World

ટ્રમ્પ વિરુદ્ધ ન્યૂયોર્કથી લંડન સુધી લાખો લોકો રસ્તા પર ઉતર્યા, અમેરિકન પ્રમુખે AI વીડિયોથી આપ્યો જવાબ

By GS TEAM
19 Oct 20252 mins read
TukuTouch Logo
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં તેમના વિરુદ્ધ 'નો કિંગ્સ' વિરોધ પ્રદર્શનનો વિરોધ કરવા માટે બનાવેલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત વીડીયો શેર કરવાથી હોબાળો મચી ગયો છે. ટ્રમ્પે તેને પોતાના ટ્રુથઆઉટ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં ટ્રમ્પ તાજ પહેરેલા અને ફાઇટર જેટમાંથી વિરોધીઓ પર મળ ફેંકતા જોવા મળે છે. આ વીડિયોએ હવે સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં હોબાળો મચાવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પ વિરુદ્ધ ન્યૂયોર્કથી લંડન સુધી લાખો લોકો રસ્તા પર ઉતર્યા,   અમેરિકન પ્રમુખે AI વીડિયોથી આપ્યો જવાબ

Donald Trump Portrayed Himself as King: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં તેમના વિરુદ્ધ 'નો કિંગ્સ' વિરોધ પ્રદર્શનનો વિરોધ કરવા માટે બનાવેલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત વીડીયો શેર કરવાથી હોબાળો મચી ગયો છે. ટ્રમ્પે તેને પોતાના ટ્રુથઆઉટ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં ટ્રમ્પ તાજ પહેરેલા અને ફાઇટર જેટમાંથી વિરોધીઓ પર મળ ફેંકતા જોવા મળે છે. આ વીડિયોએ હવે સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં હોબાળો મચાવ્યો છે.

હજારો લોકો ટ્રમ્પની નીતિઓનો વિરોધ કરી રહ્યા છે.

આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે ટ્રમ્પ વિરુદ્ધ 'નો કિંગ્સ' આંદોલન યુનાઇટેડ સ્ટેટ્સથી લંડન સુધી વેગ પકડી રહ્યું છે. લોકો ટ્રમ્પના સરમુખત્યારશાહી વલણ અને નીતિઓનો વિરોધ કરી રહ્યા છે. વીડિયોમાં ટ્રમ્પ તાજ પહેરેલા અને ફાઇટર જેટમાં સવાર થઈને નીચે વિરોધીઓના જૂથ પર મળ ફેંકતા દેખાય છે. આ વીડિયો પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. જેમાં કેટલાક લોકોએ તેને ટ્રમ્પના રાજ્યાભિષેક અને તેમના વિરોધીઓ પ્રત્યે અસંવેદનશીલ વલણના પ્રતીક તરીકે જોયું, જ્યારે અન્ય લોકોએ તેને મજાક તરીકે લીધો.

ટ્રમ્પ તેમના વિરોધીઓ પ્રત્યે આદર ધરાવે છે કે નહીં એ અંગે સવાલ ઉઠ્યા 

વીડિયો જોયા પછી ટીકાકારોએ ટ્રમ્પની ટીકા કરતા કહ્યું કે, 'આ વીડિયો ટ્રમ્પના વર્તન અને નીતિઓની ગંભીરતાને પ્રતિબિંબિત કરે છે. લોકશાહી દેશના પ્રમુખ દ્વારા આવો વીડિયો શેર કરવો એ અયોગ્ય વર્તન દર્શાવે છે.' વધુમાં, આ વીડિયો એ પ્રશ્ન ઉઠાવે છે કે શું ટ્રમ્પ તેમના વિરોધીઓ પ્રત્યે આદર અને સહિષ્ણુતા ધરાવે છે. જોકે, ટ્રમ્પના સમર્થકોએ કહ્યું કે તે માત્ર મજાક છે અને તેને ગંભીરતાથી ન લેવું જોઈએ.

વિપક્ષ ટ્રમ્પના વીડિયોને અમેરિકાનું અપમાન ગણાવ્યું 

વિપક્ષી નેતાઓએ ટ્રમ્પ દ્વારા શેર કરાયેલા વીડિયોને અમેરિકનોના અપમાન સાથે જોડ્યો છે. તેમણે કહ્યું કે ટ્રમ્પનું આ પગલું તેમના વિરોધીઓની મજાક ઉડાવીને તેમને અપમાનિત કરવાનો પ્રયાસ હોય તેવું લાગે છે. જયારે 'નો કિંગ્સ' ચળવળના સમર્થકોએ તેને 'સરમુખત્યારશાહી' વલણનો ભાગ ગણાવ્યો અને ટ્રમ્પના વીડિયોને અમેરિકાના લોકશાહી મૂલ્યોનું અપમાન ગણાવ્યો.

આ પણ વાંચો: ટ્રમ્પ વિરુદ્ધ ન્યૂયોર્કથી લંડન સુધી લાખો લોકો રસ્તા પર ઉતર્યા, અમેરિકન પ્રમુખ AI વીડિયોથી આપ્યો જવાબ

સોશિયલ મીડિયામાં હોબાળો

ટ્રમ્પ દ્વારા વીડિયો શેર કરવાથી સોશિયલ મીડિયા પર પણ હોબાળો મચી ગયો છે. ઘણા લોકોએ વીડિયોને અસંવેદનશીલ અને ઘૃણાસ્પદ ગણાવ્યો, જ્યારે અન્ય લોકોએ તેને ટ્રમ્પના રાજકીય યુદ્ધમાં બીજી યુક્તિ ગણાવી. વીડિયો વાઈરલ થયા પછી ટ્રમ્પે કોઈ ટિપ્પણી કરી ન હતી, પરંતુ તેના શેરિંગથી એક નવો વિવાદ ઉભો થયો છે.