Get The App

ભારત સાથે ઝઘડો કરી ટ્રમ્પે કરી મોટી ભૂલ...', કેનેડાના દિગ્ગજ બિઝનેસમેનની ચેતવણી

Updated: Aug 3rd, 2025

GS TEAM

Google News
Google News
ભારત સાથે ઝઘડો કરી ટ્રમ્પે કરી મોટી ભૂલ...', કેનેડાના દિગ્ગજ બિઝનેસમેનની ચેતવણી 1 - image


India USA Trade Relation: ભારત પર અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા 25 ટકા ટેરિફ અને રશિયન ક્રૂડ તથા હથિયાર ખરીદવાની જાહેરાતો પર પ્રતિબંધો મુદ્દે પ્રચલિત બિઝનેસમેન અને ટેસ્ટબેડના ચેરમેન કિર્ક લુબિમોવે ડોનાલ્ડ ટ્રમ્પની આકરી ટીકા કરી છે. લુબિમોવે ટ્રમ્પના આ પગલાંને આત્મઘાતી નીતિ જાહેર કરી છે. તેમણે જણાવ્યું કે, આ પગલું ચીન અને બ્રિક્સને નબળું પાડવા બદલ હાથ ધરાયું છે. જો કે, ભારત સાથે સંબંધોમાં ખટાશ અમેરિકા માટે જ જોખમી બની શકે છે.

કિર્ક લુબિમોવે આજે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી હતી કે, હું અગાઉ પણ કહી ચૂક્યો છું, અને આજે ફરી કહું છે કે, ટ્રમ્પની ટેરિફ નીતિની સૌથી મોટી સમસ્યા એ છે કે, તેમાં જિઓ-પોલિટિકલ વ્યૂહનીતિનો કોઈ ખ્યાલ કે સંદર્ભ લેવામાં આવ્યો નથી. ભારત હાલ વિશ્વની સૌથી ઝડપથી ઉભરતી અર્થવ્યવસ્થાઓ પૈકી એક છે. વડાપ્રધાન મોદીની વૈશ્વિક સ્તરે સૌથી સન્માનીય અને પ્રભાવશાળી નેતાઓની ગણના થાય છે.

તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે, અમેરિકાએ ચીનનું વર્ચસ્વ ઘટાડવા માટે ગ્લોબલ સપ્લાય ચેઈનમાં ઘટાડો કરવાની યોજના ધરાવે છે. જેના માટે ભારતને હાથો બનાવવામાં આવ્યો છે. અમેરિકા પોતે 40 સેન્ટનું ટૂથબ્રશ પણ બનાવી શકે તેમ નથી.

શું અમેરિકાની નીતિ એશિયામાં પ્રભાવ ગુમાવશે?

કિર્ક લુબિમોવે પોતાના નિવેદનમાં આગળ કહ્યું કે, આ દેશ લાંબાગાળાનું વિચારે છે. ટ્રમ્પનો ચાર વર્ષનો કાર્યકાળ તેમના માટે માત્ર કામચલાઉ આંચકો છે. અમેરિકાએ કેનેડા જેવા દેશો સાથે આર્થિક સહયોગની નીતિ અપનાવવી જોઈતી હતી ન કે મુકાબલાની... ચીનની ઈકોનોમીને નબળી પાડવાની વ્યૂહનીતિના ભાગરૂપે અમેરિકા ભારતને નિશાન બનાવી રહ્યું છે. ભારત એકમાત્ર પ્રમુખ દેશ છે, જે ચીનના વિકલ્પ તરીકે ઉભરી શકે છે. અમેરિકાએ ભારત સાથે આ ગેમ રમવાના બદલે કેનેડા સાથે કુદરતી સંસાધનોના પૂરવઠા માટે કેનેડા જેવા દેશો સાથે સહયોગ સાધવો જોઈએ.

ભારત લાદ્યો 25 ટકા ટેરિફ

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ ભારત અને રશિયાને આડે હાથ લેતાં કહ્યું કે, મને કોઈ ફરક પડતો નથી કે, ભારત રશિયા સાથે શું કરે છે. તે બંને પોતાની મૃત અર્થવ્યવસ્થાને લઈને ડૂબી શકે છે. અમે ટેરિફ કિંગ ભારત પર 1 ઓગસ્ટથી 25 ટકા ટેરિફ લાગૂ કરી રહ્યા છીએ. આ પગલું તેની રશિયા પાસેથી ક્રૂડ અને સૈન્ય ઉપકરણો ખરીદવાની ગતિવિધિઓ વિરૂદ્ધ દંડનીય કાર્યવાહી સ્વરૂપે જાહેર કરવામાં આવ્યું છે. ભારતની વેપાર નીતિ સૌથી કઠિન અને અપમાનજનક છે. અમેરિકા ભારત સાથે ખૂબ ઓછો વેપાર કરે છે. ભારત ચીન બાદ રશિયાનું બીજુ સૌથી મોટુ ક્રૂડ સપ્લાયર બન્યું છે. યુક્રેન યુદ્ધ પહેલાં ભારત રશિયા પાસેથી 1 ટકાથી પણ ઓછું ક્રૂડ આયાત કરતુ હતું, જે હવે 35 ટકાથી વધ્યું છે. વધુમાં ટ્રમ્પે ઈરાન સાથે પેટ્રોકેમિકલ્સ બિઝનેસમાં સામેલ છ ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ લાદ્યો છે. આ કાર્યવાહી અમેરિકાના વૈશ્વિક પ્રતિબંધનો એક ભાગ છે.

આ પણ વાંચોઃ યુપીના ગોંડામાં મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓને લઈ જતી કાર નહેરમાં ખાબકી, 11 મોત

ભારતનો જવાબઃ અમે મૃત નહીં, ઉભરતી અર્થવ્યવસ્થા

ટ્રમ્પના ડેડ ઈકોનોમી વાળા નિવેદન પર કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે સંસદમાં જવાબ આપ્યો હતો કે, ભારત આજે વિશ્વની સૌથી ઝડપથી ઉભરતી અર્થવ્યવસ્થા છે. તે ટૂંકસમયમાં ત્રીજી ટોચની ઈકોનોમી બનશે. અમે વૈશ્વિક ગ્રોથમાં 16 ટકા યોગદાન આપી રહ્યા છીએ. ભારત હવે ગ્લોબલ ગ્રોથનું એન્જિન બન્યું છે.

ભારત સાથે ઝઘડો કરી ટ્રમ્પે કરી મોટી ભૂલ...', કેનેડાના દિગ્ગજ બિઝનેસમેનની ચેતવણી 2 - image

Tags :