World

ટેરિફ વિરુદ્ધ ચુકાદો આપનારા જજો પર ભડક્યા ટ્રમ્પ, કહ્યું- ‘લડાઈ ચાલુ રાખીશું’

By GS TEAM
20 Feb 20262 mins read
TukuTouch Logo
અમેરિકાની સુપ્રીમ કોર્ટે વૈશ્વિક ટેરિફને ગેરકાયદે જાહેર કરતો ચુકાદો આપ્યા બાદ પ્રમુખ ડોનાલ્ડ ટ્ર્પ નિરાશ થયા છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા ટ્રુથ પર પોસ્ટ કરીને કોર્ટના નિર્ણયને અમેરિકન શ્રમિકોના પીઠ પર ચાકુ ખોપવા સમાન ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, તેઓ કોર્ટના ચુકાદા વિરુદ્ધ લડાઈ ચાલુ રાખશે. આ સાથે તેમણે સુપ્રીમ કોર્ટ વિદેશી શક્તિઓ સામે ઝુકી ગઈ હોવાનું કહી ચેતવણી આપી છે કે, તેઓ વધુ 10 ટકા ટેરિફ ઝિંકશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટેરિફ વિરુદ્ધ ચુકાદો આપનારા જજો પર ભડક્યા ટ્રમ્પ, કહ્યું- ‘લડાઈ ચાલુ રાખીશું’

Donald Trump vs US Supreme Court On Global Tariff : અમેરિકાની સુપ્રીમ કોર્ટે વૈશ્વિક ટેરિફને ગેરકાયદે જાહેર કરતો ચુકાદો આપ્યા બાદ પ્રમુખ ડોનાલ્ડ ટ્ર્પ નિરાશ થયા છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા ટ્રુથ પર પોસ્ટ કરીને કોર્ટના નિર્ણયને અમેરિકન શ્રમિકોના પીઠ પર ચાકુ ખોપવા સમાન ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, તેઓ કોર્ટના ચુકાદા વિરુદ્ધ લડાઈ ચાલુ રાખશે. આ સાથે તેમણે સુપ્રીમ કોર્ટ વિદેશી શક્તિઓ સામે ઝુકી ગઈ હોવાનું કહી ચેતવણી આપી છે કે, તેઓ વધુ 10 ટકા ટેરિફ ઝિંકશે.

કોર્ટનો નિર્ણય શરમજનક : ટ્રમ્પ

ટ્રમ્પે કહ્યું છે કે, ‘મારી ટેરિફ નીતિ અમેરિકાને ફરી મહાન બનાવી રહી હતી, નોકરીઓ પરત લાવી રહી હતી. કોર્ટના છ જજોએ ટેરિફ વિરુદ્ધ, જ્યારે ત્રણ જજોએ ટેરિફની તરફેણમાં ચુકાદો આપ્યો છે, જે શરમજનક વાત છે. અમે ફરી લડીશું અને જીતીશું.’ ટ્રમ્પ તંત્રએ ચુકાદાને શરમજનક ગણાવ્યો છે. વ્હાઈટ હાઉસે સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, તેઓ અન્ય કાયદાઓનો ઉપયોગ કરીને ફરી ટેરિફ લાગુ કરવાનો પ્રયાસ કરશે.’

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટ વિદેશી શક્તિઓ સામે ઝૂકી ગઈ, હવે વધુ 10% ટેરિફ ઝીંકીશું: ચુકાદા બાદ ટ્રમ્પ ભડક્યા

વધુ 10 ટકા ટેરિફ ઝિંકીશું : ટ્રમ્પ

ટ્રમ્પે નવી કાર્યવાહીની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટનો ચુકાદો છતાં તેમના અનેક ટેરિફ યથાવત્ રહેશે. તેઓ તાત્કાલીક વિશ્વ પર નવો 10 ટકા ટેરિફ લાગુ કરી રહ્યા છે. સેક્શન-232 હેઠળનો નેશનલ સિક્યોરિટી ટેરિફ, સેક્શન-301 ટેરિફ અને અન્ય સુરક્ષા સાથે જોડાયેલ ટેરિફ તાત્કાલીક અસરથી યથાવત્ રહેશે. તેઓ આજે જ એક નવા એક્ઝીક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરશે, જેમાં સેક્શન-122 ઓફ ધ ટ્રેડ એક્ટ-1974 દ્વારા વિશ્વ પર 10 ટકા ટેરિફ ઝિંકવામાં આવશે. આ ટેરિફ વર્તમાન ટેરિફથી ઉપરોક્ત હશે.

‘વૈકલ્પિક ઉપાયોનો ઉપયોગ કરીશું’

તેમણે વધુમાં કહ્યું કે, અમેરિકન સુપ્રીમ કોર્ટે તેમની વૈશ્વિક ટેરિફ નીતિ રદ કરી દીધી છે, તેમ છતાં તેઓ ટેરિફ ઝિંકવા માટે વૈકલ્પિક ઉપાયોનો ઉપયોગ કરશે. તેઓ અન્ય દેશો સાથે સંપૂર્ણ વેપાર બંધ કરવા જેવા ઉપાયો પણ લાગુ કરી શકે છે. 

રાષ્ટ્રપતિની શક્તિઓ સીમિત : સુપ્રીમ કોર્ટ

ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે એવા સમયે આ નિવેદનો આપ્યા છે, જ્યારે સુપ્રીમ કોર્ટે આજે તેમની ટેરિફ નીતિને ગેરકાયદે ગણાવી રદ કરી દીધી છે. કોર્ટે 6-3ના બહુમતથી ટ્રમ્પની ટેરિફ રણનીતિને પલટી નાખી છે. કોર્ટે કહ્યું કે, ટ્રમ્પે ઈન્ટરનેશનલ ઈમરજન્સી ઈકોનોમિક પાવર એક્ટ (IEEPA)નો ખોટી રીતે ઉપયોગ કર્યો અને આ એક્ટ રાષ્ટ્રીય ઈમરજન્સી સમયે કેટલાક ટ્રાન્ઝેક્શન કંટ્રોલ કરવાની મંજૂરી આપે છે, પરંતુ આટલા મોટાપ્રમાણમાં ટેરિફ ઝિંકવાની મંજૂરી આપતો નથી. મુખ્ય ન્યાયાધીશ જૉન રૉબર્ટ્સે બહુમતી અભિપ્રાય લખ્યો છે કે, રાષ્ટ્રપતિની શક્તિઓ સીમિત છે.