World

ન્યૂ મેક્સિકોનું નામ બદલીને ન્યૂ અમેરિકા કરવાની ભલામણ કરતાં ટ્રમ્પની ફરી મજાક બની, લોકોએ કહ્યું ક્યાંક અમેરિકાનું નામ ન્યૂ ઈન્ડિયા ન કરી દે!

By GS Team
21 Oct 20262 mins read
TukuTouch Logo
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂ મેક્સિકો રાજ્યનું નામ બદલીને 'ન્યૂ અમેરિકા' રાખવાની ભલામણ કરતા રાજકીય ગરમાવો આવ્યો છે. ટ્રમ્પે સોમવારે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, ન્યૂ મેક્સિકોએ તાત્કાલિક પોતાનું નામ બદલી 'ન્યૂ અમેરિકા' કરવું જોઈએ, કારણ કે તે યુનાઇટેડ સ્ટેટ્સનો ભાગ છે. જોકે, ડેમોક્રેટિક સેનેટર બેન રે લુજાને આ સૂચનનો વિરોધ કરી કહ્યું કે, રાજ્યને તેના નામ પર ગર્વ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ન્યૂ મેક્સિકોનું નામ બદલીને ન્યૂ અમેરિકા કરવાની ભલામણ કરતાં ટ્રમ્પની ફરી મજાક બની, લોકોએ કહ્યું ક્યાંક અમેરિકાનું નામ ન્યૂ ઈન્ડિયા ન કરી દે!

Donald Trump New Mexico Name Change News : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂ મેક્સિકો રાજ્યનું નામ બદલીને ‘ન્યૂ અમેરિકા’ રાખવાનું સૂચન કરતાં રાજકીય ચર્ચા શરૂ થઈ છે. ટ્રમ્પે સોમવારે પોતાના સોશિયલ મીડિયા ટ્રુથ સોશિયલ પર આ અંગે પોસ્ટ કરી હતી. જોકે, રાજ્યનું નામ બદલવા અંગે કોઈ સત્તાવાર પ્રક્રિયા શરૂ થઈ હોવાના અહેવાલ નથી.

ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ન્યૂ મેક્સિકોએ તાત્કાલિક પોતાનું નામ બદલીને ન્યૂ અમેરિકા રાખવું જોઈએ. તેમણે દલીલ કરી હતી કે આ રાજ્ય મેક્સિકો નથી, પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એટલે કે અમેરિકાનો ભાગ છે. તેમના મતે, નામ બદલવાથી રાજ્યનું મહત્ત્વ અને પ્રતિષ્ઠા વધશે તથા રહેવાસીઓમાં અમેરિકાના ધ્વજ પ્રત્યે ગૌરવની લાગણી વધુ મજબૂત બનશે.

અગાઉ પણ નામ બદલવાનાં સૂચનો આપ્યાં હતાં

ટ્રમ્પ અગાઉ ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ બદલીને ગલ્ફ ઓફ અમેરિકા રાખવાના નિર્ણયને લઈને ચર્ચામાં રહ્યા હતા. ત્યારબાદ લેક ઓન્ટારિયોનું નામ લેક અમેરિકા રાખવાની વાત પણ સામે આવી હતી. હવે ન્યૂ મેક્સિકોનું નામ બદલવાના તેમના સૂચનથી સોશિયલ મીડિયા પર ફરી ચર્ચા શરૂ થઈ છે. કેટલાક લોકોએ મજાકમાં એવી ટિપ્પણીઓ પણ કરી છે કે ટ્રમ્પ ભવિષ્યમાં આખા અમેરિકાનું નામ બદલીને ન્યૂ ઇન્ડિયા રાખવાનું સૂચન કરી શકે છે.

‘અમને અમારા નામ પર ગર્વ છે’

ડેમોક્રેટિક પાર્ટીના સેનેટર બેન રે લુજાને ટ્રમ્પના સૂચનનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે ન્યૂ મેક્સિકોનું નામ અમેરિકાની સ્થાપના પહેલાંથી ઇતિહાસ અને ઓળખ સાથે જોડાયેલું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે રાજ્યના રહેવાસીઓને પોતાના નામ અને વતન પર ગર્વ છે અને તેઓ પોતાની ઓળખ જાળવી રાખશે.

શું ખરેખર નામ બદલાઈ શકે?

ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટથી રાજ્યનું નામ આપમેળે બદલાઈ શકે નહીં. નામ બદલવા માટે રાજ્યની બંધારણીય અને કાયદાકીય પ્રક્રિયાનું પાલન જરૂરી બને છે. તેથી ટ્રમ્પનું આ નિવેદન હાલ સૂચન પૂરતું છે. બીજી તરફ, સેનેટર બર્ની સેન્ડર્સે ટ્રમ્પની ટીકા કરતાં તેમને ઈરાન સાથેના યુદ્ધનો અંત લાવવા પર ધ્યાન આપવાની સલાહ આપી હતી. તેમણે પેટ્રોલ અને ડીઝલના ઊંચા ભાવનો ઉલ્લેખ કરીને સરકારની નીતિઓ સામે સવાલ ઉઠાવ્યા હતા.