World

ઇસ્લામાબાદમાં વોન્ટેડ ગુનેગારની જેડી વેન્સ સાથે મુલાકાતથી ખળભળાટ, પાકિસ્તાનની દાનત પર ઉઠ્યા સવાલો

By GS TEAM
21 Apr 20262 mins read
TukuTouch Logo
અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સની તાજેતરની પાકિસ્તાન મુલાકાત દરમિયાન એક વિવાદાસ્પદ મુલાકાતથી ખળભળાટ મચી ગયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી છે. ઈરાન સાથેની શાંતિ વાર્તા માટે 11 એપ્રિલે પાકિસ્તાન પહોંચેલા વેન્સને અમેરિકી દૂત સ્ટીવ વિટકોફે પાકિસ્તાની મૂળના કારોબારી ઉમર ફારૂક ઝહૂર સાથે મુલાકાત કરાવી હતી, જેના ફોટા અને વીડિયો વાયરલ થતાં વિવાદ વધવાની સાથે પાકિસ્તાનની દાનત પર અનેક સવાલો ઊભા થયા છે

Summarized by AI; it may make mistakes. Check important info

ઇસ્લામાબાદમાં વોન્ટેડ ગુનેગારની જેડી વેન્સ સાથે મુલાકાતથી ખળભળાટ, પાકિસ્તાનની દાનત પર ઉઠ્યા સવાલો

Pakistan Controversy : અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સની તાજેતરની પાકિસ્તાન મુલાકાત દરમિયાન એક વિવાદાસ્પદ મુલાકાતથી ખળભળાટ મચી ગયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી છે. ઈરાન સાથેની શાંતિ વાર્તા માટે 11 એપ્રિલે પાકિસ્તાન પહોંચેલા વેન્સને અમેરિકી દૂત સ્ટીવ વિટકોફે પાકિસ્તાની મૂળના કારોબારી ઉમર ફારૂક ઝહૂર સાથે મુલાકાત કરાવી હતી, જેના ફોટા અને વીડિયો વાયરલ થતાં વિવાદ વધવાની સાથે પાકિસ્તાનની દાનત પર અનેક સવાલો ઊભા થયા છે.

વોન્ટેડ પર નોર્વેમાં કરોડોની છેતરપિંડીનો આરોપ

ઉમર ફારૂક ઝહૂર નોર્વેમાં કરોડોની છેતરપિંડીના આરોપમાં લાંબા સમયથી વોન્ટેડ છે. નોર્વેની મીડિયાના રિપોર્ટ મુજબ, 2003માં ઝહૂર પોતાની જ ટ્રાવેલ એજન્સીમાંથી એરલાઇન ટિકિટોની ઉચાપત કરવા બદલ એક વર્ષની સજા થઈ હતી, પરંતુ તે કોર્ટમાં હાજર થયો નહોતો અને દેશ છોડી ભાગી ગયો હતો. ત્યારબાદ 2010માં નોર્વેની પોલીસ તેને મની લોન્ડરિંગ કેસમાં શોધી રહી છે. આ ઉપરાંત સ્વિટ્ઝર્લૅન્ડમાં પણ એક નકલી બૅંક બનાવીને બે કરોડ ડૉલરની છેતરપિંડી કરવાના આરોપમાં તે તપાસના ઘેરામાં છે.

નોર્વે-સ્વિટ્ઝર્લૅન્ડના દુશ્મને પાકિસ્તાને સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યું હતું

નોર્વે અને સ્વિટ્ઝર્લેન્ડમાં ભાગેડુ જાહેર હોવા છતાં પાકિસ્તાનમાં ઝહૂરની છબી તદ્દન અલગ છે. માર્ચ 2025માં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ તેને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજ્યો હતો. તેને પાકિસ્તાનમાં આઇટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એનર્જી જેવા ક્ષેત્રોમાં અંદાજે 70 કરોડ ડૉલરનું વિદેશી રોકાણ લાવવાનો શ્રેય અપાયો છે. અગાઉ તેની સામે ઇન્ટરપોલની રેડ નોટિસ પણ જાહેર થઈ હતી, પરંતુ 2022માં પુરાવાના અભાવે પાકિસ્તાની એજન્સીઓએ તપાસ બંધ કરી નોટિસ પાછી ખેંચી લીધી હતી.

આ પણ વાંચો : ભ્રામક દાવા બંધ કરો, સીઝફાયર તોડ્યું તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો: મંત્રણા પહેલા જ ઈરાનની ધમકી

પૂર્વ PM ઈમરાન ખાન કેસમાં ઝહૂરનું નામ

ઝહૂરનું નામ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન સાથે જોડાયેલા તોશાખાના કેસમાં પણ ચર્ચાયું છે. તેણે દાવો કર્યો હતો કે, ઈમરાન ખાને સરકારી ભેટમાં મળેલી મોંઘી ઘડિયાળ તેને અંદાજે વીસ લાખ ડૉલરમાં વેચી હતી. આ મામલે તેને 'વ્હિસલબ્લોઅર' તરીકે પણ જોવામાં આવે છે. પાકિસ્તાની સેના અને સરકાર સાથેની તેની આ નિકટતાને કારણે જ અમેરિકી ઉપરાષ્ટ્રપ્રમુખ સાથેની તેની મુલાકાતને ગંભીરતાથી જોવામાં આવી રહી છે. એક આંતરરાષ્ટ્રીય ભાગેડુ અમેરિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે જોવા મળતાં હવે આ મામલે તપાસની માંગ ઉઠી રહી છે.

આ પણ વાંચો : નેતન્યાહુની ધરપકડ થશે? હંગેરીના નવા PMનો ધડાકો- ‘અમારા દેશમાં આવશે તો જેલભેગા કરીશું’