World

'ઈરાન જો ટૂંક સમયમાં કરાર નહીં કરે તો, અમે ફરી યુદ્ધ શરૂ કરીશું', US સંરક્ષણ મંત્રીની ચેતવણી

By GS TEAM
16 Apr 20262 mins read
TukuTouch Logo
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ફરી એકવાર વધી ગયો છે. થોડા સમય પહેલા બંને દેશો વચ્ચે બે અઠવાડિયાનું યુદ્ધવિરામ થયું હતું, પરંતુ હવે અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે ઈરાનને આકરી ચેતવણી આપી દીધી છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, ઈરાને આખરે વાટાઘાટોના ટેબલ પર આવવું પડશે અને કરાર પર પહોંચવું પડશે. જો ઈરાન ટૂંક સમયમાં જ નિર્ણય નહીં લે તો અમેરિકા ફરી યુદ્ધ શરૂ કરી દેશે. તેનાથી આખી દુનિયામાં ચિંતા વધી ગઈ છે, કારણ કે હોર્મુઝની ખાડીથી દુનિયાનો એક મોટો હિસ્સો ઓઇલ ખરીદે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ઈરાન જો ટૂંક સમયમાં કરાર નહીં કરે તો, અમે ફરી યુદ્ધ શરૂ કરીશું', US સંરક્ષણ મંત્રીની ચેતવણી

US Iran Tension: અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ફરી એકવાર વધી ગયો છે. થોડા સમય પહેલા બંને દેશો વચ્ચે બે અઠવાડિયાનું યુદ્ધવિરામ થયું હતું, પરંતુ હવે અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે ઈરાનને આકરી ચેતવણી આપી દીધી છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, ઈરાને આખરે વાટાઘાટોના ટેબલ પર આવવું પડશે અને કરાર પર પહોંચવું પડશે. જો ઈરાન ટૂંક સમયમાં જ નિર્ણય નહીં લે તો અમેરિકા ફરી યુદ્ધ શરૂ કરી દેશે. તેનાથી આખી દુનિયામાં ચિંતા વધી ગઈ છે, કારણ કે હોર્મુઝની ખાડીથી દુનિયાનો એક મોટો હિસ્સો ઓઇલ ખરીદે છે. 

હોર્મુઝની ખાડી એક ખૂબ જ સાંકડો દરિયાઈ માર્ગ છે, જે ઈરાન અને અરબ દેશોની વચ્ચે છે. દુનિયાનું અંદાજિત 20 ટકા ઓઇલ આ રસ્તેથી જ પસાર થાય છે. હજારો જહાજ દરરોજ અહીંથી નીકળતા છે. જો આ રસ્તો બંધ થઈ જાય છે તો દુનિયાભરમાં ઓઇલના ભાવ આસમાને પહોંચી જશે અને અનેક દેશોના અર્થતંત્ર પર માઠી અસર પડશે. જેમ કે અનેક દેશો પર તેનો પ્રભાવ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ઈરાન આ ખાડીની નજીક છે અને એટલા માટે જ તે આ રસ્તાને બંધ કરવાની ધમકી આપે છે.

હેગસેથે શું-શું કહ્યું?

અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે અનેક મોટી વાતો કહી. પહેલી વાત એ છે કે અમેરિકન સેના હાલ સંપૂર્ણ રીતે તૈયાર છે. જો ઈરાને ખોટો નિર્ણય લીધો અને કોઈ કરાર ન થયો તો અમેરિકા ફરી યુદ્ધ શરૂ કરી દેશે.

બીજી વાત તેમણે હોર્મુઝની ખાડીને લઈને કરી. ઈરાન કહે છે કે, તેઓ ખાડીને કંટ્રોલ કરે છે અને ત્યાંથી પસાર થનારા જહાજોને નિશાન બનાવવાની ધમકી આપી છે. હેગસેથે તેના પર કહ્યું કે, જહાજોને ધમકાવવા એ કંટ્રોલ નથી, આ દરિયાઈ ચાંચિયાગીરી છે.

હેગસેથે કહ્યું છે કે, ઈરાન કહે છે કે તેઓ હોર્મુઝની ખાડી પર રાજ કરે છે, પરંતુ તેમની પાસે કોઈ અસલી નેવી છે જ નહીં. તેમણે અમેરિકન શક્તિ અંગે પણ વાત કરી. અમેરિકા પહેલા કરતાં વધુ શક્તિથી તૈયાર થઈ રહ્યું છે.

આ પણ વાંચો: યુદ્ધનો અંત નજીક? હોર્મુઝ સંકટ પર ઈરાનનો અમેરિકાને મોટો પ્રસ્તાવ, ઓઈલના ભાવમાં મળી શકે છે મોટી રાહત

અમેરિકાએ એમ પણ જણાવ્યું કે, અમેરિકન ગુપ્તચર એજન્સીઓ ઈરાનની દરેક હરકતો પર નજર રાખી રહી છે. ઈરાન પોતાના હથિયાર લોન્ચર જે બોમ્બમારામાં નષ્ટ થઈ ગયા હતા, તેને ફરી ખોદી-ખોદીને કાઢી રહ્યું છે.

હેગસેથે ઈરાનને સીધો સંદેશ આપતાં કહ્યું કે, અમેરિકાને ખબર છે કે, તેઓ કયા સૈન્ય સામાનને ક્યાં-ક્યાંથી ચલાવી રહ્યું છે. અમે તમને જોઈ રહ્યા છીએ.