2002નાં રમખાણો અંગે મોદીની ભૂમિકાનો અમેરિકાએ કરેલો બચાવ

Updated: Jan 24th, 2023


BBCની ડોક્યુમેન્ટરી ગમે તે કહે

મેં તે ડોક્યુમેન્ટરી જોઈ નથી... પરંતુ તેટલું નિશ્ચિત છે કે બંને લોકશાહી સમાન મંતવ્યો ધરાવે છે : વ્હાઈટ હાઉસના પ્રવકતા

વોશિંગ્ટન: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે ૨૦૦૨માં ગુજરાતમાં થયેલા રમખાણો અંગે નરેન્દ્ર મોદીની ભૂમિકાને અમેરિકાએ મજબૂત બચાવ કર્યો હતો. જો કે આ સંબંધે પત્રકારોએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં નેડ પ્રાઈસે કહ્યું હતું કે મને તે ડોક્યુમેન્ટરી વિષે કોઈ માહિતી નથી. મેં તે જોઈ પણ નથી. મારૂં તો તેટલું જ કહેવું છે કે ભારત અને અમેરિકા વચ્ચે રાજકીય અને આર્થિક ભાગીદારી રહેલી છે. બંને લોકશાહીઓ ઝડપભેર વિકસીત રહી છે. બંને સમાન મૂલ્યો ધરાવે છે અને વિશ્વ સ્તરે પણ બંને વચ્ચે રાજકીય અને આર્થિક સહકાર વધી રહ્યો છે.

ઉલ્લેખયની છે કે ગત સપ્તાહે બ્રિટનના વડાપ્રધાન ઋષિ શુનકે પણ નરેન્દ્ર મોદીની ભારોભાર પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેમાં જે વર્ણન છે તે સાથે હું સહમત થઈ શકું તેમ નથી.

સૌથી વધુ ઉલ્લેખનીય તો તે છે કે તે ડોક્યુમેન્ટરી અમદાવાદમાં નહીં પરંતુ હૈદરાબાદમાં ઉતારવામાં આવી હતી. તેથી તેને દસ્તાવેજી ફિલ્મ (ડોક્યુમેન્ટરી) કહી શકાય તેમ જ નથી.


    Sports

    RECENT NEWS