ફ્લાઈટ ટિકિટનું રિફંડ મેળવવા કર્યું 'મોતનું નાટક', યુટ્યુબરની હરકત પર ચોંકી એરલાઈન્સ
Image Source: Twitter
UK Youtuber's Refund Stunt: બ્રિટનના ફેમશ યુટ્યુબર મેક્સિમિલિયન ઓર્થર ફોશે તાજેતરમાં જ એક ચોંકાવનારો વીડિયો શેર કર્યો હતો, જેનું ટાઈટલ 'I Technically Died' હતું. આ વીડિયોમાં તેણે જણાવ્યું કે, મેં એક ફ્લાઈટની ટિકિટ બુક કરાવી હતી, પરંતુ તે સમયે હું યાત્રા ન કરી શક્યો. જોકે, મેં રિફંડ માટે અરજી કરી તો મને જાણવા મળ્યું કે, એરલાઈનની પોલિસીમાં એક ખામીઓથી ભરેલ ક્લોઝ છે, જેમાં લખવામાં આવ્યું હતું કે જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો જ રિફંડ મળી શકે છે.
ફ્લાઈટ ટિકિટનું રિફંડ મેળવવા કર્યું 'મોતનું નાટક'
આ નિયમનો ફાયદો ઉઠાવવા માટે યુટ્યુબર એક અનોખી પદ્ધતિ અપનાવી. તે ઈટાલીના એક માઈક્રોનેશન સેબોર્ગા પહોંચ્યો, જે કોઈ માન્યતા પ્રાપ્ત દેશ નથી પણ પોતાને એક સ્વતંત્ર રાષ્ટ્ર માને છે. અહીં તેણે ત્યાંની રાજકુમારી નીના મેનેગાટો સાથે મુલાકાત કરી.
ત્યારબાદ ત્યાંથી ફોશને એક ડેથ સર્ટિફિકેટ મળ્યું જે કથિત મોતને પ્રમાણિત કરે છે. તેણે ત્યાંના ઈતિહાસ અને પરંપરાને પણ સમજી અને જણાવ્યું કે, કેવી રીતે આ ક્ષેત્ર ખુદને એક સ્વતંત્ર રાષ્ટ્ર માને છે.
આ પણ વાંચો: ગુજરાતના માથે વરસાદનું સંકટ, 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર, 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
એરલાઈન્સે સ્વીકારી અરજી
આ સર્ટિફિકેટને આધાર બનાવીને મેક્સ ફોશે એરલાઈન્સને રિફંડ માટે અરજી મોકલી. એરલાઈન્સે પહેલા તો અરજી સ્વીકારી લીધી અને રિફંડ માટે બેંક ડિટેલ્સ માગી પરંતુ મામલો અહીં જ જટિલ બની ગયો.
વકીલની સલાહ પર ન લીધા પૈસા
જોકે, જ્યારે ફોશે પોતાના વકીલની સલાહ લીધી તો વકીલે કહ્યું કે આ ફ્રોડ નથી, પરંતુ તે ચોક્કસ ફ્રોડ જેવું છે. તેણે મેક્સને પૈસા લેવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો. વકીલની સલાહ માનીને મેક્સે આખરે રિફંડનો દાવો ન કર્યો, જે લગભગ 50 ડોલર (ભારતીય રૂપિયામાં લગભગ 4000 રૂપિયા)નો હતો.