World

ટ્રમ્પે નવા નકશામાં હોર્મુઝ સ્ટ્રેઇટસ અમેરિકાનું હોવાનું દર્શાવ્યું છે : ઇરાને ફરીથી તે જળમાર્ગ બંધ કર્યો છે

By GS Team
19 Aug 20262 mins read
TukuTouch Logo
વોશિંગ્ટનથી મળતા અહેવાલ મુજબ, અમેરિકી પ્રમુખે 18 ઓગસ્ટે ટ્રુથ સોશ્યલ પર હોર્મુઝ સ્ટ્રેઈટને યુ.એસ. ટેરિટરી દર્શાવતો નકશો કોઈ ટીપ્પણી વગર પોસ્ટ કર્યો છે. આના ગંભીર અર્થઘટનો છે, કારણ કે જો હોર્મુઝ અમેરિકાનો ભાગ બને, તો તેની સુરક્ષા માટે સેના તૈનાત રહેશે. ઈરાને પ્રતિબંધો ન હટે ત્યાં સુધી સ્ટ્રેઈટ નહીં ખોલવાની ચીમકી આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પે નવા નકશામાં હોર્મુઝ સ્ટ્રેઇટસ અમેરિકાનું હોવાનું દર્શાવ્યું છે : ઇરાને ફરીથી તે જળમાર્ગ બંધ કર્યો છે
  • અમેરિકી પ્રમુખે તેમના ટ્રૂથ સોશ્યલ ઉપર કશીએ ટીકા કે ટિપ્પણી સિવાય આ નવો નકશો બિન્દાસ રજૂ કરી દીધો છે

વૉશિંગ્ટન : પ્રમુખ ટ્રમ્પે (અમેરિકી સમય પ્રમાણે) મંગળવાર ૧૮મી ઓગસ્ટે એક નકશો, તેઓના ટ્રૂથ સોશ્યલ ઉપર પોસ્ટ કર્યો છે તેમાં સ્ટ્રેઇટ ઓફ હોર્મુઝને યુ.એસ. ટેરીટરી તરીકે દર્શાવવામાં આવી છે. આ નકશા સાથે અમેરિકી પ્રમુખે કોઈ ટીકા કે ટીપ્પણી પણ આપી નથી. (જેથી ફ્લોરિડાથી પશ્ચિમે જતા દ્વિપ સમુહ 'ડી-વેસ્ટ' દર્શાવાય છે તેમ જાણે કે સહજ રીતે જ હોર્મુઝ સ્ટ્રેઇટ અમેરિકાની છે, તે રીતે દર્શાવાઈ છે.
ગત સપ્તાહે જ પ્રમુખે જણાવ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં જ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને અમેરિકાની ટેરીટરી તરીકે જાહેર કરશે.
નિરીક્ષકો કહે છે કે આના ગૂઢાર્થો ઘણા ગંભીર છે. જો હોર્મુઝ અમેરિકાની ટેરીટરી જાહેર કરાય તો અમેરિકન આર્મી નેવી અને એર ફોર્સ તમામ તેનાં સત્તાવાર રક્ષણ માટે તૈનાત જ રહે. તે સંયોગોમાં ઇરાન શું કરશે ?
બીજી તરફ ઇરાનની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ઘાલીબાફે કહ્યું હતું કે જ્યાં સુધી અમેરિકા સાથે થયેલા મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગમાં ઇરાને આપેલાં ૧૪ પોઇન્ટસ પૂરેપૂરાં અમલી નહીં બને ત્યાં સુધી અને ઇરાન ઉપર લદાયેલા પ્રતિબંધો તેમજ ઇરાન સામે ચાલતી લશ્કરી કાર્યવાહી સંપૂર્ણ રીતે દૂર નહીં થાય ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેઇટ ખોલવામાં આવશે નહીં.
આ સાથે વિરોધીઓને વધુ (યુદ્ધ) ચગાવવા સામે ચેતવણી આપતાં અધ્યક્ષે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઇસ્લામિક રીપબ્લિક તેની સામે લેવાતાં પગલાં અને તેની ઉપર થનારાં આક્રમણોનો કટ્ટર જવાબ આપવા તૈયાર જ છે.
આમ છતાં ઘાલીબાફે રાજદ્વારી ગતિવિધિ ચાલુ રાખવાથી બાબતને પુષ્ટિ આપતાં કહ્યું હતું કે તે લશ્કરી કાર્યવાહી બંધ કરવા માટેની બારી ખુલ્લી રાખે છે.
ઘાલીબાફનાં આ વિધાનો વચ્ચે હોર્મુઝ સ્ટ્રેઇટમાંથી પસાર થતાં એક જહાજ ઉપર એક અજ્ઞાાત પ્રક્ષેપાસ્ત્ર પડયું હતું. તે જહાજના એન્જિન :મમાં પડતાં આગ લાગી હતી અને એકનું મૃત્યુ થયું હતું. જ્યારે ૧૧ને ઇજાઓ થઇ હતી.
આ બધું ત્યારે બની રહ્યું છે કે જ્યારે ૬૦ દિવસનો યુદ્ધ વિરામ પૂરો થવા ઉપર છે. પરંતુ ઇરાન અમેરિકા વચ્ચેના મહત્વના મતભેદો તો હજી ઉકેલી શકાયા જ નથી.