World

US આર્મી સેક્રેટરી દાન ડ્રિસ્કૉલનું માત્ર 18 મહિનામાં જ ત્યાગપત્ર

By GS Team
1 Sep 20262 mins read
TukuTouch Logo
વોશિંગ્ટન: અમેરિકાના આર્મી સેક્રેટરી દાન ડીસ્કૉલે 18 મહિના પછી રાજીનામું આપ્યું છે. વ્હાઈટ હાઉસે કોઈ કારણ આપ્યું નથી, પરંતુ પ્રવક્તાએ ટ્રમ્પની કાર્યસૂચિને અમલી કરવામાં તેમના યોગદાનની પ્રશંસા કરી. આ પહેલા, નેવી સેક્રેટરી જ્હોન ફેમને પણ એપ્રિલમાં રાજીનામું આપ્યું હતું. સંરક્ષણ સચિવ સાથે મતભેદ અને અધિકારીઓના રાજીનામાથી આશ્ચર્ય સર્જાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

US આર્મી સેક્રેટરી દાન ડ્રિસ્કૉલનું માત્ર 18 મહિનામાં જ ત્યાગપત્ર
  • નેવી સેક્રેટરી જ્હોન ફેમને એપ્રિલમાં રાજીનામું આપ્યું હતું
  • ઇરાન-વોર વેટરેન ટેકનોલોજીઇન્વેસ્ટર અને વાન્સના પૂર્વ સલાહકારને ડીફેન્સ સેક્રેટરી પેટરેગ સાથે મતભેદો હતા

વોશિંગ્ટન : અમેરિકાના આર્મી સેક્રેટરી દાન ડીસ્કૉલે ત્યાગપત્ર આપી દીધું છે. ૧૮ મહિના સુધી તે પદ ઉપર રહ્યા પછી તેમણે આપેલા રાજીનામાથી આશ્ચર્ય ફેલાયું છે. વ્હાઈટ હાઉસ તરફથી તે ત્યાગપત્ર માટે કોઇ કારણ દર્શાવાયું નથી. વ્હાઈટ હાઉસના પ્રવકતા એન્ના કેવીએ તેઓની પ્રશંસા પણ કરી હતી. અને કહ્યું હતું કે, આર્મી ડિપાર્ટમેન્ટમાં તેઓએ ટ્રમ્પની કાર્યસૂચિને અમલી કરવા ઘણો મોટો ફાળો આપ્યો. તેઓએ સેનાની પ્રહાર શક્તિ વધારવા સાથે ઐતિહાસિક મીલીટરી ઓપરેશનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.
અમેરિકામાં એક પછી એક લશ્કરી અધિકારીઓ છૂટા થઇ રહ્યા છે કે છૂટા કરવામાં આવ્યા છે. એપ્રિલમાં હેગસેથે જન. રેન્ડ્રી જયોર્જને છૂટા કર્યા હતા. તે પછી યુરોપ અને આફ્રિકા (ઉ. આફ્રિકા)માં અમેરિકી દળોનું નેતૃત્વ સંભાળતા જન. ક્રિસ્ટાફેર દોનાહ્યુ જૂનમાં એકાએક છૂટા થયા.
હેગસેથના પદભાર નીચે ઝડપભેર આગળ ચાલનારા જન. ક્રિસ્ટાફેર હોનાહ્યુ લે.નેવે આર્મીના એકિટિંગ ચીફ ઓફ સ્ટાફ જન. જયોર્જને રીપ્લેસ કરી તે પદ ઉપર નિયુક્ત થયા હતા.
જન. ડીસ્કોલ તો રેન્ડી જયોર્જના નિકટવર્તી હતા. બંને સાથે યેેવમાં અભ્યાસ કર્યો હતો.
હવે ઇરાક વોર વેટેરન્સ ટેક્નોલોજી ઇન્વેસ્ટર અને જેડીવાન્સના પૂર્વ સલાહકાર ડ્રિસ્કોલને ટ્રમ્પે ૨૦૨૪માં તે ઉચ્ચ પદે નિયુકત કરતા તેઓના ડિસરપ્ટર અને ચેન્જ એજન્ટ કરી વખાણ્યા હતા. તેમને રશિયા - યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે મંત્રણા શરૂ કરવા માટે યશ આપવામાં આવે છે. તેઓ લશ્કરી કુટુંબમાંથી જ આવ્યા છે. તેઓના પિતા અને પિતામહ બંને સેનામાં ઉચ્ચ પદે હતા.
ડ્રિસ્કોલ ઉપરાંત અમેરિકન નેવી સેક્રેટરી જહોન ફેલને પણ એપ્રિલમાં રાજીનામું આપ્યું હતું.