ટ્રમ્પની ડિનર પાર્ટી: બિલ ગેટ્સ, ઝુકરબર્ગ, પિચાઈ સહિતના ટેક જગતના દિગ્ગજો થયા સામેલ
Donald Trump Hosts Tech Leaders at White House Dinner: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં બિલ ગેટ્સ, માર્ક ઝુકરબર્ગ, સુંદર પિચાઈ સહિત ટેક ઈન્ડસ્ટ્રીના દિગ્ગજોને ડિનર પાર્ટી માટે આમંત્રણ આપ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે આ ડિનર પાર્ટીને ઉચ્ચ ઈન્ટેલિજન્સ ક્વોશન્ટ (IQ) ધરાવતા લોકોનો મેળાવડો ગણાવ્યો હતો. આ ડિનર પાર્ટીમાં ભોજનની સાથે રાજકારણ, અર્થતંત્ર, રોકાણ અને નોકરીઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
ટ્રમ્પે ટેક કંપનીઓના માલિકો અને સીઈઓને સવાલો પૂછ્યા
અહેવાલો અનુસાર, ડિનર પાર્ટી દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેક કંપનીઓના માલિકો અને સીઈઓને પૂછ્યું કે તે અમેરિકામાં કેટલું રોકાણ કરી રહ્યા છે? આ દરમિયાન મેટાના માર્ક ઝુકરબર્ગે કહ્યું કે, 'હું અમેરિકામાં 600 બિલિયન ડોલરનું રોકાણ કરવા જઈ રહ્યા છે.'
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પછી એપલના સીઈઓ ટિમ કૂકને પૂછ્યું કે, 'ટિમ... એપલ અમેરિકામાં કેટલા પૈસા રોકાણ કરવા જઈ રહ્યું છે? કારણ કે મને ખબર છે કે તે ઘણું હશે અને તમે જાણો છો, તમે બીજે ક્યાંક હતા, અને હવે તમે ખરેખર મોટા પાયે પાછા આવી રહ્યા છો. તમે કેટલા પૈસા રોકાણ કરવા જઈ રહ્યા છો?' જવાબમાં ટિમ કૂકે કહ્યું કે, 'હું અમેરિકામાં 600 બિલિયન ડોલરનું રોકાણ કરવા જઈ રહ્યા છે.' ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, '600 બિલિયન ડોલર, તે ખૂબ જ સારું છે, ઘણી બધી નોકરીઓનું સર્જન થશે. આ કરવાથી અમને ખૂબ ગર્વ થશે.
આ પણ વાંચો: ટ્રમ્પે ફરી પલટી મારી: જાપાન પર 25થી ઘટાડી 15 ટકા કર્યો ટેરિફ, ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ સાથે વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 'અમેરિકામાં કેટલા પૈસાનું રોકાણ કરી રહ્યા છે.' સુંદર પિચાઈએ કહ્યું, 'અને 100 બિલિયન ડોલરથી વધુ રોકાણ કરી રહ્યા છીએ. આગામી બે વર્ષમાં, અમેરિકામાં તે 250 બિલિયન ડોલર થઈ જશે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાને પૂછ્યું કે, 'તમારી કંપની અમેરિકામાં કેટલા પૈસાનું રોકાણ કરી રહી છે. સત્યા નડેલાએ કહ્યું કે, 'આ વર્ષે અમે અમેરિકામાં લગભગ 75થી 80 અબજ ડોલરનું રોકાણ કરીશું.'
ડિનર પાર્ટીમાં ઈલોન મસ્કની ગેરહાજરી
ઉલ્લેખનીય છે કે, વ્હાઇટ હાઉસના સ્ટેટ ડાઇનિંગ રૂમમાં ટેક જગતના દિગ્ગજો સાથેની આ બેઠકનું સૌથી આશ્ચર્યજનક પાસું એ હતું કે આ ડિનર પાર્ટીમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ટેક ટાયકૂન ઈલોન મસ્કની ગેરહાજરી હતી. એક સમયે ટ્રમ્પના નજીકના મિત્રોમાંના એક એવા ઈલોન મસ્ક અને ડોનાલ્ડ વચ્ચેના સંબંધો હવે બગડી ગયા છે અને બંને એકબીજા સાથે સારા નથી રહેતા.