Get The App

ટ્રમ્પના કામથી ઇઝરાયલ ખુશ, સંસદમાં આપ્યું સર્વોચ્ચ સન્માન, PM નેતન્યાહૂએ આપ્યો ‘શાંતિ પુરસ્કાર’

Updated: Oct 13th, 2025

GS TEAM

Google News
Google News
ટ્રમ્પના કામથી ઇઝરાયલ ખુશ, સંસદમાં આપ્યું સર્વોચ્ચ સન્માન, PM નેતન્યાહૂએ આપ્યો ‘શાંતિ પુરસ્કાર’ 1 - image

US President Donald Trump And Israel PM Benjamin Netanyahu : હમાસ પાસેથી ઇઝરાયલી બંધકોને મુક્ત કરાવવામાં મોટું યોગદાન આપનાર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું ઇઝરાયલમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ઇઝરાયલના સંસદમાં પહોંચેલા ટ્રમ્પનું તાળીઓના ગડગડાટથી સ્વાગત કરાયું છે. આ ઉપરાંત ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ ટ્રમ્પને શાંતિ પુરસ્કાર પણ આપ્યો છે. જ્યારે ટ્રમ્પ સંસદ પહોંચ્યા હતા, ત્યારે સાંસદોએ તેમને અઢી મિનિટનું સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.

સંસદમાં ટ્રમ્પની ટીમનું પણ સન્માન

ઇઝરાયલી સંસદમાં ટ્રમ્પની સાથે નેતન્યાહૂ પણ હાજર હતા. આ દરમિયાન સાંસદોએ નેતન્યાહૂ માટે પણ ખૂબ તાળીઓ વગાડી હતી. ટ્રમ્પના સંબોધન પહેલા નેસેજના સ્પીકર ઓહાનાએ લાંબો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેમાં ગાઝા યુદ્ધવિરામ કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ટ્રમ્પની ટીમના સભ્યોને પણ સાંસદોએ સન્માન આપ્યું હતું.

નેતન્યાહૂએ ટ્રમ્પને શાંતિ પુરસ્કાર એનાયત કર્યો

વડાપ્રધાન નેતન્યાહૂએ ટ્રમ્પને ઇઝરાયલનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કર્યો છે. આ પુરસ્કાર આપતી વખતે નેતન્યાહૂએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને શાંતિનો નોબેલ પુરસ્કાર ચોક્કસ મળશે. જોકે, આ વર્ષે ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો નથી. નેતન્યાહૂએ કહ્યું કે, શાંતિનો નોબેલ પુરસ્કાર ટ્રમ્પને જરૂર મળશે, ભલે તેમાં સમય લાગે.

આ પણ વાંચો : ગાઝા શાંતિ યોજનાઃ હમાસની કેદમાં હવે કોઈ ઇઝરાયલી નહીં, તમામ 20 બંધક મુક્ત

ટ્રમ્પને ‘સોનેરી કબૂતર’ની પણ ભેટ અપાઈ

આ પહેલા નેતન્યાહૂએ ટ્રમ્પ સાથે મુલાકાત કરીને શાંતિ સ્થાપિત કરવાના પ્રતીકના ભાગરૂપે એક ‘ગોલ્ડન પીસ પીજન’ની ભેટ આપી હતી. આ ભેટ ટ્રમ્પ માટે અત્યંત ખાસ માનવામાં આવે છે.

અમે સાત ઑક્ટોબર ક્યારેય નહીં ભૂલીએ : સંસદમાં નેતન્યાહૂનું સંબોધન

સંસદમાં ટ્રમ્પની હાજરીમાં સંબોધન કરતાં નેતન્યાહૂએ કહ્યું કે, ‘અમે સાત ઑક્ટોબરને યાદ રાખીશું અને તેને ક્યારેય નહીં ભૂલીએ. એ રાક્ષસો અમારા બાળકોને અમારાથી દૂર લઈ ગયા હતા. મિસ્ટર પ્રેસિડન્ટ ટ્રમ્પ સાથે મળીને આપણે શાંતિ હાંસલ કરીશું. અમે અબ્રાહમ સમજૂતી હેઠળ આ પહેલાં પણ કર્યું છે અને અમે ફરીથી કરીશું. આ જીત માટે આપણે મોટી કિંમત ચૂકવવી પડી છે.’

આ પણ વાંચો : 'હું યુદ્ધ રોકવામાં માહેર છું', અફઘાનિસ્તાન-પાકિસ્તાન સંઘર્ષ પર ટ્રમ્પની ટિપ્પણી