World

VIDEO: ટ્રમ્પે ઇશારો કરતાં જ ખુરશી પરથી ઊભા થઈ ગયા શાહબાઝ શરીફ, US પ્રમુખે કહ્યું- 'PM મોદી મારા સારા મિત્ર...'

By GS TEAM
20 Feb 20262 mins read
TukuTouch Logo
અમેરિકાના વોશિંગ્ટનમાં આયોજિત 'બોર્ડ ઑફ પીસ'ના ઉદ્ઘાટન સત્રમાં એક અત્યંત રસપ્રદ નજારો જોવા મળ્યો હતો, જેની અત્યારે આંતરરાષ્ટ્રીય મીડિયામાં જોરશોરથી ચર્ચા થઈ રહી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સંબોધન દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ સ્થાપવાનો સંપૂર્ણ શ્રેય ખુદને આપ્યો હતો. એટલું જ નહીં, ટ્રમ્પે ભાષણની વચ્ચે જ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને ઊભા થવા માટે કહ્યું અને ત્યારબાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરમાં પ્રશંસા કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, 'મોદી એક મહાન વ્યક્તિ છે અને મારા ઘણા સારા મિત્ર છે.'

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: ટ્રમ્પે ઇશારો કરતાં જ ખુરશી પરથી ઊભા થઈ ગયા શાહબાઝ શરીફ, US પ્રમુખે કહ્યું- 'PM મોદી મારા સારા મિત્ર...'

Trump praises PM Modi Shehbaz Sharif: અમેરિકાના વોશિંગ્ટનમાં આયોજિત 'બોર્ડ ઑફ પીસ'ના ઉદ્ઘાટન સત્રમાં એક અત્યંત રસપ્રદ નજારો જોવા મળ્યો હતો, જેની અત્યારે આંતરરાષ્ટ્રીય મીડિયામાં જોરશોરથી ચર્ચા થઈ રહી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સંબોધન દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ સ્થાપવાનો સંપૂર્ણ શ્રેય ખુદને આપ્યો હતો. એટલું જ નહીં, ટ્રમ્પે ભાષણની વચ્ચે જ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને ઊભા થવા માટે કહ્યું અને ત્યારબાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરમાં પ્રશંસા કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, 'મોદી એક મહાન વ્યક્તિ છે અને મારા ઘણા સારા મિત્ર છે.'

'એક ફોન કોલથી યુદ્ધ રોક્યું' - ટ્રમ્પનો દાવો

ડોનાલ્ડ ટ્રમ્પે જૂના દાવાને દોહરાવતાં કહ્યું કે, તેમણે ગત વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધને માત્ર એક ફોન કોલ દ્વારા અટકાવ્યું હતું. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, જ્યારે તેમને ખબર પડી કે બંને દેશો લડી રહ્યા છે અને વિમાનો તોડી પાડવામાં આવી રહ્યા છે, ત્યારે તેમણે ફોન કરીને ચેતવણી આપી હતી કે જો યુદ્ધ નહીં અટકે તો તેઓ બંને દેશો પર 200 ટકા વેપાર ટૅરિફ લગાવી દેશે. જોકે, ભારત હંમેશા સ્પષ્ટ કરતું આવ્યું છે કે ભારત-પાકિસ્તાન વચ્ચેના મુદ્દા દ્વિપક્ષીય છે અને તેમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા હોતી નથી.

આ પણ વાંચો: ખુશામત કરતા પાકિસ્તાનને ટ્રમ્પનો મોટો ઝટકો, ગાઝામાં સેના મોકલનારા 5 દેશોમાં સામેલ ન કર્યો

પાકિસ્તાન માટે શરમજનક સ્થિતિ

જાહેર મંચ પર જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પે શાહબાઝ શરીફને પ્રોટોકોલ મુજબ ઊભા કર્યા અને તે જ સમયે પીએમ મોદીના વખાણ કર્યા, તેને રાજકીય વિશ્લેષકો પાકિસ્તાન માટે ખૂબ જ અસહજ અને શરમજનક સ્થિતિ ગણાવી રહ્યા છે. એક તરફ પાકિસ્તાન અમેરિકા સાથેના સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે ટ્રમ્પના નિવેદનમાં વારંવાર ભારત અને મોદીને પ્રાધાન્ય મળતાં આંતરરાષ્ટ્રીય કૂટનીતિના સમીકરણો બદલાતા દેખાઈ રહ્યા છે.