Get The App

રશિયા-ઈરાન સહિત 75 દેશના નાગરિકોને નહીં આપે વિઝા અમેરિકા, ટ્રમ્પનો મોટો નિર્ણય

Updated: Jan 14th, 2026

GS TEAM

Google News
Google News
રશિયા-ઈરાન સહિત 75 દેશના નાગરિકોને નહીં આપે વિઝા અમેરિકા, ટ્રમ્પનો મોટો નિર્ણય 1 - image


US Visa Ban: અમેરિકાના વિદેશ મંત્રાલયે (સ્ટેટ ડિપાર્ટમેન્ટ) 75 દેશોમાંથી આવતી વિઝા અરજીઓની કામગીરી સંપૂર્ણપણે અટકાવી દીધી છે. આ દેશોમાં રશિયા, અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક, નાઈજીરિયા અને બ્રાઝિલ જેવા દેશોનો સમાવેશ થાય છે. ટ્રમ્પ સરકારનો તર્ક છે કે, આ પગલા પાછળનું મુખ્ય કારણ એવા અરજદારો પર નજર રાખવાનું છે, જેમના અમેરિકામાં 'પબ્લિક ચાર્જ' (સરકારી સહાય પર નિર્ભર) બનવાની સંભાવના વધુ છે. આ પ્રતિબંધો 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવ્યા છે અને તે અનિશ્ચિતકાળ સુધી અમલમાં રહેશે.

અમેરિકાની સુરક્ષાને ધ્યાને રાખી લેવાયો નિર્ણય

વિદેશ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા એક મેમો અનુસાર, આ પગલું એવા અરજદારો માટે લેવાયું છે જેમના ભવિષ્યમાં સરકારી સહાયતા પર નિર્ભર થવાની શક્યતા જણાય છે. વિભાગ હવે વિઝા સ્ક્રીનિંગ અને તપાસની પ્રક્રિયાઓનું પુન:મૂલ્યાંકન કરશે. આ પ્રતિબંધ ત્યાં સુધી લાગુ રહેશે જ્યાં સુધી નવી સુરક્ષા પ્રક્રિયાઓ પૂર્ણ ન થઈ જાય. વિદેશ વિભાગના પ્રવક્તા ટૉમી પિગૉટના જણાવ્યા અનુસાર, અમેરિકા પોતાની સત્તાનો ઉપયોગ એવા લોકોને અટકાવવા માટે કરશે જે અમેરિકી જનતાના ટેક્સના પૈસાનો ફાયદો ઉઠાવીને વેલફેર (કલ્યાણકારી યોજનાઓ) પર નિર્ભર થઈ જાય છે.

આ પણ વાંચો: જાણો વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ કયા દેશનો છે? ભારતના રેન્કિંગમાં મોટો ઉછાળો

આ દેશોનો યાદીમાં સમાવેશ

ટ્રમ્પ પ્રશાસન દ્વારા જે દેશોના નાગરિકોની એન્ટ્રી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તેમાં સોમાલિયા, રશિયા, અફઘાનિસ્તાન, બ્રાઝિલ, ઈરાન, ઈરાક, ઈજિપ્ત, નાઈજીરિયા, થાઈલેન્ડ, યમન અને અન્ય દેશોનો સમાવેશ થાય છે. તંત્રનું કહેવું છે કે, સોમાલિયા ખાસ કરીને અમેરિકી અધિકારીઓની નજરમાં છે. મિનેસોટામાં સામે આવેલા એક મોટા કૌભાંડ બાદ આ કડકાઈ વધારવામાં આવી છે, જ્યાં ટેક્સપેયર્સના પૈસાથી ચાલતા બેનિફિટ પ્રોગ્રામ્સનો મોટા પાયે દુરુપયોગ થયાનું બહાર આવ્યું હતું. ફેડરલ તપાસમાં સામે આવ્યું છે કે, હજારો લોકો નકલી દસ્તાવેજો દ્વારા સરકારી સહાય મેળવી રહ્યા હતા.