| AI તસવીર |
America Russia Clash: અમેરિકાએ એટલાન્ટિક મહાસાગરમાં રશિયન ઝંડાવાળા તેલ ટેન્કર કબજે કરી તણાવ વધારી દીધો છે. અમેરિકાના ગૃહ વિભાગે વીડિયો પણ શેર કર્યો જેની સામે રશિયાએ મધદરિયે પોતાના જહાજ પર થયેલી કાર્યવાહી અંગે કડક શબ્દોમાં અમેરિકાની ઝાટકણી કાઢી, બાદમાં હવે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે પુતિન અને શી જિનપિંગને સીધો પડકાર ફેંક્યો છે અને કહ્યું કે, 'રશિયા અને ચીન ફક્ત અમેરિકાથી ડરે છે, દરેક અમેરિકન ભાગ્યશાળી છે કે તેમના પહેલા કાર્યકાળમાં મેં અમેરિકાની સેનાને વધુ મજબૂત કરી હજુ પણ કરી રહ્યો છું'
રશિયા અને ચીન ફક્ત અમેરિકાથી ડરે છે: ટ્રમ્પ
એટલાન્ટિક મહાસાગરમાં અમેરિકાના ઓપરેશન બાદ ટ્રમ્પે કહ્યું કે 'જો તેમણે હસ્તક્ષેપ ન કર્યો હોત, તો આજે રશિયા પાસે આખું યુક્રેન હોત. ચીન અને રશિયાને ફક્ત એક જ દેશનો ડર છે જે ડોનાલ્ડ ટ્રમ્પે બનાવેલ નવું અમેરિકા છે, ટ્રમ્પે કહ્યું કે નાટો ભલે એમરીકાને ટેકો આપે કે ન આપે પણ અમે તેમનો સાથ હંમેશા આપીશું'
ટ્રમ્પે નાટો પર તંજ કસ્યો
વધુમાં ટ્રમ્પે નાટો દેશ અંગે કહ્યું, 'બધા મોટા નાટો દેશોએ યાદ રાખવું જોઈએ કે તેઓ પહેલા તેમના GDPના માત્ર 2 ટકા ચૂકવતા હતા, અને તેમાંથી મોટાભાગના લોકો મારા રાષ્ટ્રપતિ બન્યા ત્યાં સુધી ચૂકવણી કરતા નહોતા. અમેરિકા મૂર્ખતાની જેમ તેમના માટે ચૂકવણી કરી રહ્યું હતું. મેં સન્માનપૂર્વક 5 ટકા GDP સુધી પહોંચાડ્યું અને હવે તેઓ તરત જ ચૂકવણી કરે છે. બધા કહેતા કે આ શક્ય જ નથી, પણ એ થયું કારણે બધાની ઉપર તે મારા દોસ્ત પણ છે, રશિયા અને ચીનને એમરીકા છે એટલે નાટોનો ડર છે, પણ મને શંકા છે કે શું જરૂર હશે ત્યારે નાટો દેશો અમેરિકા માટે ઊભા રહેશે?
નોબેલ પુરસ્કાર ન મળવાનું દુ:ખ: ટ્રમ્પ
બીજી તરફ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર નોબેલ પુરસ્કાર ન મળવા અંગે દુ:ખ વ્યક્ત કર્યું, અને કહ્યું કે, 'મેં એકલા હાથે આઠ રોક્યા, નૉર્વે જો નાટોનો સભ્ય દેશ છે તેમણે મને નોબેલ શાંતિ પુરસ્કાર ન આપ્યો, પણ મહત્વનું એ છે કે મેં લાખો જીદંગીઓ બચાવી છે'


