World

મસ્કે ઝેલેન્સકીનું નાક દબાવતા યુક્રેનની સૈન્ય રણનીતિ અંધકારમય, કીવમાં હડકંપ

By GS Team
21 Oct 20262 mins read
TukuTouch Logo
યુક્રેનને રશિયા સામેના યુદ્ધમાં અમેરિકાનો સાથ ન મળતા, એલોન મસ્કની સ્પેસએક્સ કંપની પર સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓમાં અવરોધ ઉભો કરવાનો આરોપ છે. કીવમાં હડકંપ મચી ગયો છે કારણ કે મસ્કે યુક્રેનના સૈન્ય સ્ટારલિંક નેટવર્કને જાણી જોઈને ધીમું કરવાનો નિર્દેશ આપ્યો હતો. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ આરોપ લગાવ્યો કે મસ્કે સ્ટારલિંક સુધી યુક્રેનની પહોંચ મર્યાદિત કરી, જેનાથી સૈન્ય અભિયાનો પ્રભાવિત થયા.

Summarized by AI; it may make mistakes. Check important info

મસ્કે ઝેલેન્સકીનું નાક દબાવતા યુક્રેનની સૈન્ય રણનીતિ અંધકારમય, કીવમાં હડકંપ

Musk Ordered Slowing Down Of Ukraine Starlink Network: વર્તમાનમાં યુક્રેનને રશિયા સાથેના યુદ્ધમાં અમેરિકાનો સાથ નથી મળી રહ્યો. તેનું ઉદાહરણ છે કે એલોન મસ્કની સ્પેસએક્સ કંપની પર યુક્રેની સેના દ્વારા ઉપયોગ કરવામાં આવી રહેલી સ્ટારલિંક સેટેલાઈટ ઈન્ટરનેટ સેવાઓમાં બાધા નાખવાના આરોપ લાગ્યા છે.

કીવમાં હડકંપ

એક રિપોર્ટ પ્રમાણે મસ્કે યુક્રેનના જરૂરી સૈન્ય સ્ટારલિંક નેટવર્કને જાણી જોઈને ધીમું કરવાનો નિર્દેશ આપ્યો, જેનાથી કીવમાં હડકંપ મચી ગયો.

રિપોર્ટમાં અધિકારીઓના હવાલેથી કહેવામાં આવ્યું છે કે, આ પગલાથી ટ્રમ્પ વહીવટી તંત્ર પણ ચોંકી ગયું. જોકે અમેરિકી અધિકારીઓએ કોઈપણ પ્રકારના સ્લોડાઉનનો આદેશ આપવાનો ઈનકાર કર્યો છે.

રક્ષા સચિવ પીટ હેગસેથે કહ્યું કે, 'અમે યુક્રેન પાસેથી કંઈપણ પાછું લીધું નથી. અમારી તરફથી કંઈ બદલાયું નથી. અમે કોઈ નિર્દેશ નથી આપ્યા. કોઈપણ બદલાવ સેટેલાઈટ પ્રદાતાના કોન્ટ્રાક્ટની શરતો હેઠળ થાય છે.'

વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ પણ વ્હાઇટ હાઉસ દ્વારા સ્લોડાઉનનો આદેશ આપવાના દાવાઓને ફગાવી દીધા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, સ્ટારલિંક એ સ્પેસએક્સની કોમર્શિયલ સેવા છે, જ્યારે સ્ટારશીલ્ડ અમેરિકી સૈન્ય સિસ્ટમ છે જે યુક્રેનને ઉપલબ્ધ નથી.

ઝેલેન્સ્કીનો આરોપ

યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ આરોપ લગાવ્યો કે, મસ્કે સ્ટારલિંક સુધી યુક્રેનની પહોંચ મર્યાદિત કરી દીધી, જેનાથી સૈન્ય અભિયાનો પ્રભાવિત થયા.

તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, હું ખાતરી સાથે કહી શકું છું કે તેઓ જાણતા હતા કે તેઓ શું કરી રહ્યા છે. રાત્રે 1:00 વાગ્યે સ્પેસએક્સ અને અમેરિકાએ સ્ટારલિંકને બ્લોક કરી દીધું.

યુક્રેની સેના સ્ટારલિંક પર રિકોનિસન્સ અને ઈન્ટરસેપ્ટર ડ્રોન ચલાવવા, ગુપ્ત માહિતી એકત્ર કરવા અને યુદ્ધક્ષેત્રના અન્ય કાર્યો માટે નિર્ભર છે. બાધાથી સંચાર અને અભિયાનોના સમન્વય પર અસર પડી.

પૂર્વ રક્ષા મંત્રી મિખાઈલો ફેડોરોવે બાદમાં કહ્યું કે, સ્ટારલિંક કનેક્ટિવિટી 160 કિમી/કલાકની સ્પીડ સુધી બહાલ કરવામાં આવી રહી છે અને સ્ટારશીલ્ડની સ્પીડ લિમિટ સંપૂર્ણપણે હટાવવી જરૂરી છે. તેમણે મસ્કનો આભાર માનતા વધુ સમર્થનની આશા વ્યક્ત કરી.