Get The App

ટ્રમ્પની સુરક્ષામાં ફરી મોટી ચૂક, રાષ્ટ્રપતિના ગોલ્ફ કોર્સ ઉપર પેસેન્જર વિમાન પ્રવેશ્યું, ફાઈટર જેટ એક્શનમાં

Updated: Jul 6th, 2025

GS TEAM

Google News
Google News
ટ્રમ્પની સુરક્ષામાં ફરી મોટી ચૂક, રાષ્ટ્રપતિના ગોલ્ફ કોર્સ ઉપર પેસેન્જર વિમાન પ્રવેશ્યું, ફાઈટર જેટ એક્શનમાં 1 - image

IMAGE:  IANS, File Photo



USA President Security Loopholes: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી વિકેન્ડ પર ન્યૂ જર્સીના બેડમિન્સ્ટર સ્થિત પ્રાઈવેટ ગોલ્ફ કોર્સમાં હતાં, ત્યારે તેમની સુરક્ષામાં મોટી ખામી સર્જાઈ હોવાના અહેવાલ મળ્યા છે. પાંચ જુલાઈના એક પેસેન્જર વિમાને ટેમ્પરરી ફ્લાઈટ રિસ્ટ્રિક્શન (TFR)નું ઉલ્લંઘન કર્યું હતું. જો કે, ઉત્તરીય અમેરિકી એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ (NORAD)ના ફાઈટર જેટ્સે તુરંત કાર્યવાહી હાથ ધરી તે વિમાનને ઈન્ટરસેપ્ટ કર્યું હતું.

NORAD એ માહિતી આપી હતી કે, આ ઘટના બપોરે 2.39 વાગ્યે બની હતી. ત્યારે પ્રાઈવેટ ગોલ્ફ કોર્સમાં દેશના પ્રમુખ અને તેમના પત્ની હાજર હોવાથી સામાન્ય પેસેન્જર વિમાન માટે હવાઈ ક્ષેત્ર પ્રતિબંધિત કર્યુ હતું. તેમ છતાં પેસેન્જર વિમાન ઘૂસી જતાં પ્રમુખની સુરક્ષામાં મોટી ચૂક બહાર આવી હતી. ફાઈટર જેટએ હેટબટ રણનીતિ અપનાવતાં પાયલટનું ધ્યાન ખેંચાયુ હતું અને તેણે વિમાનને સુરક્ષિત રૂપે પ્રતિબંધિત ક્ષેત્રમાંથી બહાર કાઢ્યુ હતું.

આ પણ વાંચોઃ ઘટતી વસ્તીથી ચિંતિત દુનિયાના ઘણા દેશો જુઓ બાળકો પેદા કરવા કેવા કેવા પ્રોત્સાહન આપે છે

પાંચ વખત થયુ નિયમોનું ઉલ્લંઘન

એક નિવેદનમાં જાણવા મળ્યું હતું કે, પ્રતિબંધના દિવસે પાંચ વખત TFRનું ઉલ્લંઘન થયુ હતું. તેની પહેલાં ત્રણ ઉલ્લંઘન થઈ ચૂક્યા હતાં. જેથી સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી હતી. યુએસ એરફોર્સે તમામ પાયલટ્સને FAA દ્વારા જારી નોટિસ ટુ એર મિશન્સ વાંચવા અને પાલન કરવા કડક નિર્દેશ આપવામાં આવ્યો હતો. એરફોર્સે એલર્ટ આપતાં કહ્યું હતું કે, જો તમે બેડમિનિસ્ટર, એનજીની આસપાસ ઉડાન ભરવાનું વિચારી રહ્યા હોવ તો  NOTAMs 1353, 1358, 2246 અને 2247 પર તુરંત નજર રાખજો. કોઈ બહાનું નહીં ચાલે. સાવધાન રહો અને પ્રતિબંધ હવાઈ ક્ષેત્રથી બહાર રહો.

NORAD દ્વારા TFRના ઉલ્લંઘનની સ્થિતિમાં આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. જેનો યુએસ એરફોર્સે વીડિયો જાહેર કરી ચેતવણી આપી હતી. જેમાં સસ્પેન્શન, દંડ, તેમજ ઘણીવખત વિમાન તોડી પાડવા જેવી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

ટ્રમ્પની સુરક્ષામાં ફરી મોટી ચૂક, રાષ્ટ્રપતિના ગોલ્ફ કોર્સ ઉપર પેસેન્જર વિમાન પ્રવેશ્યું, ફાઈટર જેટ એક્શનમાં 2 - image

Tags :