Get The App

'અમેરિકા ઇતિહાસમાંથી કંઈ ન શીખ્યું, તાકાતથી શાંતિ ન આવે...' UNSCમાં ચીન-રશિયાની ચોખ્ખી વાત

Updated: Jun 23rd, 2025

GS TEAM

Google News
Google News
'અમેરિકા ઇતિહાસમાંથી કંઈ ન શીખ્યું, તાકાતથી શાંતિ ન આવે...' UNSCમાં ચીન-રશિયાની ચોખ્ખી વાત 1 - image


Israel vs Iran War Udpates : સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)ની ઈમરજન્સી બેઠકમાં ઈરાનના પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલા પર ગંભીર ચર્ચા જોવા મળી. રશિયા, ચીન અને પાકિસ્તાને 15 સભ્યોની પરિષદમાં એક ડ્રાફ્ટ પ્રસ્તાવ રજૂ કર્યો, જેમાં પશ્ચિમ એશિયામાં તાત્કાલિક અને બિનશરતી યુદ્ધવિરામની માંગ કરવામાં આવી હતી. 

યુએનના મહાસચિવે શું કહ્યું 

યુએનના મહાસચિવ એન્ટોનિયો ગ્યુટેરેસે બેઠકની શરુઆતમાં કહ્યું કે, "અમેરિકા દ્વારા ઈરાનના પરમાણુ સ્થળો પર બોમ્બમારો એક ખતરનાક વળાંક છે. આપણે તાત્કાલિક અને નિર્ણાયક રીતે કાર્ય કરવું પડશે જેથી લડાઈ બંધ થઈ શકે અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર ગંભીર વાટાઘાટો ફરી શરુ થઈ શકે."  

ડોનાલ્ડ ટ્રમ્પે શું દાવો કર્યો? 

આ દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકાએ ઈરાનના મુખ્ય પરમાણુ સ્થળોને "સંપૂર્ણપણે નાશ" કરી દીધા છે. 1979ની ઈરાની ક્રાંતિ પછી ઇસ્લામિક રિપબ્લિક પર આ સૌથી મોટો પશ્ચિમી સૈન્ય હુમલો મનાય છે. અમેરિકાના આ પગલા પછી, સમગ્ર વિશ્વ હવે ઈરાનના પ્રતિભાવની રાહ જોઈ રહ્યું છે.

રશિયા અને ચીને અમેરિકન હુમલાની ટીકા કરી 

યુએનમાં રશિયા અને ચીને આ હુમલાની સખત નિંદા કરી છે. ચીનના યુએન રાજદૂત ફુ કોંગે કહ્યું, "બળના ઉપયોગથી પશ્ચિમ એશિયામાં શાંતિ લાવી નહીં શકાય. હાલમાં, વાતચીત અને વાટાઘાટો એ ઉકેલનો સાચો માર્ગ છે. ઈરાની પરમાણુ મુદ્દા પર રાજદ્વારી વિકલ્પો હજુ સુધી ખતમ થયા નથી અને શાંતિનો માર્ગ હજુ પણ ખુલ્લો છે."

અમેરિકા ઈરાન પરના હુમલાનો બચાવ કરે છે

કાર્યકારી અમેરિકન રાજદૂત ડોરોથી શીએ કહ્યું કે હવે નિર્ણાયક કાર્યવાહીનો સમય છે. તેમણે સુરક્ષા પરિષદને અપીલ કરી કે તે ઈરાનને ઇઝરાયલને મિટાવવાના તેના પ્રયાસો બંધ કરવા અને પરમાણુ શસ્ત્રો મેળવવાના તેના પ્રયાસો બંધ કરવા કહે. તેમણે કહ્યું, "ઈરાને લાંબા સમયથી તેનો પરમાણુ કાર્યક્રમ છુપાવ્યો છે અને તાજેતરની વાટાઘાટોમાં અમારા સારા વિશ્વાસના પ્રયાસોને નકારી કાઢ્યા છે."

રશિયાએ શું કહ્યું? 

રશિયાના યુએન રાજદૂત વેસિલી નેબેન્ઝ્યાએ આ હુમલાની સરખામણી 2003ના ઇરાક યુદ્ધ સાથે કરી હતી. તેમણે કહ્યું, "ફરી એક વાર આપણને અમેરિકાની કાલ્પનિક વાર્તાઓ પર વિશ્વાસ કરવાનું કહેવામાં આવી રહ્યું છે, જેના કારણે પશ્ચિમ એશિયાના લાખો લોકો દુઃખી થશે. આ સાબિત કરે છે કે અમેરિકાએ ઇતિહાસમાંથી કંઈ શીખ્યું નથી."

Tags :