Get The App

અમેરિકા જર્મનીમાંથી 6400 દળોની ઘરવાપસી કરશે : સંરક્ષણ અધિકારી

- રાષ્ટ્રપતિ આ રીતે રશિયાને ભેટ આપશે, જ્યારે અમેરિકાને જોખમ : ટ્રમ્પના સાથી -સભ્યો

Updated: Jul 29th, 2020

GS TEAM

Google News
Google News
અમેરિકા જર્મનીમાંથી 6400 દળોની ઘરવાપસી કરશે : સંરક્ષણ અધિકારી 1 - image


(એપી) વોશિંગ્યન, તા.૨૯

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જર્મનીમાંથી દળો ખેંચવાની લાગણીના પગલે અમેરિકા ૬૪૦૦ દળોની ઘરવાપસી કરાવશે અને ૫૪૦૦ દળોને યુરોપના અન્ય દેશોમાં ગોઠવશે.

અમેરિકી સંરક્ષણ અધિકારીઓએ આમ જણાવીને, અબજો ડોલરના ખર્ચે વર્ષો પછી પરિપૂર્ણ થનારા પેન્ટાગોન (અમેરિકાનું મુખ્ય સુરક્ષાલય) પ્લાનની વિગતો સમજાવી હતી.

સંરક્ષણ માટે પૂરતો ખર્ચ કરવાની એની નિષ્ફળતાના લીધે ઓછામાં ઓછું આંશિકપણે, જર્મનીમાંથી દળો પાછા ખેંચવાની ટ્રમ્પની ઘોષિત ઈચ્છા, અમેરિકી સંરક્ષણ અધિકારીઓના નિર્ણયના  પગલે સંતોષાઈ છે.

અમેરિકી અધિકારીઓએ કહ્યું કે કેટલાક પગલાં મહિનાઓમાં લેવાશે. મોટાભાગે હવાઈ દળો અને ભૂમિ દળો, અમેરિકી દળો જ્યાં પહેલેથી ઉપસ્થિત છે. એવા દેશોમાં મોકલાશે. પ્લાન મુજબ જર્મનીમાં ૨૫૦૦૦ દળો રહેશે.

પોલેન્ડમાં અમેરિકી દળો વધારવાના પ્લાન સાથે સંકળાયેલી ઘોષણામાં વોર્સો અને પોલેન્ડના પ્રમુખ એન્ડ્રઝેજ ડુડાની લાગણીનોે પડઘો પડે છે.

હજી જાહેર નહિ થયેલા પ્લાન વિષે, અનામ રીને વાત કરવાની શરતે, અધિકારીઓએ કહ્યું કે અમેરિકા દ્વારા લેવાનારા પગલાં પાછળ અબજો ડોલરનો ખર્ચ થશે. પાછા આવનારા દળોને રાખવા માટે અમેરિકાના સુરક્ષા મથકોએ બાંધકામ કરવું પડશે. અધિકારીઓએ કહ્યું કે ભવિષ્યમાં અન્ય દળોને યુરોપમાં અને બહાર ફરતા રહે એમ ગોઠવાશે.

ટ્રમ્પના પોતાના રાજકીય પક્ષના સભ્યોએ ટ્રમ્પની દળો સંબંધી કામગીરીને, રશિયાને અપાનારી ભેટ , જ્યારે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમરૂપ ગણાવી છે.

Tags :