યુ.એસ.નાં હિન્દુ-મંદિરમાં નરસંહારની સાજિશ નાકામ કરાઈ : 19 વર્ષના આરોપીને પોલીસે પહેલાં જ પકડી પાડયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- આરોપીની ગનનું ટ્રિગર જામ થઇ ગયું હતું : તેનાં ઘરેથી ઓટોમેટિક રાયફલ, કાર્તુસ, એન બોડી આર્મર મળ્યાં : ૮ પાનાનો એક પત્ર પણ મળી આવ્યો
શિકાગો : અમેરિકાનાં શિકાગોમાં હિન્દુ મંદિરમાં ગોળીબારી કરી નરસંહાર કરવાની કોશિષ નાકામ બનાવાઈ છે. તે અંગે પોલીસે ૧૯ વર્ષના એલેકઝાન્ડ્રોસ પોપોરકિસ નામના યુવાનને ગિરફતાર કર્યો છે.
આરોપીની સાજિસ એટલે નાકામ થઇ હતી કે તે ગોળીબારી કરવા જતો હતો ત્યારે તેનું ટ્રિગર જામ થઇ ગયું હતું. પછીથી પોલીસે તેની ધરપકડ કરી તેનાં ઘરની તપાસ પણ શરૂ કરી દીધી. જેમાં પોલીસને એક ઓટોમેટિક રાયફલ કાર્તુસ, તથા બોડી આર્મર પણ મળી આવ્યાં હતાં. સાથે ૮ પાનાનો એક પત્ર પણ મળી આવ્યો હતો જેમાં નફરતભરી વાતો લખવામાં આવી હતી. પોલીસે તે ઉપરથી તે આરોપીના મનસૂબા શા હોઈ શકે તેનું તુર્તજ તારણ મેળવી લીધું હતું.
પોલીસે વધુમાં જણાવ્યું કે આરોપી પાપોરકિસે તેના સહકર્મી સમક્ષ ગુનો કબુલી લીધો હતો, અને કહ્યું હતું કે શિકાગોથી ૭૦ કી.મી. દૂર ઓરોરનાં એક હિન્દુ મંદિરમાં તે ગયો હતો. તેણે રાયફલથી ફાયરિંગ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે સમયે જ રાયફલનું ટ્રિગર જામ થઇ ગયું તેથી ગોળી ચલાવી ન શક્યો. હું નિષ્ફળ ગયો. તે ભવિષ્યમાં આવો બીજો હુમલો કરવા વિચારે છે. તેથી તેનો તે મિત્ર ગભરાઈ ગયો તેણે પોલીસને જાણ કરી તેથી પોલીસે શિકાગોથી ૬૦ કી.મી. દૂર આવેલાં પેલેન્ટાઈન નગર સ્થિત, પોપોરકિસની ઘરની બહાર જ ધરપકડ કરી. તેનાં ઘરની તપાસ કરતાં ઘરમાંથી, ઓટોમેટિક રાયફલ, કાર્તુસો અને બોડી આર્મર મળી આવ્યાં હતાં ઉપરાંત ૮ પાનાનો પત્ર પણ મળ્યો જેમાં નફરતભર્યું લખાણ હતું.




