Israel-Hamas War: અમેરિકાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે (14 ઓક્ટોબર) કહ્યું હતું કે, હમાસે પોતાના શસ્ત્રો હેઠા મૂકી દેવા જોઈએ. તેમણે ચેતવણી આપી હતી કે જો તે આવું નહીં કરે તો અમેરિકા તેને તેના શસ્ત્રો સોંપવા માટે મજબૂર કરશે. જોકે, બાદમાં ટ્રમ્પે સ્પષ્ટતા કરી કે તેમણે હમાસ સાથે સીધો સંપર્ક કર્યો નથી, પરંતુ આ મેસેજ "મારા લોકો દ્વારા, ઉચ્ચતમ સ્તરે" પહોંચાડવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ અમેરિકા બાદ હવે બ્રિટન પણ વિઝા માટેના નિયમો અને અંગ્રેજીની પરીક્ષા આકરી બનાવશે
અર્જન્ટીનાના પ્રમુખ જેવિયર માઇલી સાથે વ્હાઇટ હાઉસમાં એક બેઠક બાદ ટ્રમ્પે કહ્યું કે, 'જો તે હથિયાર નહીં મૂકે તો અમે તેમને હથિયાર મૂકાવી દઇશું. આ જલ્દી અને કદાચ હિંસક રીતે થશે. હું જાણું છું કે, આ કોઈ રમત નથી રમી રહ્યો. ગાઝા પર શાસન કરનારા ઉગ્રવાદી સમૂહ હમાસ, ઓક્ટોબર 2023ના હુમલા દરમિયાન બંધક બનાવવામાં આવેલા મૃત લોકોના મૃતદેહને પરત ન આપવાના કારણે ઈઝરાયલ અને ટ્રમ્પની ટીકાનો શિકાર થઈ રહ્યા છે.
હમાસે 4 અન્ય મૃત બંધકોને સોંપ્યા
હમાસે સોમવારે (13 ઓક્ટોબર) યુદ્ધ વિરામ કરાર હેઠળ બાકીના 20 જીવિત ઈઝરાયલી બંધકોને મુક્ત કરી દીધા છે. જોકે, ઈઝરાયલે હજારો પેલેસ્ટાઇન કેદીઓને મુક્ત કરી દીધા છે. ઈઝરાયલનું કહેવું છે કે, હમાસે ચાર અન્ય મૃત બંધકોને સોંપી દીધા છે.
આ પણ વાંચોઃ ઇસ્લામ, ઇસાઈ, યહૂદી ધર્મો માટે ગાઝા શાંતિ પ્રસ્તાવમાં શું લખ્યું છે ?
ઈઝરાયલી સેનાએ શું કહ્યું?
ઈઝરાયલી સેનાએ કહ્યું કે, મંગળવારે (14 ઓક્ટોબર) હમાસ દ્વારા સોંપવામાં આવેલા ચાર અન્ય બંધકોના અવશેષ ગાઝાથી ઈઝરાયલ લાવવામાં આવ્યા છે. અવશેષોને રેડ ક્રૉસને સોંપી દેવાયા છેસ બાદમાં તેમને ઈઝરાયલને સોંપવામાં આવશે, જે ગાઝા પટ્ટીમાં બે વર્ષથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવાના હેતુથી યુદ્ધ વિરામ લાગુ કરવાની દિશામાં નવું પગલું છે.


