World

પુતિનનો ‘સ્પેસ વોર’ પ્લાન, સેટેલાઈટ્સ ઉડાવી દેશે રશિયા: અમેરિકાના સૈન્ય પ્રમુખનો ગંભીર આરોપ

By GS TEAM
17 Apr 20262 mins read
TukuTouch Logo
આપણે પરંપરાગત યુદ્ધ, પરમાણુ યુદ્ધ, સાયબર યુદ્ધ સહિતના અનેક પ્રકારના યુદ્ધ સાંભળ્યા હશે, જોકે હવે અંતરિક્ષમાં પણ યુદ્ધનું સંકટ મંડરાઈ રહ્યું છે. વાસ્તવમાં અમેરિકન સેનાના એક મોટા અધિકારીએ રશિયાને લઈને સનસનાટીભર્યો દાવો કર્યો છે. તેમણે ચેતવણી આપી છે કે, રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન અંતરિક્ષમાં મોટો હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પુતિનનો ‘સ્પેસ વોર’ પ્લાન, સેટેલાઈટ્સ ઉડાવી દેશે રશિયા: અમેરિકાના સૈન્ય પ્રમુખનો ગંભીર આરોપ

US Warns of Putin’s Space War Plan : આપણે પરંપરાગત યુદ્ધ, પરમાણુ યુદ્ધ, સાયબર યુદ્ધ સહિતના અનેક પ્રકારના યુદ્ધ સાંભળ્યા હશે, જોકે હવે અંતરિક્ષમાં પણ યુદ્ધનું સંકટ મંડરાઈ રહ્યું છે. વાસ્તવમાં અમેરિકન સેનાના એક મોટા અધિકારીએ રશિયાને લઈને સનસનાટીભર્યો દાવો કર્યો છે. તેમણે ચેતવણી આપી છે કે, રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin) અંતરિક્ષમાં મોટો હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. 

રશિયા મામલે અમેરિકાનો ચોંકાવનારો દાવો

અમેરિકન સ્પેસ કમાન્ડના પ્રમુખ જનરલ સ્ટીફને વ્હાઈટિંગે દાવો કર્યો છે કે, રશિયાએ અંતરિક્ષમાં પરમાણુ હથિયાર લઈ જવા યોજના બનાવી રહ્યું છે. જો તેનો અંતરિક્ષમાં ઉપયોગ કરાશે તો પૃથ્વીની આસપાસ નિચલી કક્ષામાં ફરતા અનેક દેશોના સેટેલાઈટ ખતરામાં પડી જશે. તેના કારણે સંચાર વ્યવસ્થા, GPS, હવામાનની માહિતી આપતા અને સેના માટે ઉપયોગી સેટેલાઈટ બરબાદ થઈ જશે.

...તો અનેક દેશોના સેટેલાઈટો બરબાદ થઈ જશે

બ્રિટનના ધ ટાઈમ્સના રિપોર્ટ મુજબ, જનરલે કહ્યું કે, અમેરિકન સરકાર રશિયાની યોજનાથી પરેશાન છે. રશિયા પરમાણુ એન્ટી-સેટેલાઈટ હથિયાર અંતરિક્ષમાં લઈ જવાનું વિચારી રહ્યો છે, જેનાથી લો અર્થ ઓર્બિટ એટલે કે પૃથ્વીની સપાટીની સૌથી નજીક અંતરિક્ષમાં કામગીરી કરી રહેલા અનેક દેશોના સેટેલાઈટને નુકસાન થઈ શકે છે.

આ પણ વાંચો : મિડલ ઈસ્ટમાં 'શાંતિ સ્થાપના'ના 5 સંકેત! ટ્રમ્પની મોટી જાહેરાત- ઈરાન 'ન્યુક્લિયર ડસ્ટ' પરત કરવા તૈયાર

‘અમેરિકન-NATO સામે નબળું પડેલું રશિયા નવી રીત શોધી રહ્યો છે’

તેમણે ચેતવણી આપી છે કે, જો રશિયા આવું કરશે તો તેઓ સહન નહીં કરે. રશિયા અંતરિક્ષમાં સૌથી શક્તિશાળી દેશ છે અને તે દુશ્મનના સેટેલાઈટ્સ નષ્ટ કરવા માટે સતત આવા હથિયારો બનાવી રહ્યો છે. રશિયાને લાગે છે કે, તે અમેરિકા અને નાટોની સેના સામે નબળું પડી ગયું છે, તેથી જ રશિયા અમેરિકા-NATOની શક્તિ ઘટાડવા માટે આવું વિચારીને નવી-નવી રીત શોધી રહ્યો છે.

અમેરિકાએ ‘અંતરિક્ષ સમજૂતી’ યાદ અપાવી

રશિયાએ ‘1967ની આઉટર સ્પેસ ટ્રીટી’ સમજૂતી પર હસ્તાક્ષર કરેલા છે, તેથી જો તે અંતરિક્ષમાં પરમાણુ હથિયાર રાખશે તો સમજૂતીનું ઉલ્લંઘન ગણાશે. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે, કોઈપણ દેશ અંતરિક્ષમાં પરમાણુ હથિયારો કે મોટો વિનાશ કરનાર હથિયારો ન રાખી શકે. આ સમજૂતી એટલા માટે બનાવાઈ હતી કે, અંતરિક્ષ સુરક્ષિત રહે અને કોઈપણ દેશ ત્યાંથી પૃથ્વી પર હુમલો ન કરી શકે.

જોકે રશિયાની આ માહિતી ક્યાંથી મળી, તેનો અમેરિકન સ્પેસ કમાન્ડના પ્રમુખ જનરલે જવાબ આપ્યો નથી. પરંતુ તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, અમેરિકન સરકાર આ બાબતથી ખૂબ ગંભીર છે.

આ પણ વાંચો : કેનેડામાંથી મોટા પાયે 'ડિપોર્ટેશન'ની તૈયારી, 30,000થી વધુને 'નોટિસ', ખાલિસ્તાનીઓનું ટેન્શન વધ્યું