US સુપ્રીમ કોર્ટ સાથેના વિવાદમાં PM મોદી અને ભારત-અમેરિકા ડીલનો ઉલ્લેખ, જાણો શું બોલ્યા ટ્રમ્પ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Donald Trump On PM Modi And India-US Trade Deal : અમેરિકાની સુપ્રીમ કોર્ટે ‘ટ્રમ્પ ટેરિફ’ને ગેરકાયદે ગણાવતો ચુકાદો આપ્યા બાદ અમેરિકન પ્રમુખ ટ્રમ્પ ખૂબ નારાજ થયા છે. તેમણે સુપ્રીમ કોર્ટના ચુકાદાને નિરાશાન ગણાવવાની સાથે જજોની પણ આકરા શબ્દોમાં ટીકા કરી છે. તેમણે ટેરિફનો વિરોધ કરનારા જજોની ઝાટકણી કાઢી છે, તો તરફેણ કરનારા જજોનો આભાર માન્યો છે.
ટ્રમ્પે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર શું કહ્યું?
સુપ્રીમ કોર્ટે ટેરિફ વિરુદ્ધનો ચુકાદો આપ્યાના થોડા સમય બાદ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) વ્હાઈટ હાઉસમાં તાત્કાલીક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે ભારત-અમેરિકા ટ્રેડ ડીલનો પણ ઉલ્લેખ કર્યો હતો. જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે, ‘શું ટ્રેડ ફ્રેમવર્ક પર સુપ્રીમ કોર્ટના ચુકાદાની અસર પડશે? તો ટ્રમ્પે ‘ના’ જવાબ આપ્યો હતો. તેમણે સ્પષ્ટ કહ્યું કે, સુપ્રીમ કોર્ટ તાજેતરમાં જે ચુકાદો આપ્યો છે, તેની ભારત-અમેરિકા ડીલ પર કોઈ અસર નહીં પડે.
ટ્રમ્પે વધારાના 10 ટકા ગ્લોબલ ટેરિફ ઝિંકવાની કરી જાહેરાત
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે તાજેતરમાં જ કહ્યું છે કે, ભારત રશિયા પાસેથી તેલ ખરીદી બંધ કરવા સંમત થયું છે, તેથી તેઓ આ તેલ ખરીદી મામલે ભારત પર ઝિંકેલો વધારાનો 25 ટેરીફ હટાવી દીધો છે. આ ઉપરાંત તેમણે રિસિપ્રોકલ ટેરિફને 25 ટકાથી ઘટાડીને 18 ટકા કર્યો છે. એટલે કે તેમણે કુલ 50 ટકા ટેરિફ ઝિંક્યા બાદ હવે તે કુલ 18 ટકા કરી નાખ્યો છે. અમેરિકન કોર્ટે શુક્રવારે (20 ફેબ્રુઆરી) રેસિપ્રોકલ ટેરિફને ગેરકાયદે ઠેરવું છે, ત્યારબાદ ટ્રમ્પે ગુસ્સા આવીને વધારાનો 10 ટકા ગ્લોબલ ટેરિફ ઝિંકવાની જાહેરાત કરી છે.
PM મોદી અંગે ટ્રમ્પ શું બોલ્યા ?
પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે વડાપ્રધાન મોદીના વખાણ કર્યા છે. જોકે તેમણે ટેરિફમાં કોઈપણ બદલાવ કરવાની જાહેરાત કરી નથી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક સ્માર્ટ અને શાનદાર નેતા ગણાવ્યા છે. કોર્ટના ચુકાદાની ભારત-અમેરિકા ડીલ પર પડનારી અસર અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તેમણે કહ્યું કે, ‘ટ્રેડ ડીલમાં કોઈપણ ફેરફાર નહીં થાય. ટ્રમ્પે કહ્યું, ‘તેઓ (ભારત) અમને ટેરિફ આપશે અને અમે ટેરિફ નહીં આપીએ. ભારત સાથે એ ડીલ થઈ છે કે, તેઓ ટેરિપ આપશે. હવે પહેલા જેવું નહીં રહે.’
આ પણ વાંચો : ટેરિફ વિરુદ્ધ ચુકાદો આપનારા જજો પર ભડક્યા ટ્રમ્પ, કહ્યું- ‘લડાઈ ચાલુ રાખીશું’
ભારત ટેરિફ આપશે, અમે નહીં : ટ્રમ્પ
તેમણે વધુમાં કહ્યું કે, ‘વડાપ્રધાન મોદી શાનદાર અને સમજદાર નેતા છે, પરંતુ તેઓ અમેરિકા સાથે ડીલ કરવામાં ખૂબ સ્માર્ટ હતા. ભારત અમને નુકસાન કરાવી રહ્યું હતું. હવે અમે એક નિષ્પક્ષ ડીલ કરી છે. હવે અમે તેમને ટેરિફ આપવા નથી, પરંતુ તેઓ અમને દઈ રહ્યા છે. અમે તેને થોડુ ફ્લિપ (પલટ્યું) છે. બંને દેશો વચ્ચે થયેલી ડીલ ‘ફેર ડીલ’ છે, જે અમેરિકાના હિતમાં છે.’








