'દુનિયા કન્ટ્રોલ બહાર, આપણે વૈશ્વિક તબાહીની નજીક...' ઈરાનના હુમલા બાદ ટ્રમ્પની પ્રતિક્રિયા

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
'દુનિયા કન્ટ્રોલ બહાર, આપણે વૈશ્વિક તબાહીની નજીક...' ઈરાનના હુમલા બાદ ટ્રમ્પની પ્રતિક્રિયા 1 - image


Donald Trump React on Iran attack | ઈરાને ઈઝરાયેલ પર મોટો હુમલો કર્યો છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ અનુસાર ઈરાને ઈઝરાયેલ પર લગભગ 180 મિસાઈલો છોડી છે. આ દરમિયાન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હાલના સમયે દુનિયા નિયંત્રણની બહાર જઈ રહી છે. થોડા સમય પહેલા ઈરાને ઈઝરાયેલ પર 200 થી વધુ બેલેસ્ટિક મિસાઈલો છોડી હતી અને આપણે વૈશ્વિક વિનાશની નજીક પહોંચી રહ્યા છીએ. 

ટ્રમ્પે બાઈડેન અને કમલા હેરિસને ઘેર્યા 

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમારી પાસે એક એવા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ છે જાણે તેમનો કોઈ અસ્તિત્વ જ નથી. તેમણે નેતૃત્વ સંભાળવાની જરૂર નથી પણ એ લોકો તો સાન ફ્રાન્સિસ્કોમાં ભંડોળ ઊભું કરવાના કાર્યક્રમોમાં જઈ રહ્યા છે અને એવા ફોનનો ઉપયોગ કરીને નકલી ફોટા પડાવી રહ્યા છે જે કનેક્ટ જ નહીં થાય. આ વખતે કોઈ નેતૃત્વના મોડમાં નથી. એ પણ નથી સમજાતું કે મૂંઝવણમાં કોણ છે બાઈડેન કે પછી કમલા હેરિસ કેમ કે બંનેને જાણે ખબર જ નથી પડી રહી કે શું થઇ રહ્યું છે? 

ટ્રમ્પે પોતાના કર્યા વખાણ 

ટ્રમ્પે કહ્યું કે જ્યારે હું રાષ્ટ્રપતિ હતો ત્યારે ઈરાન પાસે પૈસા પણ નહોતા. હવે તેમની પાસે 300 અબજ ડોલર છે. મારા વહીવટ હેઠળ મધ્ય પૂર્વમાં કોઈ યુદ્ધ થયું નહોતું, યુરોપમાં કોઈ યુદ્ધ નહોતું અને એશિયામાં સદભાવ જોવા મળતો હતો. કોઈ મોંઘવારી પણ નહોતી. અફઘાનિસ્તાનમાં કોઈ તકલીફ નહોતી. તેના બદલે ચારે બાજુ શાંતિ હતી. પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે હવે યુદ્ધનો ખતરો દરેક જગ્યાએ છે અને આપણો દેશ બે અસમર્થ લોકો દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. 

'દુનિયા કન્ટ્રોલ બહાર, આપણે વૈશ્વિક તબાહીની નજીક...' ઈરાનના હુમલા બાદ ટ્રમ્પની પ્રતિક્રિયા 2 - image


Google NewsGoogle News