Get The App

ગુજરાતના માથે વરસાદનું સંકટ, 8 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર, 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Updated: Jul 3rd, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતના માથે વરસાદનું સંકટ, 8 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર, 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી 1 - image

Gujarat Rain Updates : ગુજરાતમાં ગઈકાલથી ચોમાસાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં એકસામટો 7થી 8 ઇંચ વરસાદ ખાબકતાં લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે લેટેસ્ટ આગાહી જાહેર કરતાં ગુજરાતના લોકોની ચિંતા વધી છે. 

જાણો 6 કલાકમાં ક્યાં કેટલો વરસ્યો 

ત્યારે આજે સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા એટલે કે માત્ર 6 કલાકના ગાળામાં સાબરકાંઠાના ઈડરમાં 5.51 ઇંચ, બનાસકાંઠાના ધાનેરામાં 4.57 ઇંચ, જામનગરના જોડિયામાં 3.7 ઇંચ, બનાસકાંઠાના વડગામમાં 2.95 અને દાંતીવાડામાં 2.76 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. 

ગુજરાતના માથે વરસાદનું સંકટ, 8 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર, 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી 2 - image
ગુજરાતના માથે વરસાદનું સંકટ, 8 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર, 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી 3 - image
ગુજરાતના માથે વરસાદનું સંકટ, 8 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર, 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી 4 - image
ગુજરાતના માથે વરસાદનું સંકટ, 8 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર, 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી 5 - image

આ પણ વાંચો: બનાસકાંઠા જળબંબાકાર: વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ, શાળાઓમાં રજા જાહેર, ઘર-દુકાનોમાં પાણી ઘૂસ્યા

8 જિલ્લામાં રેડ ઍલર્ટ 

કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને મહેસાણામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અહીં હવામાન વિભાગે રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. 

6 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ 

જ્યારે અરવલ્લી, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં ભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.