનીય છે કે, હાલમાં અમેરિકન નૌકાદળની એક મોટી ટુકડી કેરેબિયનમાં તૈનાત છે, જે તે સ્થળની નજીક છે જ્યાંથી વેનેઝુએલાના જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. 4500 નૌકાદળના કર્મચારીઓ સાથે ચાર ડિસ્ટ્રોયર અને ટૉમહૉક ક્રૂઝ મિસાઇલ તૈનાત કરવામાં આવી છે.

અમેરિકન સરકારનો માદુરો પર આરોપ

વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોએ અમેરિકા પર તેમની સરકાર સામે લશ્કરી કાર્યવાહી કરવાનો આરોપ લગાવ્યો છે. પહેલી સપ્ટેમ્બરે તેમણે કહ્યું હતું કે, ટ્રમ્પ સરકાર લશ્કરી ધમકીઓ દ્વારા વેનેઝુએલામાં સરકાર બદલવા માંગે છે. માદુરોએ કહ્યું હતું કે અમે અમેરિકા તરફથી કોઈપણ પ્રકારના હુમલાનો સામનો કરવા તૈયાર છીએ.