પુતિન સાથે મુલાકાત બાદ ટ્રમ્પનો મોટો નિર્ણય, તાત્કાલિક ઝેલેન્સ્કીને અમેરિકા બોલાવ્યાં
Donald Trump News | અલાસ્કામાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાત સમાપ્ત થયાના થોડા સમય બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનિયન પ્રમુખ ઝેલેન્સ્કીને ફોન કર્યો. તેમણે શનિવારે પુતિન સાથે યોજાયેલી મહત્વપૂર્ણ શિખર મંત્રણા વિશે માહિતી આપી. ત્યારપછી તેમને તાત્કાલિક અમેરિકા આવવાનું કહી દીધું.
ગત બેઠકમાં મામલો બગડ્યો હતો
ઉલ્લેખનીય છે કે ઝેલેન્સ્કીની અમેરિકાની છેલ્લી મુલાકાત ખૂબ જ ખરાબ હતી. તેઓ બેઠક અધવચ્ચે જ છોડી ગયા હતા. એક અહેવાલ મુજબ, ઝેલેન્સકી ટૂંક સમયમાં ફરીથી વોશિંગ્ટનની મુલાકાત લઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઝેલેન્સકી 18 ઓગસ્ટે જ અમેરિકા જશે.
કેમ બોલાવ્યાં છે તાત્કાલિક?
એવું માનવામાં આવે છે કે આ મુલાકાતનો એજન્ડા યુક્રેન યુદ્ધ, અમેરિકા સહયોગ અને રશિયા પર દબાણ લાવવાની વ્યૂહરચના હશે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ અને પુતિન આજે અલાસ્કામાં મળ્યા હતા, પરંતુ વાતચીત પછી કોઈ નક્કર સહમતિની જાહેરાત કરવામાં આવી ન હતી.
ઝેલેન્સ્કીએ શું કહ્યું
યુક્રેનિયન પ્રમુખ ઝેલેન્સ્કીએ કહ્યું છે કે હું રશિયા સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે રચનાત્મક સહયોગ માટે તૈયાર છું. આ સાથે તેમણે એ પણ પુષ્ટિ આપી કે મને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર આવતા અઠવાડિયે વોશિંગ્ટનની મુલાકાતે જવું પડશે. ઝેલેન્સકી સોમવારે ટ્રમ્પને મળશે.