World

ટ્રમ્પનો યુ-ટર્ન: એક કલાક પહેલા કહ્યું 'સીઝફાયર નહીં કરું', પછી બોલ્યા 'હવે યુદ્ધ ખતમ થવું જોઈએ'

By GS TEAM
21 Mar 20262 mins read
TukuTouch Logo
ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પરસ્પર વિરોધી નિવેદનોએ વિશ્વભરમાં કુતૂહલ સર્જ્યું છે. વ્હાઇટ હાઉસમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન ટ્રમ્પે માત્ર એક કલાકના ગાળામાં જ સીઝફાયર અંગે પોતાનું વલણ બદલી નાખ્યું હતું. શરૂઆતમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ અત્યારે કોઈ પણ સંજોગોમાં યુદ્ધ રોકવા માંગતા નથી, કારણ કે અમેરિકા મજબૂત સ્થિતિમાં છે અને ઈરાનને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે જ્યારે તમે વિરોધી પક્ષને સંપૂર્ણપણે તબાહ કરી રહ્યા હોવ, ત્યારે યુદ્ધવિરામ કરવાનો કોઈ અર્થ નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પનો યુ-ટર્ન: એક કલાક પહેલા કહ્યું 'સીઝફાયર નહીં કરું', પછી બોલ્યા 'હવે યુદ્ધ ખતમ થવું જોઈએ'
(IMAGE - IANS)

Trump's U-Turn on Iran War: ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પરસ્પર વિરોધી નિવેદનોએ વિશ્વભરમાં કુતૂહલ સર્જ્યું છે. વ્હાઇટ હાઉસમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન ટ્રમ્પે માત્ર એક કલાકના ગાળામાં જ સીઝફાયર અંગે પોતાનું વલણ બદલી નાખ્યું હતું. શરૂઆતમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ અત્યારે કોઈ પણ સંજોગોમાં યુદ્ધ રોકવા માંગતા નથી, કારણ કે અમેરિકા મજબૂત સ્થિતિમાં છે અને ઈરાનને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે જ્યારે તમે વિરોધી પક્ષને સંપૂર્ણપણે તબાહ કરી રહ્યા હોવ, ત્યારે યુદ્ધવિરામ કરવાનો કોઈ અર્થ નથી.

ડોનાલ્ડ ટ્રમ્પનું આશ્ચર્યજનક વલણ અને હોર્મુઝ અંગે સ્પષ્ટતા

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉના નિવેદનથી વિપરીત જઈને ગણતરીની મિનિટોમાં જ યુ-ટર્ન લીધો છે અને જણાવ્યું છે કે હવે આ યુદ્ધનો અંત આવવો જોઈએ. ટ્રમ્પના મતે, અમેરિકા પોતાના નિર્ધારિત લક્ષ્યો હાંસલ કરવાની અત્યંત નજીક હોવાથી હવે સૈન્ય કાર્યવાહીમાં ઘટાડો કરવા પર વિચારણા કરવામાં આવી રહી છે. અમેરિકન પ્રમુખનું આ અચાનક બદલાયેલું વલણ આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણું આશ્ચર્યજનક માનવામાં આવે છે.

આ સાથે જ તેમણે હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા બાબતે પણ અમેરિકાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. ટ્રમ્પે જણાવ્યું કે, જે દેશો હોર્મુઝના દરિયાઈ માર્ગનો ઉપયોગ કરે છે, તેમણે તેની સુરક્ષા અને પોલીસિંગની જવાબદારી પોતાની રીતે ઉઠાવવી પડશે. આ પ્રયાસોમાં અમેરિકા માત્ર સહયોગીની ભૂમિકા ભજવી શકે છે, પરંતુ મુખ્ય જવાબદારી જે-તે દેશોની રહેશે.

આ પણ વાંચો: હિંદ મહાસાગરમાં યુદ્ધ! ઈરાને ડિએગો ગાર્સિયા પર છોડી મિસાઈલ, રેન્જ જોઈ દુનિયા સ્તબ્ધ

ખાડી દેશોમાં વધતો ભારે તણાવ

ઉલ્લેખનીય છે કે, આ ભીષણ યુદ્ધની શરૂઆત 28 ફેબ્રુઆરીએ થઈ હતી, જ્યારે અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈનું મૃત્યુ થયું હતું. આ હુમલામાં ઈરાનના પરમાણુ મથકોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા, જેના જવાબમાં ઈરાને વળતા હુમલા શરૂ કર્યા હતા. હાલમાં ઈરાનના નવા સુપ્રીમ લીડર મૌજતબા ખામેનેઈ પોતાની જીતના દાવા કરી રહ્યા છે, ત્યારે ટ્રમ્પના આ નિવેદનો ખાડી દેશોમાં વધતા તણાવ અને તેલની વધતી કિંમતો વચ્ચે ખૂબ જ મહત્ત્વના માનવામાં આવે છે.