કોરોના સંકટને કારણે અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી મોકૂફ: ડોનાલ્ડ ટ્રમ્પ
વોશિંગ્ટન, 30 જુલાઇ 2020 ગુરૂવાર
કોરોના સંકટના લીધે અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીને લઇને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કર્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે ચૂંટણી ટાળવામાં આવે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી નવેમ્બર 2020માં યોજાવવાની છે.
ડોનાલ્ડ ટ્રમ્પે સલાહ આપતાં કહ્યું છે કે પોસ્ટલ વોટિંગથી રાષ્ટ્રપતિની ચૂંટણી યોગ્ય નથી.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્વિટ કર્યું છે 'વૈશ્વિક પોસ્ટ વોટિંગથી 2020ની ચૂંટણી ઇતિહાસની સૌથી મોટો ખોટો અને છેતરપિંડીવાળો રહેશે. અને અમેરિકા માટે પણ આ શરમજનક ભર્યું છે. ચૂંટણીમાં મોડી કરે, જ્યાં સુધી લોકો સારી રીતે, વિશ્વનિયતાથી વધુ સુરક્ષિત થઇને વોટ નાખવા માટે તૈયાર થઇ જતા નથી?
તમને જણાવી દઇએ કે અમેરિકામાં કોરોના વાયરસથી મરનારાઓનો આંકડો 153,898 સુધી પહોંચી ગયો છે. દુનિયાભરમાં આ વાયરસના કારણે સૌથી વધુ મોત અમેરિકામાં થયા છે. અમેરિકામાં કોરોનાના કારણે અત્યાર સુધી 4,571,171 કેસ સામે આવ્યા છે.