World

હોર્મુઝ અંગે ટ્રમ્પની ધમકી બાદ બ્રિટને અમેરિકાને બતાવ્યો ઠેંગો! 35 દેશોની બેઠક બોલાવી

By GS TEAM
1 Apr 20262 mins read
TukuTouch Logo
છેલ્લા એક મહિનાથી ચાલી રહેલું ઈરાન યુદ્ધ ખતમ થવાને બદલે વધુ ગૂંચવાતું જઈ રહ્યું છે. અમેરિકા પોતાની શરતો પર ડીલ કરવાની વાત કરી રહ્યું છે, જ્યારે ઈરાન તેને ધરમૂળથી નકારી રહ્યું છે. આ દરમિયાન બ્રિટને સ્પષ્ટ કરી દીધું છે કે તે ઈરાન યુદ્ધમાં સામેલ થશે નહીં.

Summarized by AI; it may make mistakes. Check important info

હોર્મુઝ અંગે ટ્રમ્પની ધમકી બાદ બ્રિટને અમેરિકાને બતાવ્યો ઠેંગો! 35 દેશોની બેઠક બોલાવી

Strait Of Hormuz : છેલ્લા એક મહિનાથી ચાલી રહેલું ઈરાન યુદ્ધ ખતમ થવાને બદલે વધુ ગૂંચવાતું જઈ રહ્યું છે. અમેરિકા પોતાની શરતો પર ડીલ કરવાની વાત કરી રહ્યું છે, જ્યારે ઈરાન તેને ધરમૂળથી નકારી રહ્યું છે. આ દરમિયાન બ્રિટને સ્પષ્ટ કરી દીધું છે કે તે ઈરાન યુદ્ધમાં સામેલ થશે નહીં. 

35 દેશો સાથે 'ગ્લોબલ હોર્મુઝ સમિટ'નું આયોજન

બ્રિટનના વડાપ્રધાન કીયર સ્ટારમરે સ્પષ્ટ કર્યું છે કે બ્રિટન ઈરાન યુદ્ધમાં સામેલ થશે નહીં. તેના બદલે, તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલાવવા માટે 'ગ્લોબલ હોર્મુઝ સમિટ'ની યજમાની કરશે. સ્ટારમરે જણાવ્યું કે આ અઠવાડિયે બ્રિટનની યજમાનીમાં અંદાજે 35 દેશો સાથે બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં હોર્મુઝ ખોલાવવા અંગે ચર્ચા કરવામાં આવશે. સ્ટારમરે ચેતવણી આપી હતી કે ઈરાન યુદ્ધથી બ્રિટનનું ભવિષ્ય મોટા પાયે પ્રભાવિત થશે, પરંતુ સાથે જ ખાતરી આપી હતી કે તેમનો દેશ આ સંકટને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

'આ અમારું યુદ્ધ નથી': બ્રિટન

તેમણે કહ્યું કે, 'મારા પર અને અન્ય લોકો પર જે પણ દબાણ છે, જે પણ હોબાળો મચી રહ્યો છે, મારા તમામ નિર્ણયો બ્રિટનના નાગરિકોના હિતમાં હશે. આ કારણે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ અમારું યુદ્ધ નથી અને અમે તેમાં પીસાવવા માંગતા નથી.'

સમગ્ર દુનિયા માટે મોટું સંકટ

ઉલ્લેખનીય છે કે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP)એ કહ્યું છે કે પશ્ચિમ એશિયાના યુદ્ધથી સમગ્ર વિસ્તારના અર્થતંત્રને ખૂબ મોટું નુકસાન થઈ શકે છે. રિપોર્ટ અનુસાર, આ યુદ્ધ હવે માત્ર થોડા દેશો પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ સમગ્ર દુનિયા માટે મોટું સંકટ બની ગયું છે.

આ પણ વાંચો: હોર્મુઝ અંગે અમેરિકાએ હાથ અદ્ધર કરતાં ભારતનો આ મિત્ર દેશ યુદ્ધમાં કૂદવા તૈયાર! મિડલ ઈસ્ટમાં ટેન્શન વધ્યું

ઈરાન સાથે ડીલ કરવા માંગે છે ટ્રમ્પ

અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ નાટો (NATO) માંથી બહાર નીકળવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. તેમણે નાટોને 'કાગળનો સિંહ' ગણાવ્યો છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ પહેલાથી જ નાટોથી બહુ પ્રભાવિત ન હતા અને તેમને લાગે છે કે રશિયાના રાષ્ટ્ર પ્રમુખ પુતિન પણ આવું જ માને છે. આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે નાટો દેશોએ ઈરાન યુદ્ધમાં અમેરિકાનો સાથ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. અમેરિકા ઈચ્છતું હતું કે નાટો દેશો હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવા માટે પોતાના યુદ્ધ જહાજો મોકલે, પરંતુ તેમણે તેમ કર્યું નહીં. મહત્વનું છે કે યુદ્ધના એક મહિના બાદ ટ્રમ્પ હવે ઈરાન સાથે ડીલ કરી યુદ્ધને સમાપ્ત કરવા માગે છે.