Get The App

'અમે રશિયા સાથે યુદ્ધનો અંત લાવવા માટે તૈયાર', ઝેલેન્સ્કીએ ટ્રમ્પના પ્રસ્તાવને આપ્યો ટેકો

Updated: Aug 16th, 2025

GS TEAM

Google News
Google News
'અમે રશિયા સાથે યુદ્ધનો અંત લાવવા માટે તૈયાર', ઝેલેન્સ્કીએ ટ્રમ્પના પ્રસ્તાવને આપ્યો ટેકો 1 - image
Image Source: IANS

Ukraine Russia War: યુક્રેનિયન રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કીએ કહ્યું કે, તેઓ રશિયા સાથે યુદ્ધનો અંત લાવવા માટે સહયોગ કરવા તૈયાર છે. ટ્રમ્પ સાથે વાતચીત પછી ઝેલેન્સ્કીએ સોમવારે વોશિંગ્ટન જવાની જાહેરાત કરી. એક્સિયોસના રિપોર્ટ અનુસાર, ટ્રમ્પે ઝેલેન્સ્કીને કહ્યું કે, 'વ્લાદિમીર પુતિન યુદ્ધવિરામ કરતાં વ્યાપક શાંતિ કરાર પસંદ કરે છે.' આ પછી, ઝેલેન્સ્કીએ ટ્રમ્પના પ્રસ્તાવને ટેકો આપ્યો કે અમેરિકા, રશિયા અને યુક્રેન વચ્ચે ત્રિપક્ષીય બેઠક થવી જોઈએ.

ઝેલેન્સ્કીએ કહ્યું કે, 'યુક્રેન શાંતિ લાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. નેતાઓના સ્તરે મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ અને ત્રિપક્ષીય ફોર્મેટ આ માટે યોગ્ય છે. દરેક તબક્કે યુરોપિયન નેતાઓની હાજરી જરૂરી છે, જેથી મજબૂત સુરક્ષા ગેરંટી સુનિશ્ચિત કરી શકાય.' આને ટ્રમ્પ પર તેમના અવિશ્વાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: પુતિન સાથે મુલાકાત બાદ ટ્રમ્પનો મોટો નિર્ણય, તાત્કાલિક ઝેલેન્સ્કીને અમેરિકા બોલાવ્યાં

અલાસ્કામાં યોજાયેલી ટ્રમ્પ-પુતિન બેઠકમાં રશિયા-યુક્રેન યુદ્ધવિરામ પર કોઈ કરાર થયો નથી. આ પછી, ટ્રમ્પે અલાસ્કાથી વોશિંગ્ટન પરત ફરતી વખતે ઝેલેન્સ્કી અને અન્ય યુરોપિયન નેતાઓ સાથે વાત કરી. યુક્રેનિયન નેતા સાથેની આ વાતચીત એક કલાકથી વધુ સમય સુધી ચાલી. એક્સિઓસના મતે, ટ્રમ્પે ઝેલેન્સ્કીને યુદ્ધવિરામને બદલે ઝડપી શાંતિ કરાર પર વાટાઘાટો કરવા કહ્યું હોવાનું માનવામાં આવે છે.

ઝેલેન્સ્કીનું ત્રિપક્ષીય બેઠકને સમર્થન

ઝેલેન્સ્કીએ કહ્યું કે, તેમણે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સાથે લાંબી અને અર્થપૂર્ણ વાતચીત કરી. તેમણે યુક્રેન, રશિયા અને અમેરિકા વચ્ચે ત્રિપક્ષીય બેઠક માટે ટ્રમ્પના પ્રસ્તાવને પણ સમર્થન આપ્યું. ઝેલેન્સ્કીએ ટ્વિટ કર્યું કે, 'યુક્રેન શાંતિ સ્થાપિત કરવા માટે તેની તમામ શક્તિથી કામ કરવાની તૈયારીને ફરીથી પુષ્ટિ આપે છે.'

પુતિન સાથે મુલાકાત સારી રહી, હવે ઝેલેન્સ્કીને મળશે

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે, 'અલાસ્કામાં આ એક શાનદાર અને સફળ દિવસ હતો. રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાત ખૂબ સારી રહી, તેવી જ રીતે મોડી રાત્રે યુક્રેનિયન રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી અને નાટો સેક્રેટરી જનરલ સહિત અનેક યુરોપિયન નેતાઓ સાથેની વાતચીત પણ સકારાત્મક રહી. બધાએ નક્કી કર્યું કે રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાનો શ્રેષ્ઠ માર્ગ ફક્ત યુદ્ધવિરામ નહીં, પણ શાંતિ કરાર તરફ સીધો આગળ વધવો છે, જે ઘણીવાર ટકતું નથી.'


આ પણ વાંચો: જ્યારે પુતિને અંગ્રેજીમાં આપ્યું રશિયા આવવાનું આમંત્રણ... ડોનાલ્ડ ટ્રમ્પ જોતા જ રહી ગયા

તેમણે કહ્યું કે, 'રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી સોમવારે બપોરે ઓવલ ઓફિસ (વ્હાઇટ હાઉસ) આવશે. જો બધું બરાબર રહ્યું, તો રાષ્ટ્રપ્રમુખ પુતિન સાથે મુલાકાત સુનિશ્ચિત કરવામાં આવશે. આનાથી લાખો લોકોના જીવ બચી શકે છે.'


Tags :