World

ઈરાનના વિદેશ મંત્રીના પર ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ, કહ્યું- 'યુરેનિયમ સંવર્ધન અટકાવશે નહીં તો બોમ્બ વરસાવીશું'

By GS TEAM
22 Jul 20252 mins read
TukuTouch Logo
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીના નિવેદન પર ભડક્યા છે. તાજેતરમાં જ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી કહ્યું હતું કે, 'અમારો દેશ યુરેનિયમ સંવર્ધન કાર્યક્રમ નહીં છોડે.' અરાઘચીના આ નિવેદન પર ટ્રમ્પે ઈરાનને ધમકી આપતાં કહ્યું કે, 'જો ઈરાન યુરેનિયમ સંવર્ધન ચાલુ રાખશે, તો જરૂર પડ્યે ઈરાન પર ફરીથી બોમ્બમારો કરવામાં આવશે.'

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાનના વિદેશ મંત્રીના પર ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ, કહ્યું- 'યુરેનિયમ સંવર્ધન અટકાવશે નહીં તો બોમ્બ વરસાવીશું'

Trump's threat to continue nuclear program: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીના નિવેદન પર ભડક્યા છે. તાજેતરમાં જ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી કહ્યું હતું કે, 'અમારો દેશ યુરેનિયમ સંવર્ધન કાર્યક્રમ નહીં છોડે.' અરાઘચીના આ નિવેદન પર ટ્રમ્પે ઈરાનને ધમકી આપતાં કહ્યું કે, 'જો ઈરાન યુરેનિયમ સંવર્ધન ચાલુ રાખશે, તો જરૂર પડ્યે ઈરાન પર ફરીથી બોમ્બમારો કરવામાં આવશે.'

આ પણ વાંચો: 'મારો મિત્ર મારી નજર સામે સળગી ગયો', ઢાકા પ્લેન ક્રેશના પીડિતોની આપવીતી; મૃત્યુઆંક 27

'જરૂર પડશે તો અમેરિકા ફરીથી ઈરાન પર હવાઈ હુમલા કરશે'

ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા સાઇટ ટ્રુથ પર લખ્યું છે કે, અમેરિકાના હુમલામાં ઈરાનના મુખ્ય પરમાણુ સ્થળોને ભારે નુકસાન થયું છે અને જરૂર પડશે તો અમેરિકા ફરીથી ઈરાન પર હવાઈ હુમલા કરશે.

યુરેનિયમ સંવર્ધન પ્રોગ્રામ ચાલુ રહેશે: અરાઘચી 

ટ્રમ્પની આ ટિપ્પણી પહેલા ઈરાનના વિદેશ મંત્રી અરાઘચીએ તેના યુરેનિયમ સંવર્ધન કાર્યક્રમને રાષ્ટ્રીય ગૌરવનો વિષય ગણાવ્યો હતો. ફોક્સ ન્યૂઝ સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, અમેરિકા ઇચ્છે છે કે ઈરાન તેનો યુરેનિયમ સંવર્ધન પ્રોગ્રામ બંધ કરે, પરંતુ ઈરાન તેનો કાર્યક્રમ ચાલુ રાખશે.

'આ અમારા વૈજ્ઞાનીઓની સિદ્ધિ છે, અમારા માટે રાષ્ટ્રીય ગૌરવ '

તેમણે વધુમાં કહ્યું કે, 'અમે અમારો સંવર્ધન પ્રોગ્રામ નહીં છોડી શકીએ, કારણ કે,આ અમારા પોતાના વૈજ્ઞાનીઓની સિદ્ધિ છે. અને હવે તેનાથી પણ વધુ તે અમારા માટે રાષ્ટ્રીય ગૌરવનો સવાલ બની ગયો છે. અમારુ સંવર્ધન અમને ખૂબ જ પ્રિય છે.'

આ પણ વાંચો: ટ્રેડ ડીલ ફરી અટવાઈ! હવે ઓગસ્ટમાં ભારત આવશે અમેરિકાનું ડેલિગેશન, જાણો કેમ આવી રહી છે અડચણ

અમેરિકાના હુમલા છતાં ઈરાન પરમાણુ પ્રોગ્રામ ચાલુ રાખવા અડગ

અમેરિકા હંમેશા ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર સવાલ ઉઠાવતું રહ્યુ છે અને ઈરાનના યુરેનિયમ સંવર્ધન પ્રોગ્રામને રોકવાની કોશિશ કરી છે. અમેરિકાને શંકા છે કે, ઈરાન પરમાણુ બોમ્બ બનાવવા માટે પૂરતા પ્રમાણમાં યુરેનિયમ સમૃદ્ધ કરી શકશે, જે મધ્ય પૂર્વમાં તેના માટે એક મોટો પડકાર હશે. અમેરિકા ઇચ્છે છે કે, ઈરાનમાં યુરેનિયમ સંવર્ધન પર સંપૂર્ણ પ્રતિબંધ લાગે. પરંતુ અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે, ઈરાન અમેરિકાની આ માંગણી ક્યારેય સ્વીકારશે નહીં.'